બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / આરોગ્ય / how to get rid of obesity naturally home remedies to reduce belly fat quickly

હેલ્થ ટિપ્સ / મોટાપાથી છો પરેશાન? તો આજથી જ ડાયટમાં ખાવાનું શરૂ કરો આ 5 ફ્રૂટ્સ, ચરબી સટાસટ ઓગળી જશે

Manisha Jogi

Last Updated: 09:33 AM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક વાર લોકો બજારમાં મળતા વેઈટ લોસ સપ્લીમેંટ્સનું સેવન કરે છે, જેના કારણે તેમને નુકસાન થાય છે. જો તમારી પાસે કસરત કરવાનો સમય નથી, તો ખાવા પીવાની વસ્તુથી વજન ઓછું થઈ શકે છે.

  • એક જ સ્થળે બેસી રહેવાથી લોકો મેદસ્વીતાનો શિકાર થઈ રહ્યા છે
  • કેટલાક ફળોનું નિયમિતરૂપે સેવન કરવાથી મેદસ્વીતાથી છુટકારો મળી શકે છે
  • કસરત કરવાનો સમય નથી, તો ખાવા પીવાની વસ્તુથી વજન ઓછું થઈ શકે છે

આજના સમયમાં લોકો કામના ચક્કરમાં આરોગ્યનું ધ્યાન રાખી શકતા નથી. આ કારણોસર લોકોનું વજન વધી જાય છે અને પેટમાં વધુ પડતી ચરબી જમા થવા લાગે છે. કલાકો સુધી એક જ સ્થળે બેસી રહેવાથી લોકો મેદસ્વીતાનો શિકાર થઈ રહ્યા છે. શરીરનું વજન વધી જાય તો સરળતાથી ઓછું કરી શકાતું નથી. અનેક વાર લોકો બજારમાં મળતા વેઈટ લોસ સપ્લીમેંટ્સનું સેવન કરે છે, જેના કારણે તેમને નુકસાન થાય છે. જો તમારી પાસે કસરત કરવાનો સમય નથી, તો ખાવા પીવાની વસ્તુથી વજન ઓછું થઈ શકે છે. કેટલાક ફળોનું નિયમિતરૂપે સેવન કરવાથી મેદસ્વીતાથી છુટકારો મળી શકે છે. અહીંયા અમે તમને વજન અને પેટની ચરબી ઓછા કરતા ફળો વિશે જણાવી રહ્યા છીએ. 

વજન ઓછું કરતા ફ્રૂટ
કીવી- કીવી એક સ્વાદિષ્ટ ફળ છે, ડેંગ્યૂના ઈલાજ માટે આ ફ્રૂટને ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. વજન ઓછું કરવા માટે આ ફળ ખૂબ જ લાભકારી છે. કીવીમાં ભરપૂર માત્રામાં વિટામીન સી, વિટામીન કે, ફોલેટ અને ફાઈબર હોય છે, જે ઝડપથી વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે. 12 સપ્તાહ સુધી દરરોજ 2 કીવી ખાવાથી કમર પરની ચરબી 1.2 ઈંચ સુધી ઓછી થઈ શકે છે. 

એવોકાડો- એવોકાડોનું સેવન કરવાથી અનેક પ્રકારની આરોગ્યની સમસ્યાથી રાહત મળી શકે છે. એવોકાડોમાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો હોય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. વજન ઓછું કરવા માટે આ ફળને લાભદાયી માનવામાં આવે છે. એવોકાડોમાં કેલરી અને ફેટ વધુ હોવાથી વજન ઓછું કરવામાં મદદગાર સાબિત થાય છે. એવોકાડોનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે અને 12 સપ્તાહ પછી વજનમાં ઘટાડો થાય છે. એવોકાડોનું સેવન કરવાથી કોલસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. 

સફરજન- સફરજનમાં ભરપૂર માત્રામાં ફ્લેવોનોઈડ અને ફાઈબર રહેલા છે, જેનાથી પેટની ચરબી ઓછી થઈ શકે છે. સફરજનમાં ભરપૂર માત્રામાં પેક્ટિન ફાઈબર રહેલું છે, જે વજન ઓછું કરવા માટે લાભદાયી છે. સફરજનનું સેવન કરવાથી ભૂખ વધુ લાગતી નથી, જેથી કેલરી કાઉંટ ઓછા થવા લાગે છે. સફરજનમાં ખૂબ જ ઓછી માત્રામાં કેલરી અને શુગર હોય છે, જે વજન ઓછું કરવા માટે લાભકારી છે. 

જામફળ- જામફળ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. જામફળનું સેવન કરવાથી પેટ ભરેલુ રહે છે. જામફળનો ગ્લાઈસેમિક ઈન્ડેક્ષ ખૂબ જ ઓછો હોય છે, જેથી બ્લડ શુગરમાં વધારો થતો નથી. ડાયાબિટીસના દર્દીઓ ચિંતા કર્યા વગર જામફળનું સેવન કરી શકે છે. જે ઈન્સ્યુલિન સેંસિટિવિટીનો યોગ્ય રાખવામાં મદદ કરે છે. 

બેરીઝ- શરીરની ચરબી ઓછી કરવા માટે સ્ટ્રોબેરી અને રાસબરીને ખૂબ જ અસરદાર માનવામાં આવે છે. બેરીઝમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ્સ હોય છે, જેથી સરળતાથી વજન ઓછું થઈ શકે છે. બેરીઝનું સેવન કરવાથી કોલસ્ટ્રોલ અને બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકાય છે. શરીરનો સોજો ઓછા કરવા માટે બેરીઝ ખૂબ જ ગુણકારી છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ