બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:41 PM, 13 May 2023
ADVERTISEMENT
તમારી આવક કરતા વધુ લોન લેવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો અને તમારી આવક પર કેટલી લોન લેવી જોઈએ, તેની ગણતરી કરી શકતા નથી, તો તે અંગે અહીંયા અમે તમને જાણકારી આપી રહ્યા છીએ. કેટલી લોન લેવી જોઈએ તે અહીંયા સરળતાથી સમજાવવામાં આવ્યું છે.
હોમ લોન માટે આવક મુખ્ય ફેક્ટર છે
તમને કેટલી લોન મળશે, તે તમારી આવક અથવા પગાર પર ડિપેન્ડ કરે છે. તમારી જેટલી વધુ ઈન્કમ હશે, તેટલી જ હોમ લોનની એમાઉન્ટ મળશે. બેન્ક તરફથી જે પણ લોન લોન આપવામાં આવે તે લોન એમાઉન્ટની સરખામણી કરીને મહત્તમ લોન એમાઉન્ટ લઈ શકાય છે.
ADVERTISEMENT
કેટલા પગાર પર કેટલી લોન મળશે
નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, રેપોરેટમાં છઠ્ઠી વાર વધારો થયો છે અને તમે હોમ લોન લેવા જઈ રહ્યા છો, તો ભલે તમારો પગાર વધારે હોય પરંતુ, તમારે જરૂર હોય તેટલી જ લોન લેવી જોઈએ. પગારદાર કર્મચારીઓને 10 લાખ એમાઉન્ટ પર મહત્તમ 60 લાખ સુધી લોન લઈ શકાય છે. સેલ્ફ કર્મચારીઓ 15 લાખ રૂપિયાથી 45 લાખ રૂપિયા સુધી હોમ લોન લઈ શકાય છે.
હોમ લોનમાં ઉંમરની મહત્ત્વપૂર્ણ ભૂમિકા
હોમ લોન લેતા સમયે ઉંમર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઓછી ઉંમરે લોવ લેવામાં આવે તો બેન્ક તમારા પર વધુ વિશ્વાસ રાખે છે અને લોન પણ જલ્દી એપ્રૂવ થાય થે, હોમ લોન વધુ ઉંમરે લેવામાં આવે તો લોન એમાઉન્ટ ઓછી થઈ જાય છે અને ટેન્યોર પણ ઓછો થઈ જાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુ માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.