બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / history of world largest ship jahre viking made by japan dismantled in gujarat

જાણવા જેવું / ટાઈટેનિક પણ જેની આગળ પાણી ભરે, દુનિયાના સૌથી મોટા જહાજે જ્યારે ગુજરાતમાં આવી તોડ્યો દમ, યુદ્ધ પરથી છે નામ

Manisha Jogi

Last Updated: 08:48 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાને વર્ષ 1979માં આવુ જ એક જહાજ બનાવ્યું, જેની લંબાઈ ટાઈટેનિક કરતા પણ ડબલ હતી. આ જહાજે 30 વર્ષ સુધી સમુદ્રમાં પોતાનો દમ બતાવ્યા પછી ભારતના ગુજરાતમાં આવીને દમ તોડ્યો છે.

  • ટાઈટેનિક 882 ફૂટ લાંબુ હતું
  • જાપાને ટાઈટેનિક કરતા પણ લાંબુ જહાજ બનાવ્યું
  • આ જહાજે ગુજરાતમાં આવીને દમ તોડ્યો

ટાઈટેનિકે વર્ષ 1912માં ઈંગ્લેન્ડ છોડ્યું, ત્યારે તે વિશ્વનું સૌથી મોટું જહાજ હતું. આ જહાજ 882 ફૂટ લાંબુ હતું અને તેની પહેલી યાત્રા દરમિયાન જ પાણીમાં સમાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 1,500 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જાપાને વર્ષ 1979માં આવુ જ એક જહાજ બનાવ્યું, જેની લંબાઈ ટાઈટેનિક કરતા પણ ડબલ હતી. આ જહાજે 30 વર્ષ સુધી સમુદ્રમાં પોતાનો દમ બતાવ્યા પછી ભારતના ગુજરાતમાં આવીને દમ તોડ્યો છે. 

જાપાનની સુમિટોમો હેવી ઈન્ડસ્ટ્રીઝે વર્ષ 1974-1979 દરમિયાન વિશ્વના સૌથી મોટા જહાજ ‘સીવાઈજ જોઈન્ટનું’ નિર્માણ કર્યું હતું. આ જહાજને ઓપ્પામા, હેપ્પી જાઈંટ અને જાહરે વાઈકિંગ નામ પણ આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, આ જહાજ અનેક વાર વિવાદોમાં પણ આવી ચૂક્યું છે. 

માલિકે નકાર્યું આ જહાજ
જાપાનના ઓપ્પામા શિપયાર્ડમાં આ જહાજ તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ યૂનાની માલિકે આ જહાજ લેવાની ના પાડી દીધી. તે સમયે આ જહાજને કોઈ નામ આપવામાં આવ્યું નહોતું. ત્યારપછી આ જહાજ બાબતે લાંબી કાયદાકીય લડાઈ ચાલી હતી. આ દરમિયાન શિપયાર્ડના નામ પર આ જહાજનું નામ ઓપ્પામા રાખવામાં આવ્યું છે. ત્યારબાદ શિપયાર્ડે ચીનના સી. વાઈ. ટુંગને આ જહાજ વેચી દીધું, ત્યારબાદ જહાજ ખરીદનારના નામ પર આ જહાજનું નામ ‘સીવાઈજ જાઈંટ’ પડી ગયું. 

ઈરાન-ઈરાક યુદ્ધ
આ જહાજને 'જહારે વાઈકિંગ' નામથી સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી. આ જહાજની લંબાઈ લગભગ 1500 ફૂટ હતી અને મોટાભાગે તેનો ઉપયોગ તેલના ટેન્કરના પરિવહનમાં થતો હતો. વર્ષ 1988માં, આ જહાજને ક્રૂડ ઓઇલના પરિવહનને કારણે સૌથી મોટો ફટકો પડ્યો હતો. તે સમયે આ જહાજ ઈરાની ક્રૂડ ઓઈલ સાથે લારાક આઈલેન્ડ પર હતું. તે સમયે સદ્દામ હુસૈનની વાયુસેનાએ આ જહાજ પર હુમલો કરતા જહાજ છીછરા પાણીમાં ડૂબી ગયું હતું. ત્યારપછી આ જહાજનું સમારકામ કરવામાં આવ્યું. વર્ષ 1991માં નોર્વેની એક કંપનીએ આ જહાજ ખરીદયું અને આ જહાજને 'જહારે વાઈકિંગ' નામ આપવામાં આવ્યું. વર્ષ 1991માં આ જહાજને ફરીથી વેચવામાં આવ્યું ત્યારે તેની કિંમત લગભગ 4 કરોડ ડોલર (330 કરોડ રૂપિયા) હતી. આ જહાજને વિશ્વના સૌથી મોટા સેલ્ફ-પ્રોપેલ્ડ જહાજનું બિરુદ આપવામાં આવ્યું.

વધુ વાંચો: આગામી 7 દાયકામાં શું માનવજાતિ વિલુપ્ત થઈ જશે? રિપોર્ટનાં આંકડા ચોંકાવનારા છે 

'જહારે વાઈકિંગ'ની ગુજરાત યાત્રા
જહાજ 'જહારે વાઈકિંગ'એ લગભગ 30 વર્ષ સુધી સમુદ્ર પર શાસન કર્યા પછી, તે વર્ષ 2009 માં ગુજરાતમાં પહોંચ્યું હતું. અહીં વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ પૈકીના એક 'અલંગ'માં આ જહાજને તોડી પાડવામાં આવ્યું હતું. આ જહાજને તોડવા માટે એક વર્ષ લાગ્યું હતું અને 1000 મજૂરોની મદદથી આ જહાજ તોડી પડાયું હતું. આ જહાજનું લંગર લગભગ 36 ટન હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ