બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / haldiram bhujia owner mahesh agarwal dead in singapore india news

દુ:ખદ / દેશના મોટા ઉદ્યોગપતિનું 57 વર્ષની વયે સિંગાપોરમાં નિધન, આ બીમારીથી હતા પીડિત

Krupa

Last Updated: 09:40 PM, 6 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેશ અગ્રવાલનું નિધન સિંગાપુરમાં થયું છે. મહેશ અગ્રવાલ 57 વર્ષના હતા. સિંગાપુરમાં એમની લિવરથી જોડાયેલી સારવાર ચાલી રહી હતી. રિપોર્ટ પ્રમાણે શુક્રવારે મોડી રાતે એમનું નિધન થયું છે. મહેશ અગ્રવાલનો પરિવાર હાલ સિંગાપુરમાં છે. ફ્લાઇટ ના ચાલવાના કારણે એમનો પરિવાર ભારત આવી શકે એમ નથી.

  • હલ્દીરામ ભુજિયાવાળાના માલિકનું નિધન 
  • સિંગાપુરમાં લીધા અંતિમ શ્વાસ
  • લિવરની બિમારીથી હતા પીડિત 

દેશ વિદેશમાં જાણીતી નમકીન અને મીઠાઇની પ્રીમિયમ બ્રાન્ડ હલ્દીરામ ભુજિયાવાળાના માલિક અગ્રવાલનું નિધન થઇ ગયું છે. સિંગાપુરમાં એમને લિવરથી જોડાયેલી સારવાર ચાલી રહી હતી. 

લિવર ટ્રાન્સપ્લાન્ટ છતાં ના બચ્યો જીવ 
સિંગાપુરની એક હોસ્પિટલમાં મહેશ અગ્રવાલનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ એમનો જીવ બચાવી શકાયો નહીં. 

આ કંપની પાછળ અગ્રવાલ પરિવારના ઘણા પેઢીઓની મહેનત છુપાયેલી છે. હલ્દીરામ કંપનીની શરૂઆત એક નાની દુકાનથી થઇ હતી. ગંગાવિશન અગ્રવાલે રાજસ્થાનના બીકાનેરમાં એક નાની દુકાન વર્ષ 1937માં શરૂ કરી હતી. જેમાં એ મીઠાઇ અને નમકીન વેચતા હતા. આ વાસ્તવમાં એમ પિતા તમસુખદાસ દ્વારા શરૂ કરવામાં આવેલ ભુજિયા સેવનો વેપાર હતો. 

ગંગાવિશન અગ્રવાલના પૌત્ર મહેશ અગ્રવાલ હતા. મહેશ અગ્રવાલના પિતા રામેશ્વર લાલ અગ્રવાલ હતા, જે ગંગાવિશન અગ્રવાલના મોટા પુત્ર હતા. મહેશ અગ્રવાલના પિતા રામેશ્નર લાલ અગ્રવાલને ભુજિયા વેપારને વધારવાનો શ્રેય જાય છે. એમને જ 1970માં કલકત્તામાં મેન્યૂફેક્ચરિંગની શરૂઆત કરી હતી. 

કંપનીનો વિસ્તાર 
હલ્દીરામ કંપની નાગપુરમાં આશરે 100 એકડમાં ફેલાયેલી છે. આ ઉપરાંત બીકાનેર, કલકત્તા અને દિલ્હીમાં કંપનીનો મોટો વેપાર છે. અગ્રવાલ પરિવારે 1883માં કંપનીના વેપારને દિલ્હીમાં વિસ્તાર કર્યો. હલ્દીરામના આશરે 400 પ્રકારની પ્રોડક્ટ્સ બજારમાં છે. વર્ષ 2018માં હલ્દીરામ ના રેવેન્યૂમાં 13 ટકાનો વધારો થયો હતો. આ વધારાની સાથે વેપાર 4000 કરોડનો આંકડો પાર કરી નાંખ્યો હતો. 

જણાવી દઇએ કે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે કેન્દ્ર સરકારે તમામ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરી દીધી છે. ભારત સહિત ઘણા દેશોમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન લાગૂ છે અને લોકો પોતાના ઘરમાં બંધ છે. 

સિંગાપુરની સરકારે પણ લૉકડાઉનની જાહેરાત કરી છે. અહીંયાની સરકાર 7 એપ્રિલથી એક મહિના સુધી લૉકડાઉનની જાહેરાત કરી ચુકી છે. જો કે મહેશ અગ્રવાલના પરિવારને ઘર પાછા આવાની ચિંતા થઇ રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ