બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શિયાળામાં હોઠ ફાટતા હોય તો અપનાવો આ ઘરેલુ નુસખા, દેખાવા લાગશે ગુલાબી અને મુલાયમ
Last Updated: 07:48 AM, 5 December 2024
ઠંડીની સહજ શરૂઆત થતાં જ એતેની પહેલી અસર આપણા હોઠ પર પડતી હોય છે. શિયાળામાં હોઠ રુક્ષ થઈ જવા કે પછી હોઠમાં ચીરા પડી જાય છે. વાતાવરણમાં મોઈશ્ચરની ખામી થી ત્વચા નિસ્તેજ થઈ જાય છે. તો આ સમસ્યાથી બચવા માટે અમુક ઘરેલુ અને આયુર્વેદિક ઉપાયો છે જે તમને આ શિયાળામાં તમારા હોઠને મુલાયમ અને ગુલાબી રાખવામાં મદદરૂપ થશે.
ADVERTISEMENT

હોઠને ગુલાબી રાખવાના ઘરેલુ ઉપાય.
ADVERTISEMENT
ઘી કે માખણ
ઘી કે માખણ બંને ત્વચા માટે ખૂબ પૌષ્ટિક હોય છે. શિયાળામાં રાતે સૂતા પહેલા થોડું ઘી કે માખણને હોઠ પર લગાવી દો, આ એક કુદરતી મોઈશ્ચરાઇઝર તરીકે કામ કરશે અને હોઠને સોફ્ટ રાખશે.
ADVERTISEMENT
મધ
મધ એક નેચરલ હાયડ્રેટીંગ એજન્ટ છે અને તેમ એન્ટિબેક્ટેરિયલ ગુનો પણ હોય છે. મધને હોઠ પર લગાવીને થોડીવાર પછી ધોઈ લો. તે હોઠને મુલાયમ અને સ્વસ્થ બનાવી રાખશે.
ADVERTISEMENT
નારિયેળ તેલ
નારિયેળ તેલમાં એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિ ઇન્ફ્લેમેટ્રી ગુણ હોય છે જે રુક્ષ અને નિસ્તેજ હોઠને ઠીક કરવામાં મદદરૂપ થાય છે. એટલે શિયાળામાં નારિયેળ તેલનો હોઠ પર ગમે તેટલી વાર લગાવી શકાય છે.
ADVERTISEMENT
એલોવેરા જેલ
એલોવેરા સૂજી ગયેલા હોઠ ને બળતરાને ઓછી કરી છે તેમ ઠંડકનો ગુણ હોય છે જે હોઠને રાહત આપે છે અને હોઠને ફાટતાં અટકાવે છે.
ADVERTISEMENT
પાણી
શિયાળામાં આમતો તરસ ઓછી લાગે છે પણ છતાંય દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું હોઈએ.
આયુર્વેદિક ઉપચાર
તલનું તેલ
આયુર્વેદમાં તલના તેલને ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. તે હોઠોને ઊંડે સુધી પોષણ આપે છે અને ફાટેલી તવચબે રીપેર કયારે છે. તલના તેલને નિયમિત રૂપે હોઠ પર લગાવવાથી રુક્ષ ત્વચામાં રાહત મળે છે.
બદામ તેલ
બદામના તેલમાં વિટામિન ઈ અને એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે હોઠને મુલાયમ બનાવે છે, અને ઠંડીમાં તેનું રક્ષણ કયારે છે. રાતે સૂતા પહેલા બદામનું તેલ લગાવીને સૂવું જોઈએ.
ગુલાબ જળ
ગુલાબ જળ ત્વચાને ઠંડક આપે છે અને તેની નમી બનવી રાખે છે. રૂ ની મદદથી તેણે હોઠ પર લગાવો તે હોઠને હાયડ્રેટ રક્ષે અને હોઠનો સોજો પણ ઓછો કરશે.
લીમડાનું તેલ
લીમડાના તેલમાં એન્ટિ બેક્ટેરીઅલ અને એન્ટિ ફન્ગલ ગુણ હોય છે જે હોઠને ફાટતાં અટકાવે છે અને ફાટેલા હોઠ અને મુલાયમ બનાવે છે.
વધુ વાંચો: પિત્ઝા-બર્ગરના શોખીનો સાવધાન! હાર્ટની બીમારી સહિત કેન્સરનો ખતરો, રિસર્ચમાં ડરામણો ખુલાસો
કપૂર અને સરસિયાનું તેલ
કપૂર અને સરસિયના તેલનું મિશ્રણ કરીને હોઠ [આર લગાવવાથી તે હોઠને આરામ આપે છે. કપૂરની ઠંડકથી હોઠની બળતરા ઓછી થાય છે અને સરસિયાનું તેલ ત્વચાને મુલાયમ બનાવે છે, આ એક અકસીર આયુર્વેદિક ઉપચાર છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.