બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy to very heavy rain forecast for four days in Gujarat

હવામાન અપડેટ / ગુજરાતમાં ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી: 18થી 21 સપ્ટેમ્બર, જુઓ કઈ તારીખે ક્યાં થશે મેઘમહેર

Priyakant

Last Updated: 04:01 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Forecast News: ગુજરાતમાં હજી 4 દિવસ ભારે વરસાદની આગાહી, કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ તો કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના

  • ગુજરાતમાં હજી 4 દિવસ ભારે વરસાદની આગાહી 
  • 18થી 21 સપ્ટેમ્બર સુધી રહેશે વરસાદી માહોલ 
  • કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 
  • કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના 

Gujarat Rain Forecast : ગુજરાતમાં મેઘમહેર વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. મહત્વનું છે કે, સતત બે દિવસથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ છે. ઓગસ્ટ મહિનામાં ખૂબ રાહ જોવાડાવ્યા બાદ હવે ભાદરવા મહિનામાં વરસાદનું આગમન થયું છે. આ તરફ હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 18થી 21 સપ્ટેમ્બર સુધી એટલે કે આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. 

4 દિવસ ભારે વરસાદની આગાહી 
ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે કહ્યું છે કે, 18થી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 

18 સપ્ટેમ્બરે કયા વિસ્તારોમાં આગાહી ?  
18 સપ્ટેમ્બરે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડામાં અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે સાબરકાંઠા, મહેસાણા,ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ તો નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, બનાસકાંઠા, પાટણ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં યેલો એલર્ટ છે. આ સાથે વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, જૂનાગઢ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

19 સપ્ટેમ્બરે કયા વિસ્તારોમાં આગાહી ?  
19 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ તો પાટણ, મહેસાણા,ગાંધીનગર, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે. આ સાથે કચ્છ, સુરેન્દ્રનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી છે. 

20 સપ્ટેમ્બરે કયા વિસ્તારોમાં આગાહી ?  
20 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ તો મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગરમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે  જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

21 સપ્ટેમ્બરે કયા વિસ્તારોમાં આગાહી ?  
21 સપ્ટેમ્બરે કચ્છમાં ઓરેન્જ એલર્ટ તો દ્વારકા, જામનગરમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ