બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / High level meeting today on the issue of corona sanctions in Gujarat, possibility of relaxation from restrictions
Ronak
Last Updated: 01:41 PM, 3 February 2022
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોનાના કેસ ધીરે ધીરે ઓછા થઈ થઈ રહ્યા છે. ત્યારે આજે સાંજે રાજ્ય સરકાર દ્વારા એક કોર કમિટીની બેઠક રાખવામાં આવી છે. જે બેઠકમાં દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી છે. આ કોર કમિટીની બેઠકમાં કોરોનાના નિયંત્રણોને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે. કારણકે ખાસ આજ મુદ્દાને ધ્યાનમાં રાખીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે SOPનો છેલ્લો દિવસ
ADVERTISEMENT
કોરોનાની નવી SOPનો આજે છેલ્લો દિવસ છે. જેથી આ બેઠકમાં હવે નવા નિયંત્રણોને લઈને ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં હાલ જે પણ નિયંત્રણો લગાવામાં આવ્યા છે. તેમા વધું છૂટછાટ મળે તેવી શક્યતા સેવાઈ રહી છે.
નિયંત્રણોમાં છૂટછાટ મળે તેવી શક્યતા
જોકે રાજ્યમાં હાલ રોજના 8 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. જેથી તેને ધ્યાનમાં રાખીને દરેક નિર્ણય લેવામાં આવશે. કોરોનાના કેસ ઘટ્યા જરૂરથી પરંતુ સાવધાની રાખવી તેટલીજ જરૂરી છે. કારણકે બેદરકારી ફરીથી ભારે પડી શકે છે. જોકે કેસ ઘટવાને કારમે સરકાર દ્વારા આજે જે પણ નવી SOP જાહેર કરવામાં આવશે તેમા પ્રતિબંધો પર વધું છૂટછાટ મળે તેવી શક્યતા સેવાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.