બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Important update on GPSC exam, India gets a blow as South Africa wins by a big margin, and how cheap gold has become

2 મિનિટ 12 ખબર / GPSCની પરીક્ષા અંગે અગત્યની અપડેટ, સાઉથ આફ્રિકા મોટા માર્જિનથી જીતી જતાં ભારતને ફટકો, વળી સોનું કેટલું સસ્તું થયું?

Dinesh

Last Updated: 07:10 AM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાર્થમિક કસોટીની તારીખમાં ફેરફાર કરાયો

જેમ જેમ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ ઉત્તર ભારતમાં પણ ઠંડી નજીક આવી રહી છે. તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે, હજુ પણ દક્ષિણમાં કેટલાક રાજ્યો એવા છે જ્યાં સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં બે દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે તામિલનાડુ, કેરળ, માહે, કર્ણાટકમાં 3 થી 5 નવેમ્બર વચ્ચે ભારે વરસાદ થવાની સંભાવના છે. જોકે, બાકીના રાજ્યોના હવામાનમાં કોઈ મોટા ફેરફારના કોઈ સંકેત નથી.

ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આયોગની જાહેરાત ક્રમાંક 47/2023-24, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની પ્રાર્થમિક કસોટી તારીખમાં ફેરફાર કરાયો  છે.અત્રે જણાવીએ કે, આ પરીક્ષાનું આયોજન તા. 03 ડિસેમ્બર 2023ના રોજ ક૨વામાં આવેલ હતું. પરંતુ તા. 27 નવેમ્બરથી 3 ડિસેમ્બર 2023 દમિયાન સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષાનું આયોજન ક૨વામાં આવેલ હોવાથી, આ પ્રાર્થમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક કસોટી 3 ડિસેમ્બર 2023ના રોજ લેવાની હતી જે હવે 7 જાન્યુઆરી 2024માં લેવાશે

Gujarat Administrative Service Class-1, Gujarat Civil Service Class-1/2, Gujarat Municipal Chief Officer Service Class-2...

ગુજરાત રાજ્યમાં  GST વિભાગને રૂપિયા 5216 કરોડની આવક થઈ છે. આપને જણાવીએ કે, ઓક્ટોબર- 2023 દરમ્યાન ₹ 5216 કરોડની આવક નોંધાઈ છે. જો કે, ચાલુ નાણાકીય વર્ષમાં છઠ્ઠી વખત ₹ 5000 કરોડને પાર આવક થઈ છે. તેમજ આ વર્ષના પ્રથમ 7 માસમાં  ₹ 37216 કરોડની આવક નોંધાઈ છે.ગત વર્ષની રૂપિયા 31171 કરોડની આવક કરતા 19 ટકાનો વધારો થયો છે. ઓક્ટોબર-2023માં રાજ્યને વેટ હેઠળ રૂપિયા 2616 કરોડની આવક થઈ છે. જ્યારે ઓક્ટોબર-2023માં GST અને વેટ હેઠળ કુલ રૂપિયા 7832 કરોડની આવક થઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં GST-વેટ હેઠળ કુલ રૂપિયા 64816 કરોડની આવક થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે રાજ્ય કર વિભાગને ફાળવવામાં આવેલા લક્ષ્યાંકના 61 ટકા વધારે છે

The state GST department has earned Rs 5216 crore during October-2023

 નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે દર મહિનાની જેમ આ મહિનો પણ ઘણા મોટા ફેરફાર (Rules Change From 1st November) લઈને આવ્યો છે. પહેલા દિવસે જ્યાં LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો થવાના કારણે મોટો ઝટકો લાગ્યો છે ત્યાં જ GST નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી થયેલો આ ફેરફાર સીધો તમારા ખિસ્સા પર અસર કરશે. આવો આવા જ 5 મોટા ફેરફાર પર નજર કરીએ. દર મહિનાની પહેલી તારીખે ઓયલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી કિંમતોમાં ફેરફાર કરે છે. ફેસ્ટિવ સીઝનમાં ગઈ 30 ઓગસ્ટે 14 કિગ્રા વાળા રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો હતો સરકારે સામાન્ય માણસને મોટી રાહત આપી હતી. પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત સતત વધી.  આ મહિનાની પહેલી તારીખ એટલે કે 1 નવેમ્બર 2023થી ફરી મોટો ઝટકો લાગ્યો છે. અને 19 કિગ્રા વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં 103 રૂપિયા સુધીનો વધારે કરવામાં આવ્યો છે. દિવાળી પહેલા ગેસની કિંમતોમાં આ વધારો કોમર્શિયલ યુઝર્સના ખિસ્સા પર ભારે પડશે. 

Rules Change From 1st November 2023 lpg price gst share market and bank holiday

Kunvarji Bavaliya Statement : રેશનિંગ દુકાનધારકોની હડતાળ મામલે હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. વાત જાણે એમ છે કે, મંત્રી કુંવરજી બાવળિયાએ રેશનિંગ દુકાનધારકોને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. કુંવરજી બાવળિયાએ કહ્યું કે  સરકારે કાર્ડધારકોની સંખ્યામાં કોઈ વધારો નથી કર્યો. પ્રજા પરેશાન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. આ સાથે તેમણે કહ્યું કે, સરકાર સાથે રેશનિંગ એસો બેઠક કરવા ઈચ્છે તો કરી શકે છે.ગુજરાતમાં વ્યાજબી ભાવના અનાજની દુકાનદારોની હડતાળથી સરકાર પર દબાણ વધી રહ્યું છે. આ તરફ રેશનિંગ દુકાનધારકોની હડતાળ મામલે કાર તરફથી સ્પષ્ટતા કરવામા આવી છે કે, નવેમ્બર માસમાં દિવાળી તહેવારના કારણે દુકાનદારધારકોને હડતાળ ન કરવા અનુરોધ કર્યો છે. મહત્વનું છે કે,  રેશનિંગ દુકાનો હડતાળને પગલે આજે પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.

Maratha Reservation : મહારાષ્ટ્રના મરાઠા આંદોલનની અસર હવે છેક ગુજરાતમાં પડી છે. વાત જાણે એમ છે કે, ગુજરાતની એસટી સેવા પર મરાઠા આંદોલનની અસર થઈ છે. ગુજરાતથી મહારાષ્ટ્ર જતી બસોને રોકી દેવામાં આવી છે. વિગતો મુજબ મહારાષ્ટ્ર જતી બસ સાપૂતારામાં અટકાવાઈ છે. આંદોલનકારીઓ બસને નુક્સાન કરતા હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ હવે મહારાષ્ટ્ર જતાં મુસાફરો અટવાયા છે. મરાઠા આંદોલનને કારણે હવે ગુજરાતની આંતરરાજ્ય બસ સેવા પર અસર પડી છે. વિગતો મુજબ ગુજરાત રાજ્યથી મહારાષ્ટ્ર જતી એસ ટી બસો રોકી દેવાઇ છે. જેમાં નાશિક, શિરડી, પુણે જતી એસ ટી.બસોને સાપુતારા બસ સ્ટેન્ડ પર અટકાવી દેવાઈ છે. મહત્વનું છે કે, આંદોલનકારીઓ બસને નિશાન બનાવી નુકસાન કરતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. એસ. ટી વિભાગ દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને પણ ધ્યાને લઇ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. 

Important decision regarding buses going from Gujarat to Maharashtra, passengers stuck, reason Maratha agitation

Devayat Khavad Statement News : દેવાયત ખવડે ફરી એકવાર પાટીદાર સમાજની માફી માંગી છે. અગાઉ ડાયરામાં દેવાયત ખવડે સરદાર વલ્લભભાઈ પટેલને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. જે બાદ હવે દેવાયત ખવડને આ અંગે ભારે પસ્તાવો થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, નવરાત્રી દરમિયાન દેવાયત ખવડે જાહેર મંચ પરથી પાટીદાર સમાજની માફી માંગી હતી. જે બાદ હવે ફરી એકવાર અમરેલીના ચમારડી ગામે યોજાયેલ એક કાર્યક્રમમાં માફી માંગી અને સરદાર પટેલની જન્મ જયંતીએ મફતમાં ડાયરા કરવાનું એલાન કર્યું છે

Dewayat Khawad apologized for commenting on Sardar Patel, announced to conduct a free interview

પંજાબી સિંગર શુભ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે શુભે એક એવું કારનામું કર્યું છે જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. 31 ઓક્ટોબરના રોજ, દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિએ, શુભે લંડનમાં તેના એક કોન્સર્ટમાં વિવાદાસ્પદ હૂડી પહેરી હતી. તેમના હૂડી પરની તસવીરમાં પંજાબના નકશા સાથે ભૂતપૂર્વ ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના અંગરક્ષકો દ્વારા હત્યા કરવામાં આવી હતી.માર્ચ મહિનામાં શુભે ઈન્સ્ટાગ્રામ પર ભારતના નકશાની તસવીર શેર કરી હતી. આમાં પંજાબ અને નોર્થ ઈસ્ટના વિસ્તારોને સામેલ કરવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેણે આ તસવીર સાથે કેપ્શન લખ્યું છે, “Pray for Punjab”. આ પછી શુભને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 

Singer Shubh wore an Indira Gandhi assassination hoodie, now what ruckus did he create?

Gujarat Congress News :  લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં નવાજૂનીના સંકેત મળી રહ્યા છે. વાત જાણે એમ છે કે, પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી કર્યા બાદ હવે સંગઠનમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે. મહત્વનું છે કે, આજે દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રભારી મુકુલ વાસનિક સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓ બેઠક કરશે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સાથે બેઠકમાં ગુજરાત સંગઠનના માળખા અંગે પ્રભારી સાથે ચર્ચા કરવામાં આવશે. જેથી હવે દિવાળી બાદ સંભવિત રીતે  ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાતના એંધાણ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી બાદ જ સંગઠનમાં મોટા ફેરફારની ચર્ચાએ જોર પકડયું હતું. જોકે હવે લોકસભા ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. આ તરફ હવે આજે પ્રભારી મુકુલ વાસનિક સાથે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની એક બેઠક યોજાનાર છે.

After Diwali announcement of new organization of Gujarat Congress

Kichdi Trailer Release: દમદાર કેરેક્ટર્સ અને ડાયલોગ્સથી હસાવાવાળી સિરિયલ ખીચડી હંમેશા ચર્ચામાં રહેતી હતી. જ્યારે પણ સિરિયલ રિલિઝ થતી તે દરમિયાન લોકોને તે જોવાની ખૂબ જ ઉત્સુઉક્તા રહેતી હતી અને લોકો તેમના ઘરોમાં ટીવીની સામે ગોઠવાઈ જતા હતાં. આ શો એટલો લોકપ્રિય થઈ ગયો હતો કે, દરેક ઘરમાં તેના ફેન જોવા મળતા હતા. આ શોને ઓફ યર થયા પછી લોકોએ ખૂબ મિસ કર્યો હતો, જેની ડિમાન્ડ પણ ખૂબ જોવા મળી હતી. થોડા સમય પહેલા આ સિરિયલને ફિલ્મ ફોર્મમાં તૈયાર કરવામાં આવી હતી. જે લોકોને ખૂબ જ પસંદ પણ આવી હતી. ત્યારે હવે ખિચડી 2નો સમય આવ્યો છે. આ ફિલ્મનો ટ્રેલર રિલિઝ થયો છે. આ એડવેન્ચર કોમેડી ફિલ્મ 16 નવેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

દિવાળી સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે તહેવારો ઉપરાંત લગ્નસરાની સિઝનને લઈને સોના ચાંદીની માંગ વધુ જોવા મળતી હોય છે. આથી સોના ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળતી હોય છે. ત્યારે આજે સોનાના ભાવમાં એકાએક ઘટાડો નોંધાયો હતો. જેને લઈને સોનું ખરીદવા માટે જાણે ગોલ્ડન અવસર સર્જાયો હતો. આથી સોનાની ખરીદીમાં તહેવારની રાહ જોતા લોકો માટે ગોલ્ડન ચાન્સ છે.બુધવારે વાયદા બજારમાં સોનાના ભાવમાં રૂ. 179 નો ઘટાડો નોંધાયો હતો.પરીણામે તોલા દીઠ ભાવ રૂ. 60,761 થયા હતા. HDFC સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, નબળા વૈશ્વિક સંકેતોને લઈને દિલ્હીમાં સોનાનો ભાવ રૂ. 350 ઘટીને રૂ. 61,700 થયો હતો.જ્યારે છેલ્લા વેપારમાં સોનાનો ભાવ 62,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

Suddenly the prices of gold and silver fell, know the latest rate

સાઉથ આફ્રિકાની ટીમે વર્લ્ડ કપમાં એક્કો જમાવી દીધો છે. ન્યૂઝીલેન્ડ સામેની ભવ્ય જીતને કારણે તે વર્લ્ડ કપની હાલની નંબર વન ટીમ બની ગઈ છે. સાઉથ આફ્રિકાની ભવ્ય જીતથી ભારતને ઝટકો તો ઓસ્ટ્રેલિયાને ફાયદો થયો છે.પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને 190 રનથી પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ ક્વિન્ટન ડી કોક અને રાસી ડુસેનની સદીને સહારે 50 ઓવરમાં 4 વિકેટે 357 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડીકોક અને રાસી ડુસેને બન્નેએ સદી ફટકારી હતી. ડીકોકે 114 રન અને ડુસેને 133 રન બનાવ્યાં હતા. આ બન્નેની સદીને કારણે સાઉથ આફ્રિકા આટલો મોટો સ્કોર કરી શક્યું હતું. જવાબમાં ન્યૂઝીલેન્ડ 35.3 ઓવરમાં 167 રન જ બનાવી શકી હતી. 

Keshav Maharaj, Marco Jansen star as South Africa defeat New Zealand by 190 runs

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ