બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / In 2024, the couples of this zodiac sign should be warned: the first two months will go well, then there may be a breakup!
Megha
Last Updated: 01:02 PM, 31 December 2023
ADVERTISEMENT
આજે વર્ષ 2023નો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી નવા વર્ષ 2024 ની શરૂઆત થશે. દરેક લોકો એવું જ ઈચ્છે કે આ આવનારું વર્ષ એમના માટે ખૂબ સારું રહે. એવામાં ખાસ કરીને કન્યા રાશિના લોકોની લવ લાઈફને લઈ આ નવું વર્ષ ખૂબ ખાસ રહેવાનું છે. નવા વર્ષમાં લવ લાઈફને લઈને સંતુલન રહેશે. નવા વર્ષની શરૂઆતમાં લવ પાર્ટનર એકબીજાની ખૂબ નજીક રહેશે. જો કે કુંડળીમાં કેતુ ગ્રહ હોવાના કારણે જીવનસાથીને સમજવામાં મુશ્કેલી પડશે.
ADVERTISEMENT
પ્રેમ જીવન માટે ફેબ્રુઆરી-માર્ચનો સમયગાળો ખૂબ જ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન બંનેની લવ લાઈફમાં ઘણો રોમાંસ જોવા મળશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. એવામાં ચાલો જાણીએ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી કન્યા રાશિ માટે લવ લાઈફ કેવું રહેશે.
વાંચવા જેવુ: આજથી ચાર મહિના બસ પૈસા જ પૈસા! આ રાશિના જાતકોએ વિચાર્યું નહીં હોય ત્યાંથી થશે લાભ, નોકરીમાં પણ પ્રમોશનના યોગ
રાશિ ભવિષ્ય 2024 અનુસાર, નવું વર્ષ કન્યા રાશિના લોકો માટે લવ લાઈફને લઈને મિશ્ર રહેવાનું છે. લવ પાર્ટનર નવા વર્ષમાં એકબીજાની નજીક આવશે. જો કે આ સમય દરમિયાન એકબીજાને પોતાની લાગણીઓ અને શબ્દો પર નિયંત્રણ રાખવું પડશે. નવા વર્ષમાં કુંડળીમાં કેતુ ગ્રહની હાજરી રહેશે. આવી સ્થિતિમાં તમારા પાર્ટનરને સમજવું મુશ્કેલ થઈ જશે. એટલે કે તમારો પાર્ટનર લવ લાઈફને લઈને ગંભીર છે કે નહીં તે જાણવું મુશ્કેલ થઈ જશે. આ સિવાય જીવનસાથી સાથે મતભેદ થવાની પણ પૂરી શક્યતા છે.
રાશિ ભવિષ્ય 2024 અનુસાર, ફેબ્રુઆરી અને માર્ચ પ્રેમ જીવનની બાબતમાં તમારા પક્ષમાં રહેશે. મતલબ કે આ સમયગાળા દરમિયાન લવ પાર્ટનર એકબીજાની નજીક રહેશે. તેમજ લવ લાઈફમાં રોમાન્સ જળવાઈ રહેશે. આ સિવાય તમે તમારા જીવનસાથી સાથે ખુશીની ક્ષણો વિતાવશો અને આ દરમિયાન તમે એકબીજાને સમજવાની કોશિશ કરશો.
આ બાદના મહિનાઓમાં તમે તમારા જીવનસાથી સાથે પ્રેમ લગ્નની યોજના બનાવશો. અમે આ માટે શક્ય તમામ પ્રયાસો પણ કરશો. જૂન-જુલાઈની આસપાસ લવ લાઈફ સામાન્ય રહેશે. આ સમય દરમિયાન તમે જીવનને નવી દિશા આપી શકો છો. પછીના મહિનાઓમાં પણ તમને તમારા લવ પાર્ટનર તરફથી ઘણો પ્રેમ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.