બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ભારત / 'Hospital for Indian workers will be built in Dubai, UAE government has allocated land', PM Modi announced

ઘોષણા / 'દુબઈમાં ભારતીય શ્રમિકો માટે હોસ્પિટલ બનશે, UAE સરકારે જમીન ફાળવી', PM મોદીએ કરી જાહેરાત

Pravin Joshi

Last Updated: 10:20 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'આજે સવારે યુએઈના ઉપરાષ્ટ્રપતિએ દુબઈમાં ભારતીય શ્રમિકો માટે એક હોસ્પિટલ બનાવવા માટે જમીન આપવાની ઘોષણા કરી છે. હું તેમનો હ્રદયથી આભાર માનું છું'

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં મંદિરનું ઉદ્ઘાટન કર્યું
  • ભારત-યુએઈ સંબંધોનું આધ્યાત્મિક પ્રતિબિંબ છે : PM મોદી
  • હોસ્પિટલ બનાવવા માટે જમીન આપવાની જાહેરાત કરી 

વડાપ્રધાન યુએઈની મુલાકાતે છે. વડાપ્રધાને અબુધાબીમાં શાનદાર મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે સાથે તેમણે એક બીજી પણ મોટી જાહેરાત કરી હતી. આજે સવારે યુએઈના  ઉપરાષ્ટ્રપતિએ દુબઈમાં ભારતીય શ્રમિકો માટે એક હોસ્પિટલ બનાવવા માટે જમીન આપવાની ઘોષણા કરી છે. હું તેમનો હ્રદયથી આભાર માનું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અબુધાબીમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે તે ભારત અને અરેબિયાના લોકો વચ્ચેના પરસ્પર પ્રેમનું પ્રતીક છે. તે ભારત-યુએઈ સંબંધોનું આધ્યાત્મિક પ્રતિબિંબ પણ ધરાવે છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. આ મંદિર રાજસ્થાનના ગુલાબી સેંડસ્ટોનમાંથી બનાવવામાં આવ્યું છે. આ મંદિર 27 એકરમાં બનેલું છે અને તેની ઊંચાઈ 108 ફૂટ છે. આ મંદિર તેના સ્થાપત્ય અને તેની ભવ્યતાથી સમગ્ર વિશ્વને આકર્ષિત કરી રહ્યું છે. મંદિરના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ આરતીમાં પણ ભાગ લીધો હતો. 

વધુ વાંચો :  UAEને મળ્યું પ્રથમ હિન્દુ મંદિર, PM મોદીના હસ્તે BAPS મંદિરનું ઉદ્ઘાટન

હોસ્પિટલ બનાવવા માટે જમીન આપવાની જાહેરાત કરી 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે મારા મિત્ર રાષ્ટ્રપતિ ઝાયેદનું વિઝન 'અમે બધા ભાઈઓ છીએ' છે. તેણે અબુધાબીમાં અબ્રાહમ પરિવારનું ઘર બનાવ્યું છે. અબુધાબીમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર વિવિધતામાં એકતાના વિચારને વિસ્તારી રહ્યું છે. આજે હું આ ભવ્ય સ્થળેથી વધુ એક સારા સમાચાર આપવા માંગુ છું. આજે સવારે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રશીદે દુબઈમાં ભારતીય કામદારો માટે હોસ્પિટલ બનાવવા માટે જમીન આપવાની જાહેરાત કરી છે. હું તેમનો અને મારા ભાઈ પ્રમુખ નાહયાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ