બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / how vasundhara raje gets hope with two opponents lost in rajasthan elections
Hiralal
Last Updated: 04:48 PM, 4 December 2023
ADVERTISEMENT
ભાજપની ભવ્ય જીત બાદ રાજસ્થાનના સીએમ તરીકે વસુંધરા રાજે આવી શકે છે કારણ કે તેમના 30થી વધુ સમર્થક ધારાસભ્યો ચૂંટાઈ આવ્યાં છે અને તેથી તેમની દાવેદારી પ્રબળ બની શકે છે. સમર્થક ધારાસભ્યોએ રાજે માટે સીએમનું પદ માગ્યું છે. ભાજપ હાઈ કમાન્ડ માટે રાજેને સીએમ બનાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે જોકે ન કરે તો બળવાની સંભાવના નકારી ન શકાય.
વસુંધરા રાજેને સીએમ બનવું જોઈએ-ભાજપના ધારાસભ્ય બહાદુર સિંહ
ચૂંટણી પરિણામો બાદ આજે વસુંધરા રાજેના નિવાસસ્થાને તેમના સમર્થક ધારાસભ્યોની બેઠક મળી હતી જેમાં 20થી વધુ ધારાસભ્યો હાજર રહ્યાં હતા. ભાજપના ધારાસભ્ય બહાદુર સિંહ કોલીએ જયપુરમાં વસુંધરા રાજેના નિવાસસ્થાનની અંદર જઈને કહ્યું કે વસુંધરા રાજેને સીએમ બનવું જોઈએ. પરંતુ તેમણે કહ્યું કે તેઓ પાર્ટીના નિર્ણયની સાથે છે.
ADVERTISEMENT
સીએમ પદના બીજા દાવેદાર બાલકનાથના દિલ્હી ધામા
સીએમ પદના બીજા દાવેદાર મનાતા બાલકનાથ દિલ્હી આવી ગયા છે. બાલકનાથને રાજસ્થાનના યોગી ગણવામાં આવે છે અને તેઓ પણ સીએમ પદના પ્રબળ દાવેદાર છે. રાજસ્થાનમાં રાજે અથવા બાલકનાથ બેમાંથી કોઈ એક સીએમ બની શકે છે જોકે હાઈ કમાન્ડ છેલ્લી ઘડીએ ચોંકાવી પણ શકે છે.
પ્રહલાદ જોશી અમિત શાહને મળ્યાં
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના ભાજપના પ્રભારી પ્રહલાદ જોશી સંસદ ભવન ખાતે ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં હતા.
હવે શું થશે
આજે મોડી સાંજે કે આવતીકાલે ભાજપ રાજસ્થાનમાં નિરિક્ષકો મોકલશે અને ધારાસભ્ય પક્ષની બેઠકની તારીખ નક્કી કરવામાં આવશે જેમાં ધારાસભ્ય દળના નેતાની વરણી થશે અને પછી તેમનું નામ સીએમ તરીકે જાહેર કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.