બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Benefits of Guava Leaves: Helps in weight loss and boosts digestion system

સ્વાસ્થ્ય / ખાલી જામફળ જ નહીં, તેના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે છે વરદાનરૂપ, જાણો ફાયદા

Pooja Khunti

Last Updated: 08:43 AM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits of Guava Leaves: માત્ર જામફળ જ નહીં તેના પાન પણ છે સ્વાસ્થ્ય માટે ગુણકારી. તેના પાનમાં વિટામિન C, એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે. જાણો જામફળનાં પાનથી થતાં ફાયદાઓ વિશે.

માત્ર જામફળ જ નહીં તેના પાન પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી
જામફળનાં પાનમાં વિટામિન C હોય છે
જામફળનાં પાનનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને

શિયાળાની ઋતુમાં જામફળ અને સંતરા જેવાં ફળોનું સેવન કરવાની મજા જ કઈ અલગ હોય છે. જામફળમાં કેલરીનું પ્રમાણ ઓછું અને ફાયબરનું પ્રમાણ વધુ હોય છે.  દરેક ઉંમરની વ્યક્તિ આ ફળનું સેવન કરી શકે છે. મીઠાં જામફળ અને કાળા મીઠાંનાં કોમ્બિનેશનનાં બધા જ દિવાના છે. શું તમે જાણો છો માત્ર જામફળ જ નહીં તેના પાન પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. 

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે 

જામફળનાં પાનમાં વિટામિન C હોય છે.  દરરોજ નિયમીન રીતે જામફળનાં પાનનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ પાનની અંદર એન્ટી ઓક્સિડેન્ટનાં ગુણ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. એટલા માટે દરરોજ ખાલી પેટ જામફળનાં પાનનું સેવન કરવું જોઈએ. 

શરદી અને ફ્લૂનાં લક્ષણો 
જામફળની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે. જે શરદી અને ફ્લૂ જેવી બીમારીઓ સામે આપણું રક્ષણ કરે છે. શરીરમાં સોજાનું પ્રમાણ ઓછું કરે છે. જો તમને કફ-શરદીની સમસ્યા હોય તો જામફળનાં પાનનું પાણી પીવું જોઈએ.

પાચન સુધારે 
શું તમને પાચન કે પેટ ફૂલવાની સમસ્યા છે અથવા અપચ કે કબજિયાતની સમસ્યા. એવામાં જામફળનાં પાનનું સેવન કરવું જોઈએ. 

વજન ઘટાડવામાં મદદ કરે 
જામફળ અને તેના પાનની અંદર ફાયબરનું પ્રમાણ હોય છે. ફાયબર શરીરમાં જટિલ સ્ટાર્ચને શુગરમાં રૂપાંતરિત કરતું નથી. આ પાનનાં સેવનથી મેટાબોલિઝમ પણ બુસ્ટ થાય છે. જામફળનાં પાનનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 

ડાયાબિટીસ નિયંત્રણમાં રાખે 
જામફળની અંદર એવા સંયોજનો હોય છે જે બ્લડ શુગરને ઘટાડવામાં અસરકારક છે.  એટલા માટે ડાયાબિટીસનાં દર્દીઓ માટે જામફળનાં પાનનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવા માટે તમે જામફળનાં પાનની ચા બનાવી સેવન કરી શકો. ખાલી પેટ તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ