બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / I am so happy because Kanganas Big Statement on Nawazuddin Siddiquis Domestic Controversy

બોલિવુડ / હું ખૂબ ખુશ છું કારણ કે...: નવાઝુદ્દીન સિદ્દીકીના ઘરેલૂ વિવાદમાં કંગનાએ આપ્યુ મોટુ નિવેદન, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 10:17 AM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પત્ની આલિયા સાથે વિવાદને લઈને નવાઝુદ્દીન સિદ્દીકીએ જ્યારે નિવેદન જાહેર કર્યું છે. ત્યાં જ નવાઝના સ્ટેટમેન્ટના આધાર પર કંગનાએ ટ્વીટ કરી પોતાનું રિએક્શન આપ્યું છે અને લખ્યું છે કે તેની ખૂબ વધારે જરૂર હતી.

  • આલિયા સાથેના વિવાદને લઈને નવાઝુદ્દીને આપ્યું હતુ નિવેદન 
  • નવાઝના સ્ટેટમેન્ટ પર કંગનાએ ટ્વીટ કરી આપ્યુ રિએક્શન 
  • આલિયાએ નવાઝ પર લગાવ્યા છે ઘણા ગંભીર આરોપ 

બોલિવુડના ટેલેન્ટેડ એક્ટર્સમાંથી એક નવાઝુદ્દીન સિદ્દીકી પાછલા ઘણા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. એક્ટરનો પોતાની પત્ની આલિયા સિદ્ધિકીની સાથે વિવાદ ચાલી રહ્યો છે. આલિયાએ નવાઝ પર ઘણા ગંભીર આરોપ પણ લગાવ્યા છે. આ બધાની વચ્ચે હવે એક્ટરે આખા વિવાદ પર ચુપ્પી તોડી છે. જેના પર એક્ટ્રેસ કંગનાએ રિએક્ટ કર્યું છે. 

પત્ની આલિયાએ લગાવ્યા છે ગંભીર આરોપ 
જણાવી દઈએ કે પાછલા ઘણા દિવસોથી નવાઝુદ્દીનની પત્ની સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરી એક્ટર પર તમામ આરોપ લગાવી રહી છે અને નવાઝના વર્સોવા બંગલામાં રહેતી વખતે થતી પ્રોબ્લેમ્સને પણ શેર કરી રહી છે. 

આલિયાએ હાલમાં જ નવાઝ વિરૂદ્ધ રેપનો કેસ દાખલ કર્યો હતો અને પછી બાળકો સહિત ઘરમાંથી બહાર કાઢવાનો વીડિયો પણ શેર કર્યો હતો. ત્યાર બાદ નવાઝે પોતાનું સ્ટેટમેન્ટ શેર કરતા મુદ્દા પર ચુપ્પી તોડી છે. 

કંગનાએ નવાઝના નિવેદન પર કર્યુ રિએક્ટ 
ત્યાં જ કંગનાએ નવાઝના આ નિવેદન પર પોતાનું રિએક્શન આપ્યું છે. એક્ટ્રેસે નવાઝના સ્ટેટમેન્ટને શેર કરતા લખ્યું, "ખૂબ  જરૂરી હતુ નવાઝુદ્દીન સિદ્દીકી સાહેબ... ખામોશી આપણને હંમેશા શાંતિ નથી આપતી... મને ખુશી છે કે તમે આ નિવેદન જાહેર કર્યુ."

નવાઝુદ્દીને પત્ની આલિયા સાથે વિવાદ પર તોડી ચુપ્પી 
નવાઝુદ્દીને પોતાના નિવેદનમાં કહ્યું, "મારી ચુપ્પીના કારણે મને દરેક જગ્યા પર એક ખરાબ આદમી કહેવામાં આવે છે. હું એટવા માટે ચુપ છું કારણ કે આ બધો તમાશો ક્યાંકને ક્યાંક મારા નાના નાના બાળકો દ્વારા વાંચવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, પ્રેસ અને લોકોનું એક ગ્રુપ હકીકતમાં એક તરફી અને છેડછાડના વીડિયોના આધાર પર મારા કેરેક્ટર અસેસિનેશનને એન્જોય કરી રહ્યું છે."

નવાઝે આગળ લખ્યું, "અમુક પોઈન્ટ છે. હું જાહેર કરવા માંગુ છું, સૌથી પહેલા હું અને આલિયા ઘણા વર્ષોથી એક સાથે નથી રહેતા. અમે પહેલાથી જ ડિવોર્સી છીએ પરંતુ અમારી વચ્ચે એક સમજ જરૂરી હતી ફક્ત અમારા બાળકો માટે. શું કોઈ જાણે છે કે મારા બાળક ભારતમાં કેમ છે અને 45 દિવસથી સ્કૂલ નથી જઈ રહ્યા. જેમાં સ્કૂલ મને દરરોજ લેટર મોકલી રહ્યું છે આ ખૂબ જ લાંબી અનુપસ્થિતિ છે. મારા બાળકોને પાછલા 45 દિવસથી બંધક બનાવવામાં આવ્યા છે અને દુબઈમાં પોતાની સ્કૂલિંગ મિસ કરી રહ્યા છે."

નવાઝ પોતાની પત્ની આલિયાને દર મહિને આપતા હતા 10 લાખ 
નવાઝે પોતાના નિવેદમાં એ પણ ખુલાસો કર્યો છે કે તે આલિયાના દર મહિને 10 લાખ રૂપિયા આપતા હતા અને તે ફક્ત તેમને બ્લેકમેલ કરવા માટે બધુ કરી રહ્યા છે. 

તેમણે કહ્યું, "સરેરાશ છેલ્લા 2 વર્ષથી લગભગ 10 લાખ પ્રતિ મહિના અને મારા બાળકોની સાથે દુબઈ જવાથી પહેલા 5થી 7 લાખ રૂપિયા પ્રતિ મહિનાની ચુકવણી કરી છે. જેમાં સ્કૂલની ફી, મેડિકલ, ટ્રાવેલ અને બીજા ખર્ચા શામેલ નથી. "

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ