બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / Gumraah Box Office Collection: 'Earned only this much on the first day

મનોરંજન / ફિલ્મ 'Gumraah'ના ઓપનિંગ ડે પર થિયેટરમાંથી 'ગુમ' રહ્યા દર્શકો, પહેલા દિવસે કરી બસ આટલી કમાણી

Megha

Last Updated: 04:27 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિત્ય રોય કપૂરની ફિલ્મ ગુમરાહનું ઓપનિંગ કલેક્શન અપેક્ષા કરતા ઓછું છે પણ ફિલ્મે 'એન એક્શન હીરો' અને 'કુત્તે' જેવી ફિલ્મોની સરખામણીમાં સારી ઓપનિંગ મળી છે

  • 'ગુમરાહ' ગુડ ફ્રાઈડેના ખાસ દિવસે થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી
  • આદિત્ય રોય કપૂરની ફિલ્મ 'ગુમરાહ'નો ઓપનિંગ ડે કલેક્શન 
  • સાઉથની ફિલ્મની હિન્દી રિમેક છે 'ગુમરાહ' 

આદિત્ય રોય કપૂર અને મૃણાલ ઠાકુરની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 'ગુમરાહ' ગુડ ફ્રાઈડેના ખાસ દિવસે થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી અને એ કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે બોક્સ ઓફિસ પર ઓપનિંગ દિવસે ફિલ્મને સારું કલેક્શન મળશે. જો કે આવું થયું નથી. 'ગુમરાહ' ફિલ્મની ઓપનિંગમાં ધીમી શરૂઆત થઈ હતી અને હવે જોવાનું રહેશે કે વીકેન્ડ પર ફિલ્મનું કલેક્શન કેવું છે. 

આદિત્ય રોય કપૂરની ફિલ્મ 'ગુમરાહ'નો ઓપનિંગ ડે કલેક્શન 
જણાવી દઈએ કે બોક્સ ઓફિસના રિપોર્ટ અનુસાર, 'ગુમરાહે' પહેલા દિવસે 1-1.1 કરોડનો બિઝનેસ કર્યો છે જે અપેક્ષા કરતા ઘણો ઓછો છે. જો કે ફિલ્મ 'ગુમરાહ'ને 'એન એક્શન હીરો' અને 'કુત્તે' જેવી ફિલ્મોની સરખામણીમાં સારી ઓપનિંગ મળી છે પણ 'ગુડ ફ્રાઈડે'ની રજા પર કેટલું કલેક્શન છે તેના કરતાં ઓછું મળ્યું છે.

નોંધનીય છે કે  'ગુમરાહ' નામની પહેલી ફિલ્મ વર્ષ 1963માં રિલીઝ થઈ હતી, જે સુપરહિટ ફિલ્મ રહી હતી. એ બાદ વર્ષ 1993માં રિલીઝ થયેલી 'ગુમરાહ' હિટ સાબિત થઈ હતી. હવે જોવાનું એ રહેશે કે આદિત્ય રોય કપૂર અને મૃણાલ ઠાકુરની 'ગુમરાહ'ને દર્શકોનો કેટલો પ્રેમ મળે છે. 

સાઉથની ફિલ્મની હિન્દી રિમેક છે 'ગુમરાહ' 
આદિત્ય રોય કપૂરની ડબલ રોલવાળી ફિલ્મ 'ગુમરાહ' એ તમિલ ફિલ્મ 'થડમ'ની સત્તાવાર હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં રોનિત રોયે એસપીની ભૂમિકા ભજવી છે અને મૃણાલ ઠાકુરે પણ પોલીસ મહિલાની ભૂમિકા ભજવી છે. મહત્વનું છે કે આ  ફિલ્મ 50 કરોડના બજેટમાં બનેલી  છે. 'ગુમરાહ'ને સમીક્ષકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ