બ્રેકિંગ ન્યુઝ
VTV / Historic decision of Supreme Court on Election Commission
Malay
Last Updated: 03:23 PM, 2 March 2023
ADVERTISEMENT
ચૂંટણી પંચમાં ટોચની નિમણૂકો પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક હવે પીએમ, મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિપક્ષના નેતાની કમિટી કરશે.
ADVERTISEMENT
Appointment of an Election Commissioner shall be on the recommendation of a committee comprising PM, CJI & Leader of Opposition in Lok Sabha: Supreme Court Constitution Bench
— ANI (@ANI) March 2, 2023
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી એક અરજી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટે એક સ્વતંત્ર પેનલની રચના કરવામાં આવશે. પાંચ જજોની ખંડપીઠ જસ્ટિસ કે.એમ જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, અનિરુદ્ધ બોસ, હૃષિકેશ રોય અને સીટી રવિકુમારની બેન્ચે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વાસ્તવમાં, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિષ્પક્ષ અને પારદર્શક રીતે નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
આ કમિટી રાષ્ટ્રપતિને કરશે ભલામણ
સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં કહ્યું કે એક કમિટી બને, જેમાં વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ સામેલ હોય. આ કમિટીને રાષ્ટ્રપતિને એક નામની ભલામણ કરે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવે. કોર્ટે એમ પણ કહ્યું કે, જો કમિટીમાં લોકસભામાં વિપક્ષના કોઈ નેતા નથી, તો પછી સૌથી મોટા વિપક્ષી દળના નેતાને તેમાં સામેલ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય તે અરજીઓ પર આપ્યો છે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટે કોલેજિયમ જેવી સિસ્ટમ બનાવવાની માંગ કરવામાં આવી હતી.
નવેમ્બરમાં નિર્ણયને રાખવામાં આવ્યો હતો સુરક્ષિત
આપને જણાવી દઈએ કે, જસ્ટિસ કેએમ જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોસ, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. ખંડપીઠે ગયા વર્ષે 24 નવેમ્બરે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.