બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad, a blind officer was caught hacking for money

અમદાવાદ / 10 હજારમાં ઈજ્જત ગુમાવી! અમદાવાદમાં પૈસાના મોહમાં અંધ અધિકારી કટકી કરતો ઝડપાયો, રેડમાં ઝડપાયા આટલા લાખ રૂપિયા

Vishal Khamar

Last Updated: 08:15 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલનપુરમાં સરકારી સ્કૂલો અને હોસ્ટેલની ગ્રાન્ટ ફાળવવાના નામે લાંચ લેતો અધિકારી રંગે હાથ ઝડપાયો છે. બનાસકાંઠા એસીબીએ વર્ગ ૨ ના સમાજ કલ્યાણ અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે.

  • સરકારી સ્કૂલો અને હોસ્ટેલની ગ્રાન્ટ ફાળવવા મામલે લાંચ લેતો અધિકારી ઝડપાયો
  • એસીબીની ટ્રેપમાં ઝડપાયો પાલનપુરનાં લાંચિયો અધિકારી
  • એસીબીએ આરોપીનાં 2 બેંક લોકર સીલ કર્યા

એસીબી ની કસ્ટડીમાં જોવા મળતા લાંચિયા અધિકારીનું નામ અમિત નરેન્દ્રભાઈ પટેલ છે. આરોપી અમિત પટેલ મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર નો રહેવાસી છે. અને છેલ્લા એક વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવે છે. બનાસકાંઠા જિલ્લાની કુલ 52 સરકારી હોસ્ટેલ અને છાત્રાલયની દેખરેખ રાખી   સરકારી યોજનાઓ અમલીકરણ અને ગ્રાન્ટ ફાળવવાની કામગીરી કરે છે. છાત્રાલય અને હોસ્ટેલમાં ગ્રાન્ટ મંજૂર કરવાના નામે આરોપીએ રૂ 10 હજારની લાંચ માંગી હતી. એસીબીએ છટકું ગોઠવીને આરોપીને રંગે હાથે ઝડપી લીધો છે.

સરકારી ગ્રાન્ટ પાસ કરાવવા લાંચ માંગતો
ભ્રષ્ટ અધિકારી અમિત પટેલની લાંચ માંગવાની મોડ્સ ઓપરેન્ડી એવી છે કે આરોપી અમિત પટેલ છાત્રાલય કે હોસ્ટેલમાં છાત્રોના નિભાવની અને જાળવણી માટે સરકારી ગ્રાન્ટ પાસ કરાવવા માટે પોતાની ઓફિસે લાંચ માંગતો ન હતો પરંતુ જ્યારે પણ છાત્રાલય ને હોસ્ટેલ  પર ઇન્સ્પેક્શન માટે જતો તે વખતે કોઈપણ ખામીઓ કાઢી ગ્રાન્ટ મંજૂર કરાવવા માટે સ્થળ પર જ લાંચ માંગતો હતો. છાત્રાલય સંચાલક કે હોસ્ટેલ સંચાલક લાંચ ન આપે તો ગ્રાન્ટ મંજૂર ન કરવાની વાતો કરતો હોવાની કબૂલાત કરી છે.

એસીબીએ આરોપીનાં 2 બેંક લોકર સીલ કર્યા
એસીબી ની ટીમે આરોપી અમિત પટેલના મહેસાણા જિલ્લાના વિસનગરના  ઘરે  જઈને તપાસ કરતા 27 લાખ 83 હજાર મળી આવ્યા છે જેને લઈને આરોપી એ હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા કરી નથી. હાલ તો એસીબીએ આરોપી ના 2 બેંક લોકર સિલ કરી અન્ય કોઈ બેનામી મિલકત છે કે કેમ તે દિશા માં તપાસ ચાલુ કરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ