બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Hanuman Chalisa created a record on YouTube, becoming the most viewed video in India so far

જય બજરંગબલી / યુટ્યુબ પર હનુમાન ચાલીસાએ બનાવ્યો રેકોર્ડ, ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ જોવાયેલ વિડીયો બન્યો

Megha

Last Updated: 04:28 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2021માં હનુમાન ચાલીસાના વીડિયોને 1 બિલિયન એટલે કે 100 કરોડ વ્યૂઝ મળ્યા હતા પણ 2023ની શરૂઆતમાં જ હવે આ વીડિયોને 3 બિલિયન એટલે કે 300 કરોડ વ્યૂઝ મળ્યા છે.

  • હનુમાન ચાલીસા સૌથી વધુ પ્લે કરવામાં આવતો વીડિયો બની ગયો
  • આટલા વ્યૂઝ મેળવનારો ભારતનો પહેલો વીડિયો બન્યો 
  • કોણ હતા ગુલશન કુમાર? 

યુટ્યુબ પર હનુમાન ચાલીસાના ઘણા વર્ઝન ઉપલબ્ધ છે પણ હરિહરન દ્વારા ગાવામાં આવેલ ટી-સિરીઝની હનુમાન ચાલીસા આજ સુધી સૌથી વધુ સાંભળવામાં આવી છે. જણાવી દઈએ કે હનુમાન ચાલસીનો આ વીડિયો યુટ્યુબ પર સૌથી વધુ પ્લે કરવામાં આવતો વીડિયો બની ગયો છે. 

આટલા વ્યૂઝ મેળવનારો ભારતનો પહેલો વીડિયો બની ગયો
જણાવી દઈએ કે આ વિડિયો T-Series પર 10 મે, 2011ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં 300 કરોડ એટલે કે 3 બિલિયનથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે અને યુટ્યુબ પર આટલા વ્યૂઝ મેળવનારો આ ભારતનો પહેલો વીડિયો બની ગયો છે. નોંધનીય છે કે વીડિયોમાં ગુલશન કુમાર હનુમાન ચાલીસા ગાતા જોવા મળી રહ્યા છે અને કુલ 9 મિનિટ 41 સેકન્ડના આ વીડિયો છે જેમાં આખી હનુમાન ચાલીસા ગાવામાં આવી રહી છે. 

વર્ષ 2021માં આ વીડિયોને 1 બિલિયન એટલે કે 100 કરોડ વ્યૂઝ મળ્યા હતા પણ 2023ની શરૂઆતમાં જ હવે આ વીડિયોને 3 બિલિયન એટલે કે 300 કરોડ વ્યૂઝ મળ્યા છે.

કોણ હતા ગુલશન કુમાર? 
જણાવી દઈએ કે હનુમાન ચાલીસાના એ 9 મિનિટ 41 સેકન્ડના વિડીયોમાં  ગુલશન કુમાર 'હનુમાન ચાલીસા' ગાતા જોવા મળે છે અને ગુલશન કુમારે વીડિયોમાં ચાલીસાની ચોપાઈઓનું વર્ણન કર્યું છે. એ સમયે ગુલશન કુમારને ભજન સમ્રાટ કહેવામાં આવતા અને વર્ષ 1983માં T-Seriesની સ્થાપના કરી હતી. આપણએ બધા જાણીએ છીએ કે આજે T-Seriesની બ્રાન્ડ વેલ્યુ કરોડોમાં છે 

જ્યારે ગુલશન કુમારે ટી-સિરીઝનો પાયો નાખ્યો હતો અને જ્યારે તેઓ સફળતા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે એમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે 12 ઓગસ્ટ 1997નો દિવસ હતો જ્યારે 42 વર્ષીય ગુલશન કુમાર નમાજ પઢીને પોતાની કાર તરફ જઈ રહ્યા હતા ત્યારે  કેટલાક લોકો આવ્યા અને ગુલશન કુમારના કપાળ પર રિવોલ્વર મૂકીને કહ્યું કે, 'તમે અંહિયા પૂરતી પૂજા કરી લીધીહવે ઉપર જઈને કરો' આમ કહેતાની સાથે જ એમને ગોળીબાર કર્યો અને ગુલશન કુમારનું મોત થયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ