બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / how to generate instant pan using aadhaar number check step by step process of epan card downloding

તમારા કામનું / PANCARD ખોવાઇ કે તૂટી ગયું? તો ગભરાશો નહીં, 10 જ મિનિટમાં ફટાફટ આ રીતે કરો ડાઉનલોડ, એ પણ વગર પૈસે

Manisha Jogi

Last Updated: 03:49 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધારા કાર્ડની જેમ પાનકાર્ડ પણ એક પ્રકારનું આઈડી પ્રૂફ છે. જરૂરી ડોક્યુમેન્ટ ખોવાઈ જાય અથવા તૂટી જાય તો ગભરાવાની જરૂર નથી. ઘરે બેઠા 10 મિનિટમાં જ પાનકાર્ડ મેળવી શકો છો.

  • પાનકાર્ડ પણ એક પ્રકારનું આઈડી પ્રૂફ
  • પાનકાર્ડ ખોવાઈ જાય તો ગભરાવાની જરૂર નથી
  • ઘરે બેઠા 10 મિનિટમાં જ પાનકાર્ડ મેળવો

બેન્કમાં એકાઉન્ટ ખોલાવવાનું હોય કે, સંપત્તિ ખરીદવાની હોય. તમામ નાણાંકીય કામ માટે પાનકાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. આધારા કાર્ડની જેમ પાનકાર્ડ પણ એક પ્રકારનું આઈડી પ્રૂફ છે. જરૂરી ડોક્યુમેન્ટ ખોવાઈ જાય અથવા તૂટી જાય તો ગભરાવાની જરૂર નથી અને વારંવાર ધક્કા ખાવાની જરૂરી નથી. તમે ઘરે બેઠા 10 મિનિટમાં જ પાનકાર્ડ મેળવી શકો છો, તે માટેની પ્રોસેસ ખૂબ જ સરળ છે અને પૈસા પણ ખર્ચવાના નહીં રહે. 

ઓફલાઈન પ્રોસેસમાં વધુ સમય લાગે છે
ઓફલાઈન પ્રોસેસમાં વધુ સમય લાગતો હોવાથી લોકોને રાહત આપવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. ઓફલાઈન પાનકાર્ડ માટે અરજી કરવાના સમયમાં, વેરિફિકેશન સહિત અન્ય પ્રોસેસમાં બે સપ્તાહનો સમય લાગે છે. 

આધાર કાર્ડની મદદથી પાનકાર્ડ મળી શકે છે
પાનકાર્ડ ખોવાઈ જાય તો ઈ-પાનકાર્ડ મેળવવા માટે E-PAN Service શરૂ કરવામાં આવી છે. ઈ-પાનકાર્ડ મેળવવા માટે તમારી પાસે આધાર નંબર હોવો જરૂરી છે. આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક હોય તે જરૂરી છે. 

E-PAN Service કેવી રીતે કામ કરે છે
E-PAN એક ડિજિટલી સિગ્નેચર કાર્ડ હોય છે, જે આધાર ઈ-કેવાયસી (Aadhaar E-KYC) જાણકારીના વેરિફિકેશન પછી જાહેર કરવામાં આવે છે. ઈ-પાન મેળવવા માટે આધાર કાર્ડમાં જે પણ નામ, જન્મતારીખ, લિંગની જાણકારી આપી છે, તે યોગ્ય હોવી જોઈએ. ઈ-પાનકાર્ડ અને આધાર કાર્ડની જાણકારી મેચ થવી જોઈએ. વેરિફિકેશન પછી આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર OTP આવે છે, તે એન્ટર કર્યા પછી પ્રોસેસ પૂર્ણ કરવામાં આવે છે. 

E-PAN માટેની પ્રોસેસ

  • આવકવેરા વિભાગના પોર્ટલ https://www.incometax.gov.in/iec/foportal/ પર લોગિન કરો. 
  • હવે હોમપેજ પર ઈન્સ્ટન્ટ ઈ-પાન ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે E-PAN પેજ પર click Get New e-PAN સિલેક્ટ કરો. 
  • ન્યૂ E-PAN પેજ પર આધાર નંબર એન્ટર કર્યા પછી કન્ફર્મ ચેકબોક્સ પર ક્લિક કરો. 
  • OTP વેલિડેશન પેજ પર Agree પર ક્લિક કરોય 
  • આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબરમાં 6 આંકડાનો OTP આવશે, તે એન્ટર કરો. 
  • UIDAI ની સાથે આધાર કાર્ડની જાણકારી વેરિફાય કરવા માટે ચેકબોક્સ પર ક્લિક કરો. 
  • વેલિડેશન આધાર ડિટેઈલ પેજ પર Agree પર ક્લિક કરો. 
  • હવે મોબાઈલ નંબર પર સક્સેસફુલનો મેસેજ આવશે. તેમાં જે પણ એક્નોલેજમેન્ટ આઈડી આપ્યું છે, તે નોટ કરી લો. 

E-PAN ડાઉનલોડ પ્રોસેસ

  • યૂઝર આઈડી અને પાસવર્ડથી e-Filing portal પર લોગિન કરો. 
  • ડેશબોર્ડ પર સર્વિસ E-PAN ડાઉનલોડ પર ક્લિક કરો, હવે 12 આંકડાનો આધાર નંબર એન્ટર કરો. 
  • મોબાઈલ પર OTP આવશે, તે એન્ટર કરો.
  • હવે તમે પાનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને તેનો ઉપયોગ પણ કરી શકો છો. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ