બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / IMD alerted that October Hit time is coming, Before winters people might feel second summer

એલર્ટ / શિયાળા પહેલાં પડી શકે છે કાળજાળ ગરમી! હવામાન વિભાગે 'ઑક્ટોબર હીટ'ની ચેતવણી આપી

Vaidehi

Last Updated: 06:37 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે 'ઑક્ટોબર હીટ'નો સમય આવી રહ્યો છે. એટલે કે ચોમાસા અને શિયાળાની વચ્ચે ભારતીયો બીજા ભયંકર ઊનાળાનો અનુભવ કરવા જઈ રહ્યાં છે.

  • શિયાળાની શરૂઆત પહેલા પડશે ગરમી
  • હવામાન વિભાગે ઑક્ટોબર હીટની ચેતવણી આપી
  • કહ્યું ભારતનાં અનેક વિસ્તારો બીજાં ઊનાળાનો અનુભવ કરશે

દેશનાં અનેક રાજ્યોમાં મોનસૂનનો અંત આવી ગયો છે. ઑક્ટોબરનાં પહેલા સપ્તાહ સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિને લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે એ બાદ અનેક રાજ્યોમાં તાપમાન સામાન્યથી ઓછો નોંધાયો છે. તાપમાન ઘટ્યું હોવા છતાં પણ દેશનાં અનેક રાજ્યો શિયાળા પહેલાં બીજા ઊનાળાનો અનુભવ કરી રહ્યાં છે.

હવામાન વિભાગે આપી માહિતી
હવામાન વિભાગનાં અનુમાન અનુસાર ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં નીચું તાપમાન નોંધાયું હતું પણ છેલ્લાં 2 દિવસોથી ગરમીમાં ફરી વધારો નોંધાયો છે. હવામાન વિભાગનાં નિષ્ણાંતોએ હાલની આ સ્થિતિને 'ઑક્ટોબર હીટ' નામ આપ્યું છે. એટલે કે ચોમાસા અને શિયાળા વચ્ચેની બીજી મોટી કાળજાળ ગરમી...

મુંબઈમાં આ સ્થિતિ ઘણી સામાન્ય
વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે ઑક્ટોબર હીટનો સમય હવે નજીક છે. બીજા ઊનાળાનાં નામે પ્રખ્યાત ઑક્ટોબર હીટની સ્થિતિ મુંબઈ માટે સામાન્ય છે. મુંબઈમાં મોનસૂન અને શિયાળાની સીઝનની વચ્ચે આ પ્રકારે તાપમાન વધી જાય છે.  જો કે હાલમાં શુષ્ક પૂર્વી હવાઓ મોનસૂનની વાપસીનાં સંકેતો આપી રહી છે તેવામાં ઉત્તર-ઉત્તરપૂર્વની હવાઓ પર ગતિ પણ પકડી રહી છે.

આ વિસ્તારોમાં ઑક્ટોબર હીટની સ્થિતિ
મુંબઈ જ નહીં પણ દેશનાં ઘણાં વિસ્તારોમાં લોકોએ ઑક્ટોબર હીટનો સામનો કરવો પડી શકે છે. દિલ્હીમાં પણ સામાન્યથી વધારેનું તાપમાન હાલમાં નોંધાયું છે.  દિલ્હી NCR સિવાય ઉત્તર ભારતનાં અનેક રાજ્યોમાં હવામાનની આ જ સ્થિતિ જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી વધારેનું નોંધાયું છે.

શું છે કારણ?
તેનું એક કારણ એ છે કે સપ્ટેમ્બરનાં છેલ્લાં સપ્તાહમાં ઉત્તરભારતનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદ નથી થયો. ભારતમાં ઑક્ટોબર હીટનો સૌથી વધારે પ્રભાવ મુંબઈમાં જોવા મળી રહ્યો છે. 6 ઑક્ટોબરનાં દક્ષિણ પશ્ચિમ મોનસૂનની વિદાય બાદ ગરમીમાં વધારો અનુભવાઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ