ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / How He Not Selected In Delhi Team Then He Cried Till 3 Am

ખુલાસો / સ્ટેટ ટીમમાં જ રિજેક્ટ થઇ ગયો હતો કોહલી, આખી રાત રડ્યો

Published By: Juhi

Last Updated: 09:57 PM, 22 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરમાં 9889 રન, 43 વનડે સેન્ચુરી, 7000 થી વધારે ટેસ્ટ રન અને T20 ઇન્ટરનેશનલમાં 24 હાફ સેન્ચુરી, હજુ વધુ રેકોર્ડની રાહ... ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે આ સફર સરળ ના હતી, તેણે ક્યારેય ઘરેલૂ ક્રિકેટમાં સિલેક્ટ નહતો કરવામાં આવ્યો, જે પછી તે ખૂબ જ રડ્યો અને પછી પોતાની જાતને તૈયાર કરી દીધો.

ADVERTISEMENT

  • વિરાટ કોહલીને જ્યારે દિલ્હી ઘરેલૂ ટીમમાં સિલેક્ટ કરવામાં ના આવ્યો ત્યારે તે ખૂબ જ નિરાશ થઇ ગયો હતો
  • વિરાટે કહ્યુ કે, સવારે લગભગ 3 વાગ્યા સુધી રડ્યો અને વિશ્વાસ ન હતો થઇ રહ્યો કે આ શું થયુ
  • વીડિયો સેશનમાં વિરાટે કહ્યુ કે, અનુષ્કાને મળ્યા પછી મારા સ્વભાવમાં ઘણો બદલાવ આવ્યો
  • ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરમાં વિરાટ કોહલીએ અત્યાર સુધી 9489 રન કર્યા

31 વર્ષનો વિરાટ કોહલીએ 2006 માં દિલ્હી માટે ડેબ્યૂ કર્યુ હતુ, તેણે પત્ની અનુષ્કા શર્માને સાથે એક વીડિયો સેશનમાં જણાવ્યુ કે, સ્ટેટ ટીમના એક વખત પણ સિલેક્ટ ન હતો જેથી નિરાશ થઇ ગયો. 

કોહલીએ કહ્યું, 'સ્ટેટ ટીમમાં પસંદગી દરમિયાન મને પહેલીવાર રિજેક્ટ કરવામાં આવ્યો હતો. મને યાદ છે, પછી હું આખી રાત રડતો રહ્યો. હું એકદમ નિરાશ હતો અને રડતાં રડતાં રાતના ત્રણ વાગી ગયા હતા. મને મારી જાત પર વિશ્વાસ નહોતો કે હું રિજેક્ટ થઈ ગયો" કોહલીએ 2006 માં હોમ ટીમ દિલ્હીથી શરૂઆત કરી હતી. 2 વર્ષ બાદ તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી. તેણે શ્રીલંકા સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું.

ભારતીય કેપ્ટને કહ્યું કે, મેં તમામ મેચોમાં સારો દેખાવ કર્યો હતો. બધું બરાબર ચાલતું હતું. લોકો પણ મારા પ્રદર્શનથી ખુશ હતા. મેં દરેક સ્તરે સારું પ્રદર્શન કર્યું. આ છતાં હું રિજેક્ટ થઈ ગયો. મેં આ વિશે મારા કોચ સાથે 2 કલાક વાત કરી. મને તે વિશે હજી કઈ ખબર નથી પડી. હું માનું છું કે જ્યાં ધૈર્ય અને પ્રતિબદ્ધતા હોય છે, ત્યાં પ્રેરણા આપમેળે આવે છે અને સફળતા મળે છે. "

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Team India Virat Kohli sports viral Expose

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ