બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / Harsh Sanghvi's big statement on Vadodara stone pelting and Kiran Patel issue

નિવેદન / 'પથ્થરમારો કરી ભાગી જનારાઓને શોધી કાઢીશું...', સંઘવીની કડક ચેતવણી, કિરણ પટેલ મુદ્દે પણ વિપક્ષને આપ્યો જવાબ

Priyakant

Last Updated: 01:37 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા પથ્થરમારા અંગે ગૃહમંત્રીએ કહ્યું કે, તોફાનો કરીને શહેર છોડનારા લોકોની પણ ધરપકડ કરવામાં આવશે, કિરણ પટેલને લઈ હર્ષ સંઘવીના વિપક્ષ પર પ્રહાર

  • વડોદરા પથ્થરમારા અંગે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન
  • શોભાયાત્રામાં પથ્થરમારો ગંભીર બાબત,  આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરાશે
  • કિરણ પટેલને લઈ હર્ષ સંઘવીના વિપક્ષ પર પ્રહાર
  • કિરણ પટેલ મુદ્દે વિપક્ષમાં જરા પણ ગંભીરતા જોવા નથી મળી: હર્ષ સંઘવી

વડોદરામાં થયેલા પથ્થરમારા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, હર્ષ સંઘવીએ કહ્યું કે, યાત્રા શાંતિપૂર્ણ ચાલતી હોય અને પથ્થરારો થાય તે ગંભીર બાબત છે. ગૃહમંત્રીએ તોફાનો કરીને શહેર છોડનારા લોકોની પણ ધરપકડ કરવામાં આવશે. આ સાથે હર્ષ સંઘવીએ કિરણ પટેલને લઈ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, હું માનતો હતો કે કિરણ પટેલ મામલે વિપક્ષ ગંભીર અને સમજદાર છે. પણ વિપક્ષમાં જરા પણ ગંભીરતા જોવા નથી મળી. 

રામનવમીએ વડોદરામાં થયેલ પથ્થરમારા બાદ હર્ષ સંઘવી એક્શન મોડમાં આવી ગયા હતા.  SITની ટીમે CCTV, વીડિયો અને ફોટોના આધારે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, પથ્થરમારાની ઘટનામાં અત્યાર સુધી 30 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે વડોદરામાં શોભાયાત્રામાં પથ્થરમારા બાદ ગૃહ વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય કરતાં લૉ-એન્ડ ઓર્ડર માટે હવે એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઉભી કરાઈ છે.

શું કહ્યું હર્ષ સંઘવીએ ? 
વડોદરામાં થયેલા પથ્થરમારા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે, પથ્થરમારાને લઈ આજે સવારથી બેઠકો ચાલી રહી છે. યાત્રા શાંતિપૂર્ણ ચાલતી હોય અને પથ્થરારો થાય તે ગંભીર બાબત છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, પથ્થરમારો કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, તોફાનો કરીને શહેર છોડનારા લોકોની પણ ધરપકડ કરવામાં આવશે . 
 
કિરણ પટેલને લઈ હર્ષ સંઘવીના વિપક્ષ પર પ્રહાર
મહાઠગ કિરણ પટેલ મુદ્દે પણ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કિરણ પટેલને લઈ વિપક્ષ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, હું માનતો હતો કે, કિરણ પટેલ મામલે વિપક્ષ ગંભીર અને સમજદાર છે. કિરણ પટેલને લઈ વિપક્ષમાં જરા પણ ગંભીરતા ન જોવા મળી. આ સાથે કહ્યું કે, ભાજપની સરકારે જ કિરણ પટેલની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, PMOના અધિકારી હોવાનું કહી અનેક લોકો સાથે છેતરપિંડી આચારનાર કિરણ પટેલની કશ્મીરમાંથી ધરપકડ કરવામાં આવી છે. 

એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઉભી કરાઈ
વડોદરામાં શોભાયાત્રામાં પથ્થરમારા બાદ ગૃહ વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, લૉ-એન્ડ ઓર્ડર માટે હવે એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઉભી કરાઈ છે. મહત્વનું છે કે, પોલીસ કમિશનર ડૉ.શમશેર સિંઘે નવી પોસ્ટ માટે રજૂઆત કરી હોઇ તેને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. આ તરફ ગૃહવિભાગનાં નિર્ણય મુજબ શહેર પોલીસ તંત્રમાં હવે એક નહિ પરંતુ 2 એડિશનલ પોલીસ કમિશનર રહેશે. નોંધનીય છે કે, વડોદરામાં રામનવમીએ પથ્થરમારા બાદ વિસ્તારમાં તંગદિલી સર્જાઇ હતી. 

ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતો મુજબ વડોદરામાં પથ્થરમારાની ઘટના વચ્ચે પોલીસ કમિશનર ડૉ.શમશેર સિંઘે એક નવી પોસ્ટ માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈ ગૃહ વિભાગ દ્વારા લૉ-એન્ડ ઓર્ડર માટે હવે એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઉભી કરાઈ છે. આ સાથે ગૃહ વિભાગ ટુંક સમયમાં નવા એડિશનલ પોલીસ કમિશનરની જાહેરાત કરશે. 
 
વડોદરામાં રામ નવમીના દિવસે ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન થયેલા કોમી તોફાન મામલે SITની ટીમે તપાસ શરૂ કરી છે. SITની ટીમે CCTV, વીડિયો અને ફોટોના આધારે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, પથ્થરમારાની ઘટનામાં અત્યાર સુધી 30 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભડકાઉ ભાષણ આપનાર અને સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મુકનારની પણ ધરપકડ કરવામાં આવી છે.  

3 પોલીસ સ્ટેશનના PIની બદલી
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે. પોલીસ કમિશનર દ્વારા શહેરના 3 પોલીસ સ્ટેશનના પીઆઈની બદલીનો આદેશ કર્યો છે. જેમાં સિટી પોલીસ મથકના પી.આઈ એસ.એમ.સગરની ટ્રાફિક વિભાગમાં બદલી કરાઈ છે. જ્યારે ગોરવાના પીઆઈ એચ.એમ. ધાંધલની સિટી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. તેમજ ટ્રાફિક પીઆઈ જે.એમ.મકવાણાને ગોરવા પોલીસ સ્ટેશનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

પથ્થરમારા અને બબાલની ઘટનામાં SITની રચના 
વડોદરામાં રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં થયેલ પથ્થરમારા અને બબાલ મામલે SIT ની રચના કરવામાં આવી છે.  જેમાં વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંહ દ્વારા  DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે SITની રચના કરવામાં આવી છે. આ SITની ટીમમાં ACP ક્રાઇમ, ACPG ડિવિઝન અને ક્રાઇમ બ્રાંચના PIનો સમાવેશ તેમજ વડોદરા સિટી પોલીસ સ્ટેશનના PIનો સમાવેશ કરાયો છે. 

VHP નેતાની ધરપકડ
પથ્થરમારા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડોદરામાં પથ્થરમારા બાદ ઉશ્કેરણીજનક ભાષણ આપવા મામલે VHP નેતા રોહન કમલેશ શાહની પોલીસે અટકાયત કરી છે. ક્રાઈમ બ્રાંન્ચ ખાતે રોહન શાહની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે રોહન શાહની સાથે અન્ય કેટલાક લોકોની પણ તપાસ ચાલી રહી છે. પથ્થરમારાની ઘટના બાદ ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ મુકવામાં આવ્યો છે. 

શું હતો સમગ્ર મામલો? 
દેશભરમાં રામનવમીના દિવસે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં વડોદરામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા હતા. વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ સર્જાઈ  હતી. ત્યારે પોલીસે પથ્થમારાની ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ ભવન પહોચ્યા અને અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરાઇ હતી. પથ્થરમારા બાદ તંગદિલી ઉભી થવા પામી હતી. પથ્થરમારા બાદ હિન્દુ સંગઠનોનાં કાર્યકરો કારેલીબાગ પોલીસ મથકે એકઠા થયા હતા. જેમાં VHP, બજરંગદળના કાર્યકરો, સ્થાનિકોની ભીડ એકઠી થઈ હતી.   

ગૃહમંત્રીની અસામાજીક તત્વોને ચેતવણી
આ ઘટનાને હર્ષ સંઘવીએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી અને પથ્થરમારો કરનારને ચેતવણી આપી હતી કે, 'રામનવમીની શોભાયાત્રામાં જે કોઈ લોકોએ પથ્થર નાંખ્યા છે,  તે ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહીં તેવા કડક પગલા ભરવામાં આવશે.'

પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોંબિંગ કર્યું
વડોદરાની ઘટનાને લઈ ગૃહમંત્રીના કડક કાર્યવાહીના આદેશ બાદ પોલીસ અડધી રાતે ભારે કાફલા સાથે આ વિસ્તારમાં ઉતરી હતી. જેમાં પથ્થરમારો કરી ઘરોમાં છુપાયેલા તત્વોને શોધીને પકડ્યા હતા. મહત્વનું છે કે, પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોબિંગ કર્યું હતું. જેમાં મહિલા પોલીસને સાથે રાખી ફતેપુરા, હાથીખાના વિસ્તારમાં કોબિંગ કરી તોફાનીઓને પોલીસે પકડી પાડ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ