બ્રેકિંગ ન્યુઝ
આ સુવિધા હેઠળ ગ્રાહકોને રોકડ નીકાળવા માટે પોતાના વિસ્તારના ATM માં જવાની જરૂર નહી પડે. વાસ્તવમાં પ્રાઇવેટ સેક્ટરની ICICI બેંક હવે મોબાઇલ ATM વેનની સુવિધા આપી રહી છે. આ ATM વેન કેટલાક ખાસ વિસ્તારમાં અને ગલીઓમાં ઉભી રહેશે, વેન ATM ની સુવિધા સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી મળશે.
ADVERTISEMENT
We thank you for your kind words @nmittal26. #ICICIBank stands in solidarity with the citizens of the country in these testing times. #StaySafeBankOnUs #TeamICICIBank https://t.co/PZ3H7Tcdje
— ICICI Bank (@ICICIBank) April 9, 2020
ADVERTISEMENT
મોબાઇલ ATM થી એ તમામ કામો પૂરો થઇ જશે જે નોર્મલ ATM માં કરવામાં આવે છે, એટલે કે બેલેન્સ ચેક, પિન ચેન્જ. ફંડ ટ્રાન્સફર જેવી સુવિધાઓ મળશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ICICI એ બીજી બેંક છે જે આ સુવિધા આપી રહી છે. આ પહેલા પ્રાઇવેટ સેક્ટરની બેંક HDFC એ મોબાઇલ ATM ની સુવિધા આપવાનું શરૂ કર્યુ હતુ. HDFC એ બેંક ATM ને કોઇ નક્કી સ્થાન પર નક્કી સમય સુધી રાખીને આ સુવિધા આપશે. આ સમય દરમિયાન HDFC ની ATM વેન સવારે 10 વાગ્યાથી લઇને સાંજે 5 વાગ્યા સુધી 3-5 જગ્યાઓ પર રહેશે.
.@HDFC_Bank today deployed #MobileATMs to assist #customers during the lockdown & eliminate the need to move out of their locality to withdraw #cash. These #ATMs will operate between 10am-5pm.#StayHomeIndia #IndiaFightsCoronavirus @CMOMaharashtra @PMOIndia @mybmc @ArvindKejriwal pic.twitter.com/jgLyUEYC1p
— HDFC Bank News (@HDFCBankNews) April 8, 2020
ADVERTISEMENT
ADVERTISEMENT
જોકે ATM ને ક્યાં રાખવામાં આવશે, તે અંગેનો નિર્ણય સંબંઘિત શહેરોની નગરપાલિકાની વાતચીત પછી લેવામાં આવશે. વાસ્તવમાં આ સુવિધાથી ગ્રાહકોને પોતાના ઘરની બહાર જ ATM માંથી રૂપિયા નીકાળવા માટે સક્ષમ રહેશે.
ADVERTISEMENT
Our staff from Nagaon branch made sure that customers experience seamless banking service by providing them door-step cash facility. We shall fight this pandemic together.#COVID19 #Coronavirus #SBIFamily #ProudSBI pic.twitter.com/0JuI3J0hNb
— State Bank of India (@TheOfficialSBI) April 2, 2020
ઉલ્લેખનીય છે કે પબ્લિક સેક્ટરની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ કોરોનાવાઈરસના કારણે લોકોને પડી રહેલી હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ડોર સ્ટેપ સુવિધા શરૂ કરી છે. આ સુવિધા અંતર્ગત ગ્રાહકો ઘરે બેઠા પોતાનું બેંકિંગનું કામ પૂર્ણ કરી શકે છે. જો બેંકના ગ્રાહકોને રોકડની જરૂર હોય છે, તો બેંક ગ્રાહકોને ઘરે પણ રોકડ પહોંચાડશે. અગાઉ આ સુવિધા સિનિયર સીટીઝન અને દિવ્યાંગ લોકો માટે હતી. જો કે, ડોરસ્ટેપ બેંકિંગ સર્વિસનો લાભ માત્ર તે ગ્રાહકોને મળશે જેમની KYC (નો યોર કસ્ટમર) કરાવામાં આવ્યું હશે. તે ઉપરાંત આ સુવિધાનો લાભ લેવા માટે તમારે હોમ બ્રાંચમાં રિક્વેસ્ટ કરવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.