બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / heart attack signs early symptoms that can strike months before an attack

હાર્ટ એટેક / હાર્ટ એટેક આવતા પહેલા હૈયું આ રીતે આપે છે સંકેત, આવા લક્ષણો દેખાય તો તરત જ થઈ જાઓ એલર્ટ

Manisha Jogi

Last Updated: 03:06 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયુ પ્રદૂષણ વધવાને કારણે હ્રદયરોગ અને અસ્થમાના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. હ્રદયરોગના દર્દીઓને હાર્ટ એટેક આવવાની સંભાવના વધુ છે.

  • દિલ્હીમાં બેકાબૂ સ્તરે વાયુ પ્રદૂષણમાં વધારો
  • હ્રદયરોગના દર્દીઓને હાર્ટ એટેક આવવાની વધુ સંભાવના
  • હ્રદયરોગ અને અસ્થમાના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું

દિલ્હી NCRમાં પ્રદૂષણ બેકાબૂ સ્તરે વધી રહ્યું છે. શુક્રવારે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચી ગયું છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં AQI 400થી વધુ નોંધાયું છે. વાયુ પ્રદૂષણ વધવાને કારણે હ્રદયરોગ અને અસ્થમાના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. હ્રદયરોગના દર્દીઓને હાર્ટ એટેક આવવાની સંભાવના વધુ છે. 

સંકેત
શું તમને ખબર છે કે, હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં કેટલાક ખાસ સંકેતો જોવા મળે છે. જેથી સમય રહેતા હ્રદયરોગનો ઈલાજ કરાવવો જરૂરી છે, જેથી તમે તમારો જીવ બચાવી શકો છો. 

હાર્ટ એટેક કયા કારણોસર આવે છે?
કોરોનરી આર્ટરી, હ્રદયને પર્યાપ્ત માજ્ઞામાં ઓક્સિજન અને પોષકતત્ત્વો ના પહોંચવાને કારણે હાર્ટ એટેક આવે છે. છાતીમાં દુખાવો અથવા ભારે ભારે લાગે તો તે હ્રદય નબળુ પડવાના સંકેત હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં ડોકટરની મુલાકાત લઈને ઈલાજ કરાવવો જોઈએ. આ પ્રકારે કરવાથી હાર્ટ એટેક આવવાનું જોખમ ઓછું થઈ જાય છે. 

જડબામાં દુખાવો- જડબામાં દુખાવો થતો હોય તો તે હ્રદયની બિમારીઓનો સંકેત આપે છે. આ કારણોસર આ બિમારીનો ઈલાજ કરાવવો જરૂરી છે. 

પરસેવો વળવો- ગરમીમાં પરસેવો થવો તે એક સામાન્ય બાબત છે. ગરમી ના હોય તો પણ પરસેવો વળવા લાગે તો તે હાર્ટ એટેકનો સંકેત આપે છે. 

પેટમાં દુખાવો- પેટમાં દુખાવો થવો તે એક સામાન્ય બાબત છે. જે હ્રદયની બિમારીઓ થવાનો સંકેત આપે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ