બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Hasmukh Patel speaks about dummy candidates Talati exam postponed and announced to be held on May 7

તલાટી પરીક્ષા / ડમી ઉમેદવારોને લઇ હસમુખ પટેલનું મોટું નિવેદન, કહ્યું 'અમને માહિતી આપો, કડકમાં કડક કાયદાનો ઉપયોગ કરી કાર્યવાહી કરીશું'

Pravin Joshi

Last Updated: 01:51 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડમી ઉમેદવાર માટે બોર્ડને કોઈ પણ માહિતી આવશે તો પગલાં ભરવામાં આવશે. જો કે તે ઉમેદવારની સંપૂર્ણ ઓળખ આપવી પડશે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

 

  • તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈને 7 મેના રોજ યોજાશે
  • અધ્યક્ષ હસમુખ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ 
  • ડમી ઉમેદવારની કોઈ પણ માહિતી આવશે તો પગલાં ભરાશે

તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈને 7 મેના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે ડમી ઉમેદવારોને લઈને મોટું નિવેદન આપ્યું હતું.  તેમણે કહ્યું કે ડમી ઉમેદવાર માટે બોર્ડને કોઈ પણ માહિતી આવશે તો પગલાં ભરવામાં આવશે. જો કે તે ઉમેદવારની સંપૂર્ણ ઓળખ આપવી પડશે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં હસમુખ પટેલે કહ્યું કે, જેણે સંમતિ પત્ર ભર્યુ હશે તે જ પરીક્ષા આપી શકશે. ત્યારે હવે પરીક્ષા માટે સંમતિ પત્ર ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કુલ 8 લાખ 65 હજાર વિદ્યાર્થીઓએ સંમતિ પત્ર ભર્યું છે. સંમતિ પત્ર ભરનાર પરીક્ષાર્થી જ કોલલેટર ડાઉનલોડ કરી શકશે. આગામી સપ્તાહમાં કોલ લેટર ઉમેદવારો માટે ડાઉનલોડ થઈ શકશે. 

ડમી ઉમેદવારોને લઇ હસમુખ પટેલ જુઓ શું બોલ્યા?

'ડમી ઉમેદવારો માટે બોર્ડને જે પણ માહિતી મળશે તેમાં ત્વરિત પગલાં લેવામાં આવશે. ભૂતકાળમાં પણ કોર્ટની પરીક્ષાઓની અંદર કોઇ ડમી ઉમેદવારે ભાગ લીધો હોય એવી જો તમારી પાસે માહિતી હોય તો ચોક્કસથી અમને માહિતી જણાવે. માહિતી આપનારે પોતાની ઓળખ સાથે આપવી પડશે જેથી કરીને કોઇને પણ તેમાં કોઇની વિરૂદ્ધ ખોટા આક્ષેપ કરવાની તક મળે નહીં. એટલે જે લોકો તેમાં પોતાની ઓળખ સાથે માહિતી આપશે એ માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરીને અમે આગળની કાર્યવાહી કરીશું. ભૂતકાળની પરીક્ષાઓની અંદર પણ આવું જો થયું હશે તો પણ, જે અમને માહિતી આપશે એની ઓળખ અમે ગુપ્ત રાખીશું. અમે ઓળખની અપેક્ષા એટલાં માટે રાખીએ છીએ કે કોઇની વિરૂદ્ધમાં કોઇને ખોટો આક્ષેપ કરવાની તક ન મળે. ઓળખ ગુપ્ત એટલાં માટે રાખીશું કે જેથી કરીને લોકો નિર્ભય થઇને અમને માહિતી આપી શકે. માત્ર આ ડમી ઉમેદવાર જ નહીં, પરીક્ષામાં કોઇ પણ ગેરરીતિ કરતું હોય તો તેવી કોઇ પણ માહિતી તમે અમને આપી શકશો. અમે કડકમાં કડક કાયદાનો ઉપયોગ કરીને કાયદેસરની કાર્યવાહી કરીશું. પણ એમાં લોકોના પૂરેપૂરા સહકારની અમને અપેક્ષા છે.'

કુલ 8 લાખ 65 હજાર વિદ્યાર્થીઓએ સંમતિ પત્ર ભર્યું 

સંમતિ પત્ર બાબતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે મહત્વની માહિતી આપી કે, પરીક્ષા આપવા માટે સંમતિ પત્ર ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. કુલ 8 લાખ 65 હજાર વિદ્યાર્થીઓએ સંમતિ પત્ર ભર્યું છે. આગામી 7 મેના દિવસે તલાટીની પરીક્ષા યોજાનાર છે. તેમણએ વધુમાં જણાવ્યું કે, પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી આ પરીક્ષા માટે કુલ ૮ લાખ ૬૫ ઉમેદવારોએ સંમતિ પત્ર ભરવામાં આવ્યું છે. અગાઉ ૧૭ લાખ કરતાં ઉમેદવારો પરીક્ષા આપવાના હતા, પણ ૮ લાખ ૬૫ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ