બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / How is the value of the rupee determined against the dollar? Learn all the math

બિઝનેસ / ડૉલર સામે રૂપિયાની કિંમત કેવી રીતે નક્કી થાય છે? જાણો આખું ગણિત

Dinesh

Last Updated: 05:52 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rupee price against dollar: એક સમય એવો પણ હતો, જ્યારે 1 ડૉલર બરાબર 3.3 રૂપિયા થતા હતા. જો કે, આ વાત તો 1947ની છે. પરંતુ 1985માં 1 ડૉલર સામે રૂપિયો ગગડીને 12.38ની સપાટીએ પહોંચ્યો હતો

તમે વારંવાર એવા સમાચાર સાંભળ્યા કે વાંચ્યા હશે કે ડૉલર સામે રૂપિયો ગગડ્યો, ડૉલર સામે રૂપિયો સૌથી નીચલી સપાટીએ. 1 ડૉલર સામે 80 રૂપિયા વગરે વગેરે. તો, તમને એ સવાલ પણ થયો જ હશે કે આખરે ડૉલર સામે આ રૂપિયાની કિંમત એવું કોણ નક્કી કરે છે કે રૂપિયો સતત ગગડી જ રહ્યો છે? કેમ રૂપિયાનો ભાવ ડૉલર જેટલો નથી? તો તમારા આ બધા જ સવાલોના જવાબ અમે તમને આ આર્ટિકલમાં આપવાનો પ્રયત્ન કરીશું. 

ફરી ડોલર સામે રેકૉર્ડબ્રેક રીતે ગગડ્યો રૂપિયો, ઑલ-ટાઈમ નીચલા સ્તરે જતાં  અર્થતંત્રને ઝટકો | indian rupee fall to all time low compare to dollar

સૌથી પહેલા તો જાણી લો કે 1 ડૉલર સામે રૂપિયાની આટલી ઓછી કિંમત પહેલેથી નથી. એક સમય એવો પણ હતો, જ્યારે 1 ડૉલર બરાબર 3.3 રૂપિયા થતા હતા. જો કે, આ વાત તો 1947ની છે. પરંતુ 1985માં 1 ડૉલર સામે રૂપિયો ગગડીને 12.38ની સપાટીએ પહોંચ્યો હતો, જે 1995માં 34.42એ પહોંચ્યો અને પછી ગગડતો જ રહ્યો. 

કોણ નક્કી કરે છે રૂપિયાની કિંમત?

તો હવે આપણે બેઝિક સવાલનો જવાબ મેળવીએ કે આખરે રૂપિયાની કિંમત ડૉલર સામે નક્કી કોણ કરે છે? આ સવાલનો સીધો અને સરળ જવાબ એ છે કે રૂપિયાની કિંમત કોઈ એક વ્યક્તિ નક્કી નથી કરતું. પરંતુ માર્કેટમાં થતી ચ઼-ઉતર, દેશનું વિદેશી નાણા ભંડોળ, દેશની અર્થવ્યવસ્થા સહિતના મુદ્દાઓની અસર રૂપિયાના ભાવ પર પડે છે. સરળ શબ્દોમાં કહીએ તો રૂપિયાની કિંમત તેના ખરીદ-વેચાણ પર આધાર રાખે છે. એટલે કે જો રૂપિયાની માંગ વધારે છે, તો ડૉલરની સરખામણીએ તેની કિંમત પણ વધારે હશે. પરંતુ જો રૂપિયાની માંગ ઓછ હશે, તો ડૉલરની સરખામણીએ તેની કિંમત પણ ઓછી રહેશે.

ડોલરને ટક્કર આપવા ભારતીય રૂપિયો તૈયાર, Rupeeમાં કારોબાર માટે આટલા દેશોએ  બનાવ્યું મન, જુઓ શું થશે ફાયદો I Indian rupee will soon become the  international currency, might beat ...

આ રીતે નક્કી થાય છે રૂપિયાની કિંમત

જો તમે વિદેશમાં ફરવા જાવ છો, તો તમારે રૂપિયાને ત્યાંની કરન્સીમાં બદલવો પડે છે. એવી જ રીતે જો કોઈ ભારતીય કંપની બીજા દેશમાં ધંધો શરૂ કરે છે, તો તેમણે ત્યાં ડૉલરમાં કામ કરવું પડેશે. એટલે તેમણે રૂપિયા બદલીને ડૉલર લેવા પડશે. જો કોઈ કંપની ભારતમાં ધંધો કરવા આવે છે, તો તેમણે અહીં બધું ઈન્વેસ્ટમેન્ટ, કર્મચારીઓનો પગાર રૂપિયામાં કરવો પડશે. એટલે તેમણે ડૉલરને રૂપિયામાં બદલવા પડશે. આ રીતે ડૉલર કે અન્ય કરન્સીની રૂપિયા સાથે લેવડ દેવડ થાય છે. આ પ્રકારની લેવડ દેવડ કેટલા પ્રમાણમાં થાય છે કેટલા ડૉલર સામે કેટલા રૂપિયા કન્વર્ટ થાય છે, તે રૂપિયાની ડૉલર સામેની કિંમત પર અસર કરે છે.

 વાંચવા જેવું:  'રોહન ગુપ્તાએ લીક કરી દીધી આ ગુપ્ત માહિતી', મનીષ દોશીનો મોટો આરોપ

શું કરે છે રિઝર્વ બેન્ક?

આ આખી પ્રક્રિયાને સરળ બનાવવા માટે બેન્ક પોતાની પાસે વિદેશી નાણા ભંડાર રાખે છે, જેથી તેઓ કોઈને પણ કરન્સી બદલી આપી શકે. પરંતુ બેન્ક કેટલું વિદેશી નાણું રાખશે તે રિઝર્વ બેન્ક નક્કી કરે છે. જેથી અર્થવ્યવસ્થા પર અસર ન પડે. સરવાળે કહીએ તો વિદેશથી થતી વસ્તુઓની આયાત, વિદેશ ફરવા જતા ભારતીયો, કે વિદેશમાં ભારતીય વસ્તુઓની માંગની સીધી અસર ડૉલર સામે રૂપિયાની કિંમત પર પડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ