બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / IAF Agniveervayu 2023 result is declared, how to check Agniveervayu exam result link

પરિણામ / સેનામાં જવા ઈચ્છુક ઉમેદવારો માટે મોટા સમાચાર, અગ્નિવીર વાયુ ફેઝ-1નું રિઝલ્ટ જાહેર, આવી રીતે ફટાફટ કરો ચેક

Vaidehi

Last Updated: 06:56 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IAF અગ્નિવીરવાયુ 2023ની 20 મેનાં રોજ થયેલ ઓનલાઈન પરીક્ષાનું પરિણામ આવી ગયું છે. આ રીતે ચેક કરો તમારું રિઝલ્ટ.

  • અગ્નિવીરવાયુ 2023ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર
  • 20 મેનાં રોજ લેવાઈ હતી ઓનલાઈન લેખિત પરીક્ષા
  • ક્વોલિફાઈ થનારા ઉમેદવારોનું હવે થશે શારીરિક સ્વાસ્થ્ય પરીક્ષણ 

IAF Agniveervayu Result 2023: ભારતીય વાયુસેનાએ અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીરવાયુ (02/2023) પરીક્ષાનાં પરિણામો જાહેર કર્યાં છે. ઉમેદવારો પોતાનું રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઈટ agnipathvayu.cdac.in પર જઈને ડાઉનલોડ કરી શકશે. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે 'અગ્નિવીરવાયુ 02/2023 માટે પ્રથમ તબક્કાની ઓનલાઈન પરીક્ષાનાં પરિણામ ઉમેદવારોનાં લોગિનમાં ઉપલબ્ધ છે.' અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓનલાઈન પરીક્ષા 20 મેનાં રોજ લેવામાં આવી હતી. એક ઉમેદવારને લેખિત પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં ઓછો 10નો કુલ સ્કોર કરવો જરૂરી હોય છે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ

  1. સૌથી પહેલા અગ્નિપથવાયુની ઓફિશિયલ વેબસાઈટ agnipathvayu.cdac.in પર ક્લિક કરવું.
  2. હોમ પેજ પર જઈને'Result of Phase-I online exam for Agniveervayu Intake 02/2023 is available in Candidates’ Login' પર ક્લિક કરવું.
  3. લોન ઈન ડિટેલ્સ ભરી અને સબમિટ પર ક્લિક કરવું.
  4. પોતાનું રિઝલ્ટ સરળતાથી ચેક કરો અને ડાઉનલોડ કરો. 

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનામાં અગ્નિપથ સ્કીમની અંતર્ગત લેવાયેલી અગ્નિવીરવાયુ ભરતી 02/2023ની ઓનલાઈન પરીક્ષા માટે રજિસ્ટ્રેશન 17 માર્ચથી શરૂ થઈ ગયું હતું. અને 4 એપ્રિલ 2023 સુધી ચાલ્યું હતું. લેખિત પરીક્ષામાં ક્વોલીફાઈ થનારા ઉમેદવારોને હવે શારીરિક સ્વાસ્થ્ય પરીક્ષણ PFT અને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. આવનારા તબક્કા અંગેની માહિતી ટૂંક સમયમાં ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ