બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / High Court slaps Acharya party over Gadda Gopinathji temple board election

બોર્ડ ચૂંટણી / આચાર્ય પક્ષને મોટો ઝટકો, ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ચૂંટણી મામલે હાઈકોર્ટે અરજી ફગાવી, જાણો વિગત

Ajit Jadeja

Last Updated: 11:45 AM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મતદાર યાદીમાં નામ કમી કરાયા હોવાના આક્ષેપો સાથે આચાર્ય પક્ષે હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટે અરજી ફગાવતા મંદિરની ચૂંટણી યથાવત સમયે યોજાશે

Gopinathji Temple Board: ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈને આચાર્ય પક્ષને હાઇકોર્ટે ઝટકો આપ્યો છે. હાઈકોર્ટના નિવૃત જજની નિમણૂક કરી ચૂટણી યોજવાની અરજી નામંજૂર કરવામાં આવી છે. ગોપીનાથજી ટેમ્પલ બોર્ડે 21 એપ્રિલે યોજાનાર ચૂંટણી માટે કાચી મતદાર યાદી જાહેર કરી હતી. જેને લઇને મતદાર યાદીમાં નામ કમી કરાયા હોવાના આક્ષેપો સાથે આચાર્ય પક્ષે હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટે અરજી ફગાવતા મંદિરની ચૂંટણી યથાવત સમયે યોજાશે. ચેરમેન દ્વારા એસ.પી.સ્વામી સહિત આચાર્ય પક્ષ મંદિરને બદનામ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂટણી યથાવત સમયે યોજાશે

ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી 21 એપ્રિલે જાહેર કરી કાચી મતદાર યાદી પ્રસિધ્ધ કરાતા, મતદાર યાદીમાં નામ કમી કરવા સહિતના આચાર્ય પક્ષે આક્ષેપો સાથે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. જે પીટીશન ગઈકાલે હાઈકોર્ટે રદ કરતા આચાર્ય પક્ષને મોટો ફટકો પડ્યો છે. એસપી સ્વામી સહિત આચાર્ય પક્ષના મંદિરને યેનકેન પ્રકારે બદનામ કરવાના પ્રયત્નો કરતા હોવાનું મંદિરના ચેરમેને જણાવ્યું હતું. ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવનદાસજી સ્વામીએ મીડીયાને માહિતી આપી હતી. તેમનું કહેવું છે કે હાઇકોર્ટે આચાર્ય પક્ષ દ્વારા કરાયેલ પીટીશન રદ કરી છે. ગોપીનાથજી મંદિરને એસ પી સ્વામી સહિત આચાર્ય પક્ષ બદનામ કરે છે. હવે ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂટણી યથાવત સમયે યોજાશે.

29 હજાર મતદારો મતદાન કરશે

બોટાદ જિલ્લાના ગઢડાના સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વના ગણાતા ગોપીનાથજી મંદિર ટેમ્પલ ટ્રસ્ટની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આગામી 21 એપ્રિલ 2024 ના રોજ યોજાનાર ચૂંટણીમાં 29 હજાર જેટલા મતદારો મતદાન કરશે. ટેમ્પલ ટ્રસ્ટની ચૂંટણી માટે કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મંદિર અને લક્ષ્મી વાડીમાં મતદાન મથકો રાખવામાં આવ્યા છે. ગૃહસ્થ વિભાગની 4, પાર્ષદ વિભાગની 1,  સાધુ વિભાગની 1 અને બ્રહ્મચારી વિભાગની 1 મળી 7 બેઠકો માટે દર પાંચ વર્ષે ચૂંટણી યોજાતી હોય છે. ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે સીધી ચૂંટણી યોજાશે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા 5 વર્ષથી દેવ પક્ષ ટેમ્પલ ટ્રસ્ટની સત્તા ઉપર છે. જેને લઈને ટેમ્પલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા હરિભક્તો અને સંતોમાં સળવળાટ જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ જાણો ક્યારથી પાટા પર દોડશે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન? રેલવે મંત્રીએ આપી જાણકારી

2019માં 16 વર્ષે ચૂંટણી થઈ હતી

ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરમાં 2019માં 16 વર્ષે ચૂંટણી થઈ હતી. મે 2019માં થયેલી ચૂંટણીમાં દેવપક્ષમી જીત થઈ હતી અને આચાર્યપક્ષની હાર થઈ હતી. કુલ 7 બેઠકો પર ચૂંટણી થઈ હતી જેમાં 5 બેઠકો દેવપક્ષે જીતીને ઉલટફેર કર્યો હતો. ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં સંચલાન માટે આઝાદી પહેલાથી ચૂંટણીઓ થતી આવી છે. 2003થી ગોપીનાથજી મંદિર પર આચાર્યપક્ષની સત્તા હતી અને ચૂંટણી થઈ જ ન હતી. ગોપીનાથજી મંદિરમાં ચૂંટણીનો મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમકોર્ટે નિવૃત્ત જજની નિમણૂંક કરી હતી અને ચૂંટણીના આદેશ આપ્યા હતા. આચાર્ય પક્ષ વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજીનું સમર્થન કરે છે. પરિણામોમાં આચાર્ય પક્ષને હરાવીને દેવ પક્ષે મંદિરનું સંચાલન સંભાળ્યું હતું. તે અગાઉ જનરલ મિટિંગ યોજવાની હતી પરંતુ મિટિંગ થઈ ન શકી. ચેરીટી કમિશનરે જનરલ મિટિંગ માટે એજન્ડા પણ બહાર પાડ્યો હતો. ચેરીટી કમિશનરે આચાર્ય પક્ષના ત્રણ ટ્રસ્ટીઓની તરફેણમાં ઠરાવ પસાર કર્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ