બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / If you invest in these 5 government schemes you will be rich Find out how much interest rate you will get

તમારા કામનું / આ 5 સરકારી સ્કીમમાં કરશો રોકાણ તો થઇ જશો માલામાલ! જાણો કેટલાં ટકાના દરે મળશે વ્યાજ

Arohi

Last Updated: 03:28 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાકીય વર્ષ 2022-23 પુરુ થવા જઈ રહ્યું છે. એવામાં નવા ફાઈનાન્શિયલ યરની શરૂઆતથી પહેલા ઘણા લોકો ટેક્સ સેવિંગ દ્વારા રોકાણનું ઓપ્શન શોધી રહ્યા છે.

  • પુરૂ થવા જઈ રહ્યું છે 2022-23નું વર્ષ 
  • નવા ફાઈનાન્શિયલ યરની થશે શરૂઆત 
  • આ 5 સ્કીમમાં રોકાણ કરી થઈ જાઓ માલામાલ 

જો તમે ટેક્સ સેવિંગની સાથે સાથે સારૂ વ્યાજ પણ મેળવવા માંગો છો તો આમે તમને એવી સરકારી સ્કીમ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મોંઘવારીને માત આપવા વ્યાજદર 7 ટકાથી વધારે ઓફર કરી રહી છે. આવો જાણીએ આ સ્કીમ્સ વિશે. 

સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ 
સીનિયર સિટીઝન જો ટેક્સ સેવિંગ કરવા માટે રોકાણ કરવા માંગે છે તો તેમના માટે સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એક શાનદાર રોકાણનું ઓપ્શન છે. તેમાં રોકાણકારને 8 ટકાનું રિટર્ન મળે છે. જોકે સરકારે તેની રોકાણ લિમિટને 15 લાખથી વધારીને 30 લાખ કરી દીધી છે. 

કિસાન વિકાસ પત્ર 
કિસાન વિકાસ પત્ર પણ એક રિસ્ક ફ્રી રોકાણ ઓપ્શન છે જેમાં પોસ્ટ ઓફિસ દ્વારા તમને 7.2 ટકાનું શાનદાર વ્યાજ ઓફર કરવામાં આવે છે. 

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ 
પબ્લિત પ્રોવિડન્ટ ફંડ એક ખૂબ જ પોપ્યુલર સ્મોલ સેવિંગ સ્કીમ છે જેના હેઠળ રોકાણકારને કમ્પાઉન્ડિંગના આધાર પર 7.1 ટકાનું રિટર્ન મળે છે. 

નેશનલ સેવિંગ સ્કીમ 
નેશનલ સેવિંગ સ્કીમ એક રિસ્ક ફ્રી રોકાણનો વિકલ્પ છે. જેમાં તમને 7 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે. 

સુકન્યા સમૃદ્ધિ યોજના
જો તમે પોતાની બાળકીના ભવિષ્ય માટે રોકાણ કરવા માંગો છો તો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો. તેમાં રોકાણ કરવા પર તમને 8 ટકાના દરે વ્યાજ મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ