બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સૌરાષ્ટ્રમાં એક જ વરસાદમાં તંત્રએ કરેલો તમામ પ્રિમોન્સુન કામગીરીનો મેકઅપ ઉતરી ગયો

photo-story

9 ફોટો ગેલેરી

પોલખુલી / સૌરાષ્ટ્રમાં એક જ વરસાદમાં તંત્રએ કરેલો તમામ પ્રિમોન્સુન કામગીરીનો મેકઅપ ઉતરી ગયો

Last Updated: 09:23 PM, 16 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં અધિકારીક રીતે ચોમાસાની શરૂઆત થઇ છે. મેઘરાજાએ એન્ટ્રી જ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જેનાં કારણે તંત્ર દ્વારા કરવામાં આવેલા તમામ મોટા મોટા દાવાઓ ધોવાઇ ગયા છે. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. અનેક વિસ્તારો વિજળી વિહોણા થયા છે.

1/9

photoStories-logo

1. મેઘરાજાની પધરામણી

ગુજરાતમાં મેઘરાજાએ તોફાની મંડાણ માંડ્યાં છે. સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થયા છે. ત્યારે પહેલા વરસાદમાં ફરી એકવાર સમગ્ર સૌરાષ્ટ્ર પર તંત્ર દ્વારા કરવામાં આવેલા મેકઅપનો ઢોળ ઉતરવા લાગ્યો છે. ગુજરાત ફરી એકવાર ઓરિજનલ સ્થિતિ પર આવી પહોંચ્યું છે. ઠેર ઠેર રસ્તા પર ગાબડા પડ્યાં છે. ક્યાંક ઝાડ પડી ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. ધમાકેદાર એન્ટ્રી

ક્યાંક રસ્તા પર ભુવાઓ જોવા મળી રહ્યા છે. તો ક્યાંય વળી રોડ રસ્તા પર પાણી રોડ પરથી પણ પાણી વહી રહ્યા છે. જેનાં કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થઇ ચુક્યાં છે. તો કેટલાક સ્થળો પર પશુઓ તણાયા છે. તો અનેક સ્થળો પર તો ગામમાં પાણી ઘુસી ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. લાખો લોકો ફસાયા

રાહત બચાવ કામગીરી તો ઠીક તે લોકોને જીવન નિર્વહન કેમ કરવું તે પણ મુશ્કેલ બન્યું છે. તેવામાં ફરી એકવાર તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને તેમણે કરેલા પ્રિ મોન્સુનનાં દાવાઓ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે હવે તો સમય સિવાય તેમની પાસે કોઇ જ વિકલ્પ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. એસટી પર જ વૃક્ષ પટકાયું

એસટી બસ પર વૃક્ષ ખાબકવાને કારણે ન માત્ર રસ્તો બંધ થયો પરંતુ બસને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. જો કે જાનહાની ટળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. વૃક્ષ પટકાતા રોડ રસ્તા બંધ

રાજ્યનો ધોરીમાર્ગ વૃક્ષ પડવાનાં કારણે આખો રસ્તો બંધ થઇ ગયો હતો. જો કે લોકોએ જાતે જ વૃક્ષને હટાવવાનો પ્રયાસ ચાલુ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. રાજુલામાં જળબંબાકાર

અમરેલી જિલ્લાનો તાલુકો રાજુલામાં ધાતરવડી નદી બેકાંઠે વહેતી થઇ હતી. જેના કારણે શહેર વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યાં હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. અનેક ગામડાઓમાં પાણી ભરાયા

સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. જેના કારણે અનેક ગામડાઓ તો એવા છે કે જેમાં નદીઓ ગાંડીતુર બનતા અનેક ગામડાઓમાં પાણી પણ ઘુસી ગયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. ડેમ પણ છલકાયા

ભારે વરસાદ પડવાનાં કારણે અનેક ડેમ માત્ર એક જ વરસાદમાં ઓવરફ્લો થઇ ગયા હતા. જેમાં માલણ ડેમ અને ધાતરવડી ડેમનો પણ સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. ખટારો ફસાયો

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનાં કારણે અનેક વિસ્તારોમાં ભારે વાહનો પણ ફસાય છે. તેમાં એસટી બસ હોય કે ટ્રક હોય પાણીમાં ફસાઇ ગયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

claims of pre-monsoon work Gujarat administration rain in Saurashtra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ