ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / Half of the registrations came in 40 days in the government job portal, but only that much was found.
ADVERTISEMENT
ADVERTISEMENT
જુલાઇ માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી રોજગાર પોર્ટલ લૉન્ચ કર્યું હતું. આ પોર્ટલને શરૂ થયે હજી માત્ર 40 દિવસ જ વિત્યા છે. જો કે અત્યાર સુધીમાં આ પોર્ટલ પર 69 લાખ જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે. ચોંકાવનારું તથ્ય છે કે આટલી મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કરવી નાખ્યા બાદ પણ જેને રોજગારી મળી તે આંકડાઓ ઘણા ઓછા છે.
બેરોજગારી એક મોટી સમસ્યા
ADVERTISEMENT
ઇંડિયન એક્સપ્રેસની એક રિપોર્ટ જણાવે છે કે માત્ર એક અઠવાડિયાની અંદર એટલે કે 14 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ વચ્ચે રોજગાર પોર્ટલ પર 7 લાખ જેટલી સંખ્યામાં નવા રજીસ્ટ્રેશન આવ્યા હતા. જો કે તેમાંથી માત્ર 691 લોકો જ નવી નોકરી મેળવી શકવાને સમર્થ બન્યા હતા. આ રિપોર્ટ કૌશલ વિકાસ મંત્રાલયના આંકડાઓ પર આધારિત છે. ASEEM એટલે કે આત્મનિર્ભર સ્કિલ્ડ એમ્પલોઇ એમ્પ્લોયર મેપિંગ નામના પોર્ટલ પર મંત્રાલય આ આંકડાઓ અપડેટ કરતું હોય છે. અત્યાર સુધીમાં 3.7 લાખ ઉમેદવારોમાંથી માત્ર 2 ટકા લોકોને જ રોજગારી મળી છે.
કુશળ રોજગારની ડિમાન્ડ
ADVERTISEMENT
રિપોર્ટથી એ તથ્ય ઉજાગર થયું છે કે 69 લાખ લોકોમાંથી દોઢ લાખ લૂને નોકરી મેળવવા માટેના પ્રસ્તાવ મળ્યા હતા, જો કે તેમાંથી પણ માત્ર 7700 લોકો જ સફળ થયા હતા. જો કે અન્ય તથ્ય એ પણ છે કે આ પોર્ટલ પર રજીસ્ટર થયેલા દરેક લોકો પ્રવાસી શ્રમિકો નથી. તેમાં ભિન્ન ભિન્ન કામ કરતાં સ્વ રોજગારી પ્રાપ્ત લોકો પણ હતા.
યુપી અને બિહાર પાછા ફર્યા શ્રમિકો
ADVERTISEMENT
પોર્ટલના આંકડાઓથી ખબર પડે છે કે કર્ણાટક, દિલ્લી, તેલંગાણા, તમિલનાડુમાં શ્રમિકોની ભારે તંગી છે. લોકડાઉન શરૂ થતાં જ ઘણા શ્રમિકો પોત પોતાના ગૃહ રાજ્યો ખાસ કરીને યુપી અને બિહાર પરત ફરી ગયા હતા. પોર્ટલ પર રજીસ્ટર કરવાવાળાની સંખ્યામાં 11.98 ટકાનો વધારો નોંધાયો છે અને કુલમાં આ ટકાવારી 61.67 ટકા જેવી વધીને 69 લાખ સુધી પહોંચી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો