બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / how to quit drinking alcohol these 5 easy ways will helpful quitting alcohol

લાઇફસ્ટાઇલ ટિપ્સ / શું તમે છો દારૂની લતથી પરેશાન? તો ચિંતા ન કરો, આજથી જ અપનાવો આ 5 રામબાણ ઇલાજ!

Premal

Last Updated: 02:26 PM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારૂનુ સેવન સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક હોય છે. દારૂના કારણે લાખો લોકોના જીવન બરબાદ થાય છે. ઘણા લોકો ઈચ્છીને પણ દારૂનુ સેવન બંધ કરી શકતા નથી. આવો જાણીએ અમુક એવી સરળ રીત જે દારૂને બંધ કરવામાં તમને માનસિક રીતે મજબૂત કરશે.

  • દારૂનુ સેવન સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક
  • જાણો આ સરળ રીત, દારૂ બંધ કરાવવામાં થશે મદદરૂપ
  • જે તમને માનસિક રીતે મજબૂત કરશે

દારૂ છોડવા માટે દ્રઢ ઈચ્છાશક્તિ ખૂબ મહત્વપૂર્ણ 

દરેક નવા વર્ષે અથવા કોઈ ખાસ પ્રસંગે દારૂ પીતા ઘણા લોકો સંકલ્પ લે છે કે તેઓ દારૂનુ સેવન બંધ કરી દેશે. પરંતુ આ તેમના માટે મુશ્કેલ હોય છે. જોવામાં આવે છે કે સંકલ્પ લેવાના થોડા દિવસ બાદ તેઓ ફરીથી દારૂનુ સેવન શરૂ કરી દે છે. દારૂ છોડવાના જ્યાં ઘણા મેડિકલ ઉપાય છે, તો તેના માટે દ્રઢ ઈચ્છાશક્તિ ખૂબ મહત્વપૂર્ણ છે. 

કારણ જાણો: જો તમે દારૂ છોડવા માંગો છો તો જરૂરી છે કે સૌથી પહેલા તેને છોડવાનુ કારણ જાણો. તમે જાણો કે તમારે દારૂ કેમ છોડવી જોઈએ. જો તમે વિચારશો કે હું કાલથી દારૂ છોડી દઈશ તો આ સરળ નથી. પરંતુ જો તમે કારણ જાણી લીધુ તો આ કારણથી હું દારૂ બંધ કરી દઈશ તો આ શક્ય છે. જેમકે જો તમને લાગે કે દારૂના કારણે તમારો પરિવાર વિખેરાઈ ગયો છે, તમે ગંભીર બિમારીના શિકાર થવાના છો, જેના કારણે તમે માન-સન્માન બધુ ગુમાવી ચૂક્યા છો તો પછી તમે દારૂ છોડવા માટે માનસિક રીતે મજબૂત થઇ શકશો. તેથી જરૂરી છે કે પહેલા કારણ જાણો અને લક્ષ્યને નક્કી કરો. 

સ્માર્ટ લક્ષ્ય નક્કી કરો: તમે બધા સ્માર્ટ વર્ક અંગે તો જાણતા હશો. દારૂ છોડવા માટે પણ તમારે સ્માર્ટ લક્ષ્ય નક્કી કરવુ પડશે. એક વખત જો તમે લક્ષ્યોને નક્કી કરી તેમને પૂરા કરી લેશે તો પછી દારૂ છોડવુ તમારા માટે સરળ થઇ જશે. દારૂ છોડવા માટે તમે શરૂઆતમાં નાના-નાના લક્ષ્ય નક્કી કરો. જેમકે અઠવાડિયામાં ત્રણ દિવસ પીવામાં કટોતી કરવી. આ રીતે ધીરે-ધીરે પીવામાં ઘટાડો દિવસે-દિવસે વધારતા જાઓ, જ્યાં સુધી તમે પોતાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચતા નથી. આ ઉપરાંત દારૂની માત્રાને સતત ઘટાડતા જાવો. 

પોતાના લક્ષ્યોને બીજા સાથે શેર કરો: વિશેષજ્ઞોનુ માનવુ છે કે પોતાના લક્ષ્યોને મિત્ર, પરિવાર અથવા કોઈ શુભચિંતકની સાથે શેર કરવાથી તેને પ્રાપ્ત કરવામાં સફળતા મળે છે. તેથી તમે પણ દારૂ છોડવાના પોતાના લક્ષ્યોને પોતાના શુભ ચિંતકો સાથે શેર કરો. જેનાથી તમને દારૂ છોડવામાં સરળતા રહેશે. 

દારૂની જગ્યાએ મનપસંદ પીણુ પીવો: લોકો લગ્ન સમારોહ અથવા મિત્રોની સાથે પાર્ટીમાં વારંવાર દારૂનુ સેવન કરે છે. એવામાં તમે પણ મિત્રોની સાથે પાર્ટીમાં દારૂ પીવાનુ મન કરી શકો છો. એ સમયે તમે દારૂની જગ્યાએ પોતાનુ કોઈ મનપસંદ પીણુ પીવો. આ તમને દારૂનુ સેવન બંધ કરાવવામાં મદદ કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ