બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / History of the World Cup Two teams lost without even playing a match

બખેડો / વર્લ્ડ કપનો ઈતિહાસ: મેચ રમ્યા વગર જ બે ટીમ હારી ગઈ, બંને ઈનિંગમાં વિનર બન્યું હતું શ્રીલંકા, કિસ્સો વિવાદિત અને રોચક

Kishor

Last Updated: 11:50 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુલૈતિવુમાં શ્રીલંકાની સેના અને એલટીટીઈ વચ્ચે યુદ્ધ ખેલાયું હતું. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપની એક મેચ રમવાની ના પાડી દીધી હતી અને તેના કારણે શ્રીલંકા બે મેચ રમ્યા વિના જીતી ગયું હતું.

  • 5 ઓક્ટોબરથી ક્રિકેટના મહાકુંભના શ્રી ગણેશ
  •  શ્રીલંકા બે મેચ રમ્યા વિના જીતી ગયું'તુ
  • ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપની એક મેચ રમવાની ના પાડી

વર્લ્ડ કપ 2023ના આગમનને હવે ગણ્યાગાંઠ્યા દિવસો બાકી રહ્યા છે. 5 ઓક્ટોબરથી ક્રિકેટના આ મહાકુંભના શ્રી ગણેશ થવા જઈ રહ્યા છે. ભારતના આંગણે આ ટુર્નામેન્ટમાં 48 મેચો રમાશે. 48 મેચોની આ ટૂર્નામેન્ટમાં અનેક ટીમો વચ્ચે ટક્કર થશે અને ઘણા નવા રેકોર્ડ બનશે. સાથે જ આવી સ્પર્ધામાં વિવાદ થતા અમુક મેચ દુનિયાભરમા યાદગાર બની જતા હોય છે. આવો જ એક મેચ વર્લ્ડ કપ 1996માં યોજાયો હતો. જેમાં બે ટીમો મેચ રમ્યા વગર જ હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપની એક મેચ રમવાની ના પાડી દીધી હતી અને તેના કારણે તેમની વિરોધી ટીમોને વિજેતા જાહેર કરવામાં આવી હતી. 

World Cup 1996: Sri Lanka emerge as a new-subcontinental superpower - India  Today

શ્રીલંકા બે મેચ રમ્યા વિના જીતી ગયું'તુ

17 ફેબ્રુઆરી શનિવારનો 1996નો એ દિવસ હતો. જ્યારે વર્લ્ડ કપની 5મી મેચ યોજાનાર હતી. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બળાબળના પરખા થવા જઇ રહ્યા હતા. જેમાં કોલંબોમાં યોજાનારી   મેચ રમાયા અગાઉ જ શ્રીલંકાને વિજેતા જાહેર કરાયું હતું. બાદમાં આ જ ટૂર્નામેન્ટની સિરીઝની 15મી મેચમાં પણ આવો જ કિસ્સો બન્યો હતો. જેમાં 25 ફેબ્રુઆરી 1996ના રોજ વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચે ટક્કર થવાની હતી અને ફરી શ્રીલંકાને મેચ રમ્યા વિના જ જીત આપી દેવાઈ હતી.

બોમ્બ વિસ્ફોટમાં સેંકડો લોકો મોતને શરણ થયા

આ જીત પાછળના કારણની વાત કરવામાં આવે તો 1996 માં, શ્રીલંકાના ઉત્તરીય વિસ્તારોમાં એલટીટીઇ અને સેના વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાયું હતું. જેમા મુલૈતિવુમાં શ્રીલંકાની સેના અને એલટીટીઈ વચ્ચેનું આ યુદ્ધ 18 જુલાઈથી 25 જુલાઈ 1996 સુધી ખેલાયું હતું.આ દરમિયાન બોમ્બ વિસ્ફોટમાં સેંકડો લોકો મોતને શરણ થયા હતા. ત્યારે સુરક્ષાને જોતા ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમોએ કોલંબોમાં રમવાની મનાઈ ફરમાવી દીધી હતી. આમ મેચ ન રમવાના કારણે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝને હાર આપી શ્રીલંકાને વોકઓવર દ્વારા જીત અપાઈ હતી.

આ ઐતિહાસિક જીત મનાઈ

ખાસ વાત એ છે કે વોકઓવરમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ મેચમાં હાર થઈ હોવા છતાં તે ફાઇનલ સુધી પહોંચ્યું હતું. જોકે ફાઇનલમાં તેનો મુકાબલો શ્રીલંકા સામે થતા શ્રીલંકાએ અને 1996ના વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને પછાડ્યું હતું અને આ ટીમે પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. શ્રીલંકા માટે આ ઐતિહાસિક જીત મનાઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ