બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / બિઝનેસ / If the GST does not return for two months, the e-bill will not be generated

કડક વલણ / જો બે મહિના સુધી GST રિટર્ન નહીં ભરો તો ઈ-વે બિલ જનરેટ થશે નહીં

vtvAdmin

Last Updated: 02:47 PM, 25 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીએસટી ચોરી પર સરકારે કડક વલણ અખત્યાર કરીને હવે સતત હવે સતત બે મહિના સુધી જીએસટી રિટર્ન ફાઇલ નહીં કરનારા વેપારીઓ ૨૧ જૂનથી તેમના માલસામાનના પરિવહન માટે ઇ-વે બિલ જનરેટ કરી શકશે નહીં એવી જાણકારી નાણાં મંત્રાલયે આપી છે. જો વેપારીઓ કમ્પોઝિશન સ્કીમ હેઠળ સતત બે વખત (એટલે કે છ મહિના) રિટર્ન નહીં ભરે તો તેઓ પણ ઇ-વે બિલ જનરેટ કરી શકશે નહીં. વધુ માહિતી જોઇએ આ અહેવાલમાં.

Image result for GST રિટર્ન નહીં ભરો તો ઈ-વે બિલ

 

સીબીઆઇસીએ આ અંગે ૨૧ જૂન, ૨૦૧૯ની ડેટ નિર્ધારિત કરી છે. તેમાં જણાવાયું છે કે આ સમયગાળામાં જો કંપનીઓ અને વેપારીઓ રિટર્ન નહીં ભરે તો માલ મોકલનાર, માલ પ્રાપ્ત કરનાર, ઇ-કોમર્સ ટ્રાન્સપોર્ટર અને કુરિયર એજન્સી પર ઇલેક્ટ્રોનિક વે એટલે કે ઇ-વે બિલ જનરેટ કરી શકશે નહીં અને તેમના પર બિલ જનરેટ કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. જીએસટી સિસ્ટમ હેઠળ કંપનીઓને આગામી મહિનાની ૨૦ તારીખ સુધીમાં ગયા મહિનાના રિટર્ન ભરવાના હોય છે. જ્યારે કમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ પસંદ કરનાર ક્વાર્ટરના અંત બાદ આગલા મહિનાની ૧૮ તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ કરવાનું હોય છે.

 

જીએસટી નેટવર્ક દ્વારા એવી આઇટી સિસ્ટમ સ્થાપિત કરાઇ છે, જેમાં નિર્ધારિત સમયમાં રિટર્ન નહીં ભરનાર કંપનીઓના ઇ-વે બિલ જનરેટ કરવા પર રોક લાગી જશે. અધિકારીઓનું માનવું છે કે આ પગલાથી જીએસટી ચોરી રોકવામાં મદદ મળશે. ગયા વર્ષના એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળામાં જીએસટી ચોરી કે ઉલ્લંઘનના ૩,૬૨૬ કિસ્સાઓ સામે આવ્યા હતા, જેમાં રૂ.૧૫,૨૭૮ કરોડની જીએસટી ચોરી કરવામાં આવી હતી. જોકે વેપારી સંઘોએ આ આદેશનો વિરોધ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે આ આદેશના કારણે નાના વેપારીને ભારે મુશ્કેલી પડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ