બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / આરોગ્ય / Health benefits of Drinking herbal tea in morning

હેલ્થ ટિપ્સ / સવારે ચાને બદલે પીવો આ હર્બલ ટી, સ્ટ્રેસ તો દૂર થશે સાથે જ મળશે અનેક ફાયદા

Vidhata

Last Updated: 01:41 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાથી લઈને આપણા દેશમાં ચા પીનારા લોકોની કમી નથી. ભારતમાં મોટાભાગના લોકોની સવાર ચા સાથે જ પડે છે. પણ એ તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. એટલે ડાયેટમાં હર્બલ ટીને જગ્યા આપો અને ફિટ રહો

આપણા દેશમાં મોટાભાગના લોકોની સવાર ચા સાથે જ થાય છે. સવારે ઉઠીને ચા... દિવસમાં કામ કરતી વખતે થાક લાગે તો પણ ચા... ઘણા લોકો તો ચાના એવા બંધાણી હોય છે કે ચા વિના આંખો જ નથી ખુલતી. પણ સવારે સૌથી પહેલા ચા પીવી એટલે કે ખાલી પેટે ચા પીવી સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી. આનાથી એસિડીટી થવાની સાથે સ્વાસ્થ્યને બીજા ઘણા નુકસાન પણ થાય છે. એટલે ક સવારે ચાને બદલે હર્બલ ટી પીવી જોઈએ, જેનાથી સ્ટ્રેસ દૂર થાય છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ પણ મળે છે. 

લાંબા સમય સુધી સ્ક્રીનની સામે બેસીને કામ કરવું અને કામના દબાણ વચ્ચે સમય સાથે તાલ મિલાવીને ચાલતા રહેવા માટે ખૂબ જ જરૂરી છે પોતાને સ્વાસ્થ્ય અને ફિટ રાખવામાં આવે. એવામાં ખાવાની સારી આદતો તમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. તો ચાલો આજે જાણીએ કે એવી જ કેટલીક હર્બલ ટી છે કે જે તમને સ્વસ્થ અને ફિટ રાખવામાં મદદ કરે છે. 

કેમોમાઈલ ટી - તણાવપૂર્ણ જીવનમાં જો ચા પીવી જ હોય તો કેમોમાઈલ ટી પીવો. આ હર્બલ ટી ચેતાઓને શાંત કરીને તણાવથી રાહત આપે છે અને તમારા લીવરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદરૂપ થાય છે. કેમોમાઈલ ટીનાં સેવનથી પાચન અને ઊંઘની પેટર્ન પણ સુધરે છે. તેના સેવનથી મેટાબોલિઝમ વધે છે, જેનાથી ફિટ રહેવામાં મદદ મળે છે. આ હર્બલ ટી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે, તેથી આ ટીને પોતાની ડાયેટનો ભાગ બનાવો. 

વરિયાળીની ચા - જો તમે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવા માંગો છો, તો તમારા આહારમાં વરિયાળીની ચાનો સમાવેશ કરો. વરિયાળીમાં હાજર એન્ટી-ઇન્ફલેમેટરી પ્રોપર્ટી સ્નાયુઓને આરામ કરવામાં મદદ કરે છે અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. ઉનાળામાં આ ચા વધુ ફાયદાકારક છે કારણ કે વરિયાળીની તાસીર ઠંડી હોય છે. જો તમે વજન ઘટાડી રહ્યા હોવ તો પણ આ ચાને તમારી ડાયેટમાં સામેલ કરવું એ એક સારો ઓપ્શન સાબિત થાય છે. 

લેમન બામ ટી - ઉનાળામાં લેમન બામ ટીને પણ ડાયેટમાં સામેલ કરી શકો છો. તેના પાન ફુદીના જેવા હોય છે અને તેમાં લીંબુ જેવી હળવી સુગંધ હોય છે. આ એક પ્રકારની ઔષધિ હોય છે, જે ભૂખ વધારવાની સાથે અપચો, બ્લોટિંગ વગેરે જેવી સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે. આ સિવાય આ ચા સ્ટ્રેસ ઓછો કરીને મૂડ સારો કરે છે, એટલે જ ઊંઘ પણ સારી આવે છે. 

વધુ વાંચો: કેરી જમ્યાના અડધા કલાક પહેલાં આ કામ જરૂરથી કરી લેજો, નહીંતર સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન

ફુદીના ટી - સ્ટ્રેસને ઘટાડવા અને પાચનને સુધારવા તમારી ડાયેટમાં ફુદીના ટીને સામેલ કરવી એક એક સારો વિકલ્પ છે. તેના ગુણધર્મો પેટના સ્નાયુઓને આરામ આપે છે, જેથી બ્લોટિંગ, સોજો જેવી સમસ્યાઓથી રાહત મળે છે. ફુદીના ટી પીવાથી તાજગી અનુભવાય છે અને મૂડ સારો કરે છે. જેનાથી માનસિક થાકથી  રાહત મળે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ