ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Hrithik Remembers Krrish When Fan Asked Question About Smoking Cigarette In Front Of son

VIRAL / યૂઝરે પૂછ્યુ કે, બાળકોની સાથે સિગરેટ પી રહ્યો છે? રિતિકે આપ્યો એવો જવાબ કે બોલતી થઇ બંધ

Published By: Juhi

Last Updated: 05:42 PM, 27 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટર રિતિક રોશન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. જ્યારેથી રિતિક રોશનની એક્સ વાઇફ સુઝૈન ખાન રિતિકના ઘરે રહેવામાં આવી છે ત્યારથી સોશ્યલ મીડિયા પર આ એક્સ હસબન્ડ વાઇફને લઇને સતત ચર્ચા થઇ રહી છે. સુઝૈન તાજેતરમાં જ વીડિયો કવિતા પોસ્ટ કરી છે જેમાં રિતિક બંને બાળકો હ્રેહાન એની હ્રિદાન સાથે જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

વાયરલ થયેલા આ ફોટોમાં બંને બાળકો પિતા રિતિકની સાથે બાલ્કનીમાં ઉભા છે. આ ફોટોમાં એક સોશ્યલ મીડિયા યૂઝરે કંઇક એવું નોટિસ કર્યુ જે પછી તેમણે રિતિકને સવાલ કરી દીધો. રિતિકે પણ યૂઝરનો એવો જવાબ આપ્યો કે તેમની બોલતી બંધ થઇ ગઇ. 

 

વાસ્તવમાં એક સોશ્યલ મીડિયા યૂઝરે પોતાના ફોટોમાં રિતિકના હાથનાં સિગરેટ જોઇ લીધી. જે પછી યૂઝરે રિતિકને પૂછ્યુ કે, ''શું રિતિકના હાથમાં સિગરેટ છે કે કંઇ ખોટું જોઇ રહી છું? આશા છે કે, આવું ના હોય કેમકે હું ખોટું અનુભવીશ.'' જોકે યૂઝરના આ સવાલને જવાબ આપતા રિતિકે કહ્યુ કે, ''હું નૉન સ્મોકર છું. જો હું ક્રિશ હોત તો સૌથી પહેલા આ વાયરસને ખત્મ કરી દેત અને પછી આ ગ્રહ પરની છેલ્લી સિગરેટને નષ્ક કરી દેત.''

 

રિતિકનો આ જવાબ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેના વખાણ કરી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે લૉકડાઉનમાં બાળકોનું ધ્યાન રાખવા માટે સુઝૈન પતિના ઘરે રહેવા આવી છે જેથી તેઓ સાથે મળીને બાળકોની કાળજી રાખી શકે. રિતિક રોશન અને સુઝૈન ખાને 2014માં ડિવોર્સ લઇ લીધા હતા. તેમ છતાં બંને મિત્રોની જેમ રહે છે. તેમના બંને દીકરાની કસ્ટડી બંનેએ અડધી અડધી શૅર કરી છે. રિતિકે તેની પત્નીના ઘરે આવી સાથે રહેવાના નિર્ણયને વધાવી આભાર માન્યો હતો કે, તે હંમેશાં મને સપોર્ટ કર્યો છે.

રિતિક અને સુઝૈનના લગ્ન 20 ડિસેમ્બરના રોજ 2000માં થયાં હતાં. 13 વર્ષ બાદ તેઓ 2013માં છૂટાં પડ્યાં. 2014માં ડિવોર્સની પ્રોસેસ પૂરી થઇ હતી. ડિવોર્સ બાદ બંને બાળકો વારાફરતી માતા પિતા સાથે રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Hrithik Roshan Social Media Sussanne khan viral Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ