ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / hyderabad himanta biswa sarma mike dismantle by man

હૈદરાબાદ / આસામના CM ની સુરક્ષામાં મોટી ચૂક, મંચ પર ભાષણ આપતી વખતે એક શખ્સે માઈક છીનવી લીધું

Published By: Pravin

Last Updated: 07:17 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદમાં એક રેલી દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા સાથે તોછડાઈ ભર્યું વર્તન થયું છે.

ADVERTISEMENT

  • હૈદરાબાદમાં આસામના સીએમની હાજરમાં સુરક્ષામાં ચૂક
  • મંચ પર ભાષણ આપતી વખતે એક શખ્સે માઈક છીનવી લીધું
  • આ શખ્સ ટીઆરએસનો નેતા હોવાનો દાવો

મુખ્યમંત્રી સરમાના કાર્યક્રમમાં એક શખ્સે મંચ પર આવીને સીએમ સરમાની સાથે ગેરવર્તન કર્યું હતું. તેમની બાજૂમાં બોલી રહેલા નેતા પાસેથી માઈક છીનવી લીધું હતુ અને માઈક પકડીને મરડી નાખ્યું હતું. બાદમાં તેણે સીએમ સરમાને કંઈક કહેવા માટેનો પ્રયત્ન કરી રહ્યો હતો.જો કે આટલી વારમાં ત્યાં હાજર લોકોએ આ શખ્સને મંચ પરથી નીચે ઉતારી દીધો હતો. કહેવાય છે કે, જે શખ્સે આવું કર્યું હતું તેનું નામ નંદ કિશોર હોવાનું કહેવાય છે અને હાલમાં તે ટીઆરએસનો નેતા છે. 

આસામના સીએમ સરમા ગણેશ મૂર્તિ વિસર્જન કાર્યક્રમમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચ્યા હતા. ગણેશ વિસર્જન દરમિયાન તેઓ ભક્તોને સંબોધન કરતા રાજકીય ભાષણ શરુ કરી દીધું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, તેલંગણામાં એક જ પરિવારનું ભલુ થઈ રહ્યું છે. રાજ્યના તમામ લોકોનુું ભલું થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ. મુખ્યમંત્રી સરમાએ હૈદરાબાદના જૂના શહેરમાં ચારમીનારથી અડીને આવેલા ભાગ્યલક્ષ્મી મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. 

મંચ પર ચડીને સીએમ સરમા સામે કર્યું ગેરવર્તન

આસામના મુખ્યમંત્રી મોઝમઝહિ માર્કેટ પાસે ગણેશ વિસર્જનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેમના પહોંચવા પહેલા કથિત રીતે ભાજપના કાર્યકર્તાઓએ ટીઆરએસના નેતાઓની ફ્લેક્સી અને બેનરો ફાડી નાખ્યા હાત. જેનાથી ટીઆરએસના કાર્યકર્તાઓ નારાજ થયા હતા. મોઝમઝહિ માર્કેટ પાસે ગણેશ વિસર્જન દરમિયાન ભાગ્યનગર ગણેશ ઉત્સવ સમિતિના આયોજક ભગવંત રાવ ભાષણ આપી રહ્યા હતા. ત્યારે એક ટીઆરએસના સ્થાનિક નેતા નંદ કિશાર સ્ટેજ પર આવીને તેમનું માઈક છીનવી લીધું હતું. તે સમયે તેમની બાજૂમાં સીએમ સરમા પણ ઊભા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Himanta Biswa Sarma Hyderabad viral video હૈદરાબાદ Hyderabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ