બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / આરોગ્ય / If you are also a sugar patient, avoid night shift from today, otherwise it will be difficult to control

સ્વાસ્થ્ય / જો તમે પણ છો શુગરના દર્દી તો આજથી જ નાઈટ શિફ્ટ કરવાનું ટાળો, નહીં તો કંટ્રોલ કરવો થઇ જશે મુશ્કેલ

Megha

Last Updated: 12:01 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોની ખરાબ જીવનશૈલી અને ખાવા-પીવાની આદતોને કારણે ડાયાબિટીસનો ખતરો વધે છે, ખાસ કરીને એવા લોકોમાં જેઓ રાત્રે મોડે સુધી અથવા નાઈટ શિફ્ટમાં કામ કરે છે.

  • દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે
  • યુવાનોમાં ડાયાબિટીસનું પ્રમાણ કેમ વધી રહ્યું છે? 
  • મોડે સુધી અથવા નાઈટ શિફ્ટ કરતા લોકોમાં ડાયાબિટીસનો ખતરો 

કેટલાક દાયકાઓ પહેલા સુધી, ડાયાબિટીસ અથવા શુગર માત્ર વૃદ્ધોનો રોગ માનવામાં આવતો હતો અને ડાયાબિટીસ ફક્ત અમુક ખાસ પરિસ્થિતિઓમાં અથવા ખાસ કારણોસર યુવાન લોકોમાં થતો હતો. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં, માત્ર વિશ્વના અન્ય ભાગોમાં જ નહીં, પરંતુ આપણા દેશમાં પણ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. 

તેની પાછળનું કારણ લોકોની જીવનશૈલી અને ખાવા-પીવાની ખરાબ આદતો છે. ખાસ કરીને એવા લોકોમાં ડાયાબિટીસ વધુ જોવા મળે છે જેઓ રાત્રે મોડે સુધી કામ કરે છે અથવા નાઈટ શિફ્ટ કરવી પડે છે. 

ડાયાબિટીસ એટલે સાયલન્ટ બિમારી: ભૂલથી પણ તેના લક્ષણોને નજરઅંદાજ ના કરતા,  જાણો લક્ષણો અને ઉપાય | Diabetes is a silent disease: Don't accidentally  ignore its symptoms, know the ...

યુવાનોમાં ડાયાબિટીસનું પ્રમાણ કેમ વધી રહ્યું છે? 
એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે IT જેવા ક્ષેત્રોમાં કામ કરતા યુવાનોમાં ડાયાબિટીસનું જોખમ સૌથી વધુ છે જ્યાં નાઇટ શિફ્ટ સામાન્ય છે. તેનું કારણ છે લાંબા સમય સુધી એક જગ્યાએ બેસીને કામ કરવાની આદત. આવા લોકો ઓછી કસરત કરે છે અને જેના કારણે મેદસ્વિતા પણ વધી રહી છે. જેના કારણે પહેલાથી ડાયાબિટીસ અને પછી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે.

રાત્રે કામ કરવાથી આપણા શરીરની ઘડિયાળ એટલે કે બોડી ક્લોક પર અસર પડી શકે છે, જે પાચનપ્રક્રિયાને બગાડે છે અને શુગરની સમસ્યા તરફ દોરી શકે છે. જણાવી દઈએ કે શરીર ઈન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ ન કરી શકવાના કારણે ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે.

Topic | VTV Gujarati

નાઇટ શિફ્ટ દરમિયાન ડાયાબિટીસથી બચવા શું કરવું જોઈએ?
શુગર લેવલને નિયંત્રિત કરવા માટે, સતત એક જગ્યાએ બેસવાનું ટાળો.
કામ વચ્ચે થોડો આરામ કરો અને તમારી ખુરશી પરથી ઉઠો અને ચાલવા જાઓ.
ડેસ્ક પર બેસીને યોગ અને સ્ટ્રેચિંગ જેવી કસરતો કરો.
પુષ્કળ પાણી પીવો. (પૂરતું પાણી પીવો)
આલ્કોહોલ અને કોલ્ડડ્રીંક્સ પીવાનું ટાળો.
લીલા શાકભાજી, તાજા ફળો અને સલાડ ખાઓ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ