બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / If you are not getting time to lose weight, then adopt this method, the effect will be visible in a few days

Health Tips / વજન ઘટાડવા માટે નથી મળી રહ્યો સમય, તો ફટાફટ અપનાવો આ રીત, થોડા દિવસોમાં જ દેખાવવા લાગશે અસર

Megha

Last Updated: 05:33 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ થોડા ઘરેલું ઉપાય છે જેને તમે તમારા રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં સામેલ કરીને વધતી પેટની ચરબી ઘટાડી શકો છો.

  • વજન વધી જાય પછી તેને ઓછું કરવું કે ઘટાડવું ખૂબ જ મુશ્કેલ કામ છે
  • આ ઘરેલું ઉપાય અપનાવવાથી વજન ઘટશે

એકવાર વજન વધી જાય પછી તેને ઓછું કરવું કે ઘટાડવું ખૂબ જ મુશ્કેલ કામ છે, અને એમાં પણ તમે જો વર્કિંગ વુમન છો કે આખો દિવસ કામમાં વ્યસ્ત રહો છો તો સમયના અભાવે તમે વજન ઘટાડવા માટે કશું કરી શકતા નથી. તો પછી ચરબી કે વજન કેવી રીતે ઘટાડવો એ મોટો પ્રશ્ન છે. આ મોટાં પ્રશ્નોનો એક જ ઉતર છે  થોડા ઘરેલું ઉપાય. જેને તમે તમારા રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં સામેલ કરીને વધતી પેટની ચરબી ઘટાડી શકો છો. થોડા ઘરેલુ ઉપાય અપનાવવાથી તેની અસર શરીરમાં જલ્દી જ જોવા મળે છે. ઘરેલું ઉપાય અપનાવવાથી વજન ઘટશે અને સાથે જ અન્ય રોગોના જોખમથી પણ તમને બચાવશે, તો ચાલો જાણીએ કયા છે એ ઘરેલુ ઉપાય.

જીરું પાણી
વજન ઘટાડવા માટે સમય નથી મળતો તો સૌથી પહેલા રાત્રે એક ચમચી જીરાને પાણીમાં પલાળી રાખો અને પછી સવારે તેને ઉકાળીને ગાળીને પી જાઓ. એ પાણીને ઠંડું કે ગરમ ગમે તે રીતે પી શકો છો. જીરાનું પાણી તમને ફાયદો જ પંહોચાડે છે. જો તમને એકલું જીરું પાણી ન પસંદ આવે તો તમે સ્વાદ માટે લીંબુનો રસ નિચોવીને ઉકાળેલું જીરું પાણી પણ પી શકો છો. જીરામાં કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ અને સેલેનિયમ જેવા પોષક તત્વો મળી રહે છે એ તમારી ત્વચાને સુધારવામાં પણ મદદરૂપ થાય છે . 

મેથીના દાણા
જીરૂના પાણી સિવાય મેથીના દાણાને પાણીમાં ભેળવીને પીવાથી પણ વજન નિયંત્રિત રહે છે. આ માટે માત્ર એક ચમચી મેથીને રાત્રે પાણીમાં પલાળી રાખો અને એ પછી સવારે તેને ઉકાળી, ગાળી અને પછી તેનું સેવન કરો. દરરોજ આમ કરવાથી તમારા શરીરની ચરબી એક મહિનાની અંદર ઓગળવા લાગશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ