બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં મોડી રાત્રે મેઘરાજા બોલાવશે બઘડાટી, 10 જિલ્લામાં રેડ, 19 માં યલો એલર્ટ

મેઘતાંડવ / ગુજરાતમાં મોડી રાત્રે મેઘરાજા બોલાવશે બઘડાટી, 10 જિલ્લામાં રેડ, 19 માં યલો એલર્ટ

Last Updated: 10:23 PM, 16 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તો રાહત અનુભવે તેવી ઇચ્છા છે. જો કે મેઘરાજા હજી પણ ખમૈયા કરે તેવી કોઇ શક્યતા નથી. હવામાન વિભાગ દ્વારા 10 જિલ્લાઓમાં હજી પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત છે કે, મોડીરાત્રે પણ અહીં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં પહેલાથી જ જળબંબાકાર જેવી સ્થિતિ છે.

Rain in Gujarat : ગુજરાતમાં અધિકારીક રીતે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. પહેલા સેશનમાં જ મેઘરાજા દ્વારા ધમાકેદાર શરૂઆત કરી છે. સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. મોટા ભાગનાં જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે, અનેક સ્થળો પર પાણી ભરાયા છે. અનેક ગામો સંપર્ક વિહોણા છે.

મેઘરાજા હજી પણ તોફાન મચાવશે

લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તો રાહત અનુભવે તેવી ઇચ્છા છે. જો કે મેઘરાજા હજી પણ ખમૈયા કરે તેવી કોઇ શક્યતા નથી. હવામાન વિભાગ દ્વારા 10 જિલ્લાઓમાં હજી પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત છે કે, મોડીરાત્રે પણ અહીં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં પહેલાથી જ જળબંબાકાર જેવી સ્થિતિ છે.

આટલા જિલ્લાઓમાં મેઘરાજાનો હાહાકાર

ભાવનગરના પાલિતાણામાં 11.26 ઇંચ

ભાવનગરનાં જેસરમાં 10.47 ઇંચ

ભાવનગરના સિહોરમાં 10.08 ઇંચ

અમરેલીના સાવરકુંડલામાં 9.09 ઇંચ

ભાવનગરના મહુવામાં 8.86 ઇંચ

અમરેલીના રાજુલામાં 7.4 ઇંચ

ભાવનગરના ઉમરાલામાં 6.34 ઇંચ

અમરેલીમાં 5.91 ઇંચ

ભાવનગરના તળાજામાં 5.75 ઇંચ

અમરેલીના લિલિયામાં 5.43 ઇંચ

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં એક જ વરસાદમાં તંત્રએ કરેલો તમામ પ્રિમોન્સુન કામગીરીનો મેકઅપ ઉતરી ગયો

10 જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક એટલે કે 7 થી 10 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદ માટે આગાહી કરી છે. જેમાં મહિસાગર, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા રેડ એલર્ટ આપ્યું છે.

19 જિલ્લાઓમાં યલો એલર્ટ

આ ઉપરાંત ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં મધ્યમ વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગરહવેલીના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત માટે 4 દિવસ ખુબ જ ભારે

આજથી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઇકાલે (15 જૂન)ના રોજ ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. જો કે હવે એજ જિલ્લાઓમાં રેડ અને યેલો એલર્ટ આપવામાં આવતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિ પેદા થઇ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rain in Gujarat red alert for rain in Gujarat Yellow alert for rain in Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ