બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / Health Secretary Rajesh Bhushan on Night Curfew Lockdown Covid Cases

ટૅન્શન / દેશમાં ફરી લાગૂ થશે કડક નિયમો? રાજ્યોને સરકારે આપ્યા આદેશ, કેન્દ્રએ કહ્યું વિશ્વમાં ચોથી લહેર

Kavan

Last Updated: 07:25 PM, 24 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોનાવાયરસ (Covid-19 in India) ના કેસોમાં ઘટાડો ભલે જોવા મળી રહ્યો હોય પરંતુ ઓમિક્રોન વેરિઅન્ટના વધી રહેલા કેસોને કારણે કેન્દ્ર સરકાર ચિંતિત છે.

  • સરકાર માટે માથાનો દુખાવો બન્યો ઓમિક્રોન
  • રાજ્યોને કડક નિયમો લાગૂ કરવાના આપ્યા આદેશ
  • કહ્યું- 2 દિવસમાં કોરોનાના કેસમાં જોવા મળ્યો છે ઉછાળો

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વિશ્વમાં કોરોનાની ચોથી લહેર જોવા મળી રહી છે. એકંદરે પોઝિટિવિટી રેટ 6.1 ટકા છે. તેમણે વધુમાં કહ્યું કે દેશના 20 જિલ્લા એવા છે જ્યાં પોઝીટીવીટી રેટ 5 થી 10 ટકા છે. આ સાથે જ તેમણે સાવધાન રહેવાની સલાહ આપી હતી.

નિયમોનું પાલનમાં છૂટછાટ લેવી પડી શકે છે મોંઘી 

રાજેશ ભૂષણે કહ્યું, વિશ્વમાં કોરોનાની ચોથી લહેર જોવા મળી રહી છે. એકંદરે પોઝિટિવિટી દર 6.1 ટકા છે. તેથી, આપણે સાવચેત રહેવું જોઈએ અને આપણને નિયમોમાં ઢીલાશ  મોઘીં પડી શકે છે. તેમણે કહ્યું કે, યુરોપ, ઉત્તર અમેરિકા અને આફ્રિકામાં સપ્તાહ-દર-અઠવાડિયે કોવિડના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. એશિયામાં હજુ પણ સપ્તાહ-દર-અઠવાડિયે કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય સચિવે કહ્યું કે, ક્રિસમસ અને 31 ડિસેમ્બરના કારણે બજારોમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. લોકો સામાજિક અંતર જાળવ્યા વિના, માસ્ક પહેર્યા વિના ખરીદીમાં વ્યસ્ત છે.

બે દિવસમાં કોરોનાના આંકડા વધ્યા

આરોગ્ય સચિવે કહ્યું કે ઓમિક્રોન અને કોરોનાવાયરસ કેસની વધતી સંખ્યા સરકાર માટે માથાનો દુખાવો બની રહી છે. ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવનાર છે. પરંતુ સામાન્ય જનતા પોતાની ધૂનમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં 35 અને મહારાષ્ટ્રમાં 88 દર્દીઓ છે. છેલ્લા બે દિવસમાં કોરોનાના આંકડામાં પણ વધારો થયો છે. 23 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં 1,179 કોરોના દર્દીઓ મળી આવ્યા હતા અને 17 લોકોના મોત થયા હતા. તે જ સમયે, મુંબઈમાં 602 કેસ નોંધાયા હતા, જ્યારે 1નું મોત થયું હતું. 22 ડિસેમ્બરે રાજ્યમાં કોરોનાના 953 કેસ નોંધાયા હતા અને 8 લોકોના મોત થયા હતા.

5 રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ 

ભૂષણે કહ્યું કે, દેશમાં 20 જિલ્લા એવા છે જ્યાં કેસ પોઝિટિવિટી રૅટ 5-10 ટકા જેટલો છે, જેમાં 9 કેરળમાં અને 8 મિઝોરમમાં છે. 2 જિલ્લા એવા છે જ્યારે કેસ પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. આ બંન્ને જિલ્લાનો મિઝોરમમાં સમાવેશ થાય છે. તો સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા 5 રાજ્ય કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ,પશ્ચિમ બંગાળ અને કર્ણાટક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ