બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / horoscope october 2023 negative prediction these zodiac sign should be careful

રાશિફળ / Monthly Horoscope: નોકરી પર સંકટ, અકસ્માતની આશંકા..., ઓક્ટોબરમાં આ 5 રાશિના જાતકોએ રહેવું સાવધાન

Arohi

Last Updated: 11:21 AM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Monthly Horoscope: ઓક્ટોબરનો મહિનો 5 રાશિના જાતકો માટે ખતરો સાબિત થઈ શકે છે. વૃષ, કન્યા સહિત 5 રાશિવાળાના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડી શકે છે તો અમુકને નોકરી અને બિઝનેસમાં મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે.

  • આ 5 રાશિના જાતકો માટે ખતરો છે ઓક્ટોબર
  • નોકરી પર સંકટ સાથે છે અકસ્માતની આશંકા
  • બિઝનેસમાં પણ આવી શકે છે મોટા પડકારો

ઓક્ટોબરનો મહિનો 5 રાશિના જાતકો માટે ખરતારો સાબિત થઈ શકે છે. વૃષભ, કન્યા સહિત 5 રાશિના લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તો અમુક લોકોને નોકરી અને બિઝનેસમાં મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે. બેદરકારીના કારણે નોકરી જવાનો ડર રહશે. 

રસ્તા પર વાહન ધ્યાનથી ન ચલાવવાના કારણે દુર્ઘટનાનો શિકાર થઈ શકો છો. અમુક લોકોના વિરોધી પણ પ્રબળ હોય છે જે તમને મુશ્કેલીમાં મુકી શકે છે. આવો જાણીએ કે ઓક્ટોબર મહિનામાં કઈ 5 રાશિના લોકોને સાવધાન રહેવું જોઈએ અને તેમના પર કઈ નકારાત્મક અસર થઈ શકે છે. 

વૃષભ 
આ મહિનો તમારા માટે ખૂબ જ વ્યસ્ત રહેશે. કામને લઈને તમારે ખૂબ જ દોડાદોડ પહોંચશે. તમને દૂરના વિસ્તારમાં જવાનો મોકો મળશે. જો તમારા અમુક વિરોધી પ્બળ હશે તો તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ કારણે તમે માનસિક રીતે સ્ટ્રેસ અનુભવી શકો છો. 

જો તમે પ્રયત્ન કરશો તો તમને કોઈ સુંદર જગ્યા પર ફરવા જવાની તક મળી શકે છે. બિઝનેસમાં ઉત્તમ સફળતા અને યોગ બનશે અને તમને પ્રોફિટ મળશે. સ્વાસ્થ્ય વિશે જણાવીએ હાલ તમને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. તમને પેટ સાથે જોડાયેલા રોગો પરેશાન કરી શકે છે. માટે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો. 

કન્યા 
આ મહિને તમે સંપૂર્ણ રીતે આત્મવિશ્વાસથી ભરપુર રહેશો અને જીવનના પડકારોનો સામનો કરી શકશો. જોકે તમે ઓવરકોન્ફિડન્ટ પણ થઈ શકો છો. નોકરીયાત લોકો માટે આ સમય દોડધામ વાળો રહેશે. બિઝનેસ કરનારને હાલ થોડુ સંભાળીને રહેવું પડશે. પોતાના કોઈ વિરોધીથી આ સમયે સતર્ક રહો. 

જોકે વિરોધીઓ તમારૂ કંઈ બગાડી તો નહીં શકે પરંતુ તમારી માનસિક ચિંતાઓ વધી શકે છે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમના માટે સારો સમય રહેશે. સ્વાસ્થ્ય અનુસાર જોઈએ તો હાલ તમને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્વાસ્થ્યને નજરઅંદાજ ન કરો. નહીં તો મોટી મુશ્કેલી આવી શકે છે. પોતાના ભોજનનું ધ્યાન રાખો. તાવ કે પેટ સાથે જોડાયેલી મુશ્કેલીઓ થઈ શકે છે. 

ધન 
ઓક્ટોબરનો મહિનો તમારા માટે ઉતાર-ચડાવ વાળો રહેશે. નોકરીમાં ઓવરકોન્ફિડન્ટ રહેવાથી બચો. કોઈ પણ કોન્ટ્રોવર્સીથી દૂર રહો. ક્યારેક તમને અમુક ગુપ્ત રીતે ખર્ચ પણ થશે. સ્વાસ્થ્યની રીતે જોઈએ તો હાલ તમને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. વધારે તેલ મસાલા વાળા ભોજનથી દૂર રહો. 

મકર 
નોકરીયાત લોકો માટે આ સમય થોડો નબળો છે. નોકરીમાં ટ્રાન્સફરના યોગ પણ બની શકે છે. ધ્યાનથી કામ ન કરવાના કારણે નોકરી પણ જઈ શકે છે. માટે થોડી સાવધાની જરૂરી છે. 

જમીન પ્રોપર્ટી સાથે જોડાયેલા કેસમાં તમારૂ ધ્યાન રહેશે અને તમને કોઈ સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્યની રીતે જોઈએ તો આ મહિનો તમારા માટે સારો રહેશે. તમારી દિનચર્યાનું પાલન કરો અને યોગ અને પ્રાણાયામને તેમાં શામેલ કરો. 

કુંભ 
આ મહિને તમને થોડુ સંભાળીને રહેવાની જરૂર છે. નોકરીયાત લોકોને આ બિઝનેસ કરનાર બન્ને ક્ષેત્રના લોકોને પોતાના કામમાં ઈમાનદારી રાખવાની રહેશે નહીં તો ગવર્નમેન્ટ સેક્ટર સાથે કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમના માટે સમય થોડો કમજોર રહેશે.

એવામાં તમને વધારે મહેનત કરવાની જરૂર પડશે. સ્વાસ્થ્યની રીતે જોઈએ તો અત્યારે તમારા સ્વાસ્થ્યમાં ઘટાડો થઈ શકે છે. કોઈ પ્રકારની સર્જરી થવાની સંભાવના બની શકે છે. વાહન ચલાવવામાં પણ સાવધાની રાખવી જોઈએ. નહીં તો માર્ગ અકસ્માત થઈ શકે છે. ભોજનમાં મસાલાનો ઉપયોગ ઓછો કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ