બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rains in Kutch, dam overflow district administration alert

મેઘો મુશળધાર / 2 કલાકમાં 5 ઈંચ વરસાદ સાથે કચ્છમાં મેઘરાજાની ધડબડાટી: હમીરસર તળાવ થયું ઓવરફ્લો, નદી-નાળાઓમાં ઘોડાપૂર

Malay

Last Updated: 03:17 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heavy rains in Kutch: કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઈ કચ્છના વિવિધ ડેમો અને તળાવો ઓવરફ્લો થયા છે. જેથી કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાઠા વિસ્તાર તેમજ નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.

 

  • સમગ્ર કચ્છમાં જામ્યો વરસાદી માહોલ 
  • નલિયામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ
  • નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં 
  • વરસાદને લઈ કચ્છના વિવિધ ડેમ ઓવરફ્લો

કચ્છમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છના નલિયામાં માત્ર 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબોળની સ્થિતિ જોવા મળી રહી છે. તો અબડાસામાં પણ સવારથી અત્યાર સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.  ભારે વરસાદના પગલે કચ્છના નલિયા, અબડાસમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ ઓવરફ્લો થતાં આવતીકાલે ભુજની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. 

નલિયામાં ભારે વરસાદને પગલે ભરાયા પાણી
હવામાન વિભાગ દ્વારા આજે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે કચ્છમાં વહેલી સવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છમાં નલિયામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. નલિયામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી જળબંબોળની સ્થિતિ જોવા મળી છે. ભુજ અને ગાંધીધામમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. એટલું જ નહીં અબડાસામાં પણ સવારથી અત્યાર સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નલિયા અને અબડાસામાં ઠેર-ઠેર પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. 

ખેતરો બેટમાં ફરવાયા
ભારે પવન સાથે વરસાદના કારણે રાપરના જેસડા ગામમાં મકાનના છાપરા ઉડી ગયા છે.  જેસડા ગામના વાડી વિસ્તારમાં મકાનના છાપરા ઉડી જતાં લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે.  સાથે જ ખેતરો પણ બેટમાં ફરવાયા છે. અબડાસામાં ધોધમાર વરસાદના કરાણે નાનીબેર ગામનો વિજોડા ડેમ ઓવરફ્લો થયો છે. નાની સિંચાઈનો વિજોડા ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિક ગ્રામજનો તેમજ ખેડૂતોમાં ખુશી છવાઈ છે.

નરેડી ગામની નદી બે કાઠા વહેતી થઈ 
ધોધમાર વરસાદના કારણે અબડાસાના નરેડી ગામની નદી બે કાંઠે વહેતી થઈ છે.  ભારે વરસાદને કારણે નરેડી ગામનો સંપર્ક કપાયો છે. નરેડીથી ગઢશીશા, હિગરીયા તેમજ ચિયાસરનો માર્ગ પર પાણી ભરાયા છે.  જેના કારણે આ રસ્તો બંધ થઈ ગયો છે.  ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે. હમીરસર તળાવ ઓવરફ્લો થતા સ્કૂલોમાં એક દિવસની રજા જાહેર કરાઈ છે. 

ડેમ ઓવરફ્લો થતા તંત્ર એલર્ટ
કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જિલ્લા વિવિધ ડેમ ઓવરફ્લો થયા છે. ભુજ નજીક આવેલો ગજોડ ડેમ ઓવરફ્લો થયો છે.  ડેમ ઓવરફ્લો થતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  મોટી ભુજપુર, ગેલડા, બેરાજા, રામાણીયા, તુંબડી નાની સહિતના ગામને એલર્ટ કરાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ