બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / How to get Personal Loan on Low Credit Score

તમારા કામનું / ક્રેડિટ સ્કોર ખરાબ હોવા છતા મળશે 'પર્સનલ લોન', આ સરળ ઉપાયથી થશે ફાયદો

Arohi

Last Updated: 03:17 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Personal Loan: તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ખરાબ ક્રેડિટ સ્કોર હોવા પર પર્સનલ લોન નથી મળતી. જોકે આ સંપૂર્ણ રીતે સાચુ નથી.

  • પર્સનલ લોન લેવામાં નહીં આવે મુશ્કેલી 
  • ખરાબ ક્રેડિટ સ્કોર હોવા છતાં મળશે પર્સનલ લોન 
  • જાણો આ ઉપાયો વિશે

ઈમરજન્સીમાં પર્સનલ લોન ખૂબ જ કામ આવે છે. પર્સનલ લોન વિશે તમે પણ જરૂર સાંભળ્યું હતું કે ખરાબ ક્રેડિટ સ્કોર હોવા પર આ નથી મળી શકતી. જોકે આ વાત સંપૂર્ણ રીતે સાચી નથી. 

ખૂબ જ જરૂરી છે સારો ક્રેડિટ સ્કોર 
આજે અમે તમને એ ઉપાયો વિશે જણાવીશું જે ક્રેડિટ સ્કોર ખરાબ હોવા પર પણ તમને પર્સનલ લોન અપાવી શકે છે. આગળ વધવા પહેલા તમને એ જરૂર જણાવી લઈએ કે સારો ક્રેડિટ સ્કોર મેઈન્ટેઈન કરવો અને સારી ક્રેડિટ આદત ખૂબ જ જરૂરી છે. હંમેશા પ્રયત્ન કરો કે દેવું લેવાની જરૂર ન પડે. ઈમરજન્સી માટે પહેલાથી જ થોડુ થોડુ જોડીને ફંડ તૈયાર કરો. રહી વાત ક્રેડિટ સ્કોરની તો તે મોટી ભુમિકા નિભાવનાર વસ્તુ છે. 

સારા ક્રેડિટ સ્કોરના ફાયદા 
ક્રેડિટ સ્કોર 300થી 900ની વચ્ચે હોય છે. 750થી ઉપરના ક્રેડિટ સ્કોર સારા માનવામાં આવે છે. 550થી 750ની વચ્ચે સ્કોર ઠીક માનવામાં આવે છે. જ્યારે 550ની વચ્ચેનો સ્કોર ખરાબ માનવામાં આવે છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે તો લોન મળવામાં સરળતા રહેશે. સાથે જ ઓછા વ્યાજદર પર લોન મળવાનો પણ ચાન્સ રહે છે. 

સાબિત કરો દેવુ ચુકવવાની ક્ષમતા 
કોઈ પણ બેંક લોન આપવા માટે ઘણી વાતો પર ધ્યાન લગાવે છે. આ વાતોમાં ક્રેડિટ સ્કોર સૌથી પહેલા જરૂર આવે છે. પરંતુ સ્ટોરી અહીં જ પુરી નથી થતી. લોન આપતી વખતે બેંક એ વસ્તુ ચેક કરે છે કે તમે તેને પરત કરવાની ક્ષમતા રાખો છો કે નહીં. 

ક્રેડિટ સ્કોર આ મૂલ્યાંકનમાં બેંકની મદદ કરે છે. હવે જો કોઈ કારણોથી તમારો ક્રેડિટ સ્કોર ખરાબ છે તો તમારે એ સાબિત કરવાનું રહેશે કે તમે ઈએમઆઈ ચુકવી શકો છો. જો તમે બેંકને એ વાતનો વિશ્વાસ અપાવી દો કે તમારી પાસે નિયમિત આવકનો સ્ત્રોત કે સ્થાયી નોકરી છે તો લોન મળવાના ચાન્સ વધી જાય છે. 

કો-સાઈનર કે ગેરેન્ટરની મદદ 
ખરાબ ક્રેડિટ સ્કોર હોવા પર કો-સાઈનર કે ગેરેન્ટરની મદદથી લોન મેળવી શકાય છે. કો-સાઈનરની મદદથી અરજી કરવા પર બેંક તેના પણ ક્રેડિટ સ્કોર પર ધ્યાન આપે છે. આજ રીતે ગેરેન્ટર રહેવા પર બેંકને ભરોસો રહેશે. 

બેંકની પાસે મુકી દો આ વસ્તુ 
ક્રેડિટ સ્કોર ખરાબ હોવા પર કોઈ સંપત્તિ ગિરવી મુકીને પણ પર્સનલ લોન લઈ શકાય છે. આ પણ એક પ્રકારનું ગેરેન્ટર છે. બસ તેમાં કોઈ વ્યક્તિની નહીં પરંતુ કોઈ એસેટની જરૂર હોય છે. તેનાથી બેંકને ભરોસો રહે છે કે જો તમે દેવું ન ચુકવ્યું તો તે ગિરવે મુકેલી સંપત્તિને વેચીને પોતાનું દેવું વસુલ કરી લેશે. 

નાની લોન માટે અરજી 
જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ છે તો તમે નાની રકમ માટે લોન માટે એપ્લાય કરી શકો છો. ક્રેડિટ સ્કોર ખરાબ હોવા પર લોન એપ્લિકેશન રિજેક્ટ થવાનું વધારે રિસ્ક હોય છે. તમે રકમને નાની કરી દરેક રિસ્કને ઓછુ કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ