બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / NRI News / વડોદરાના સમાચાર / Gujarat's Three students died in car accident in Canada

દુર્ઘટના / ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓના કેનેડામાં કાર અકસ્માતમાં મોત, પરિવારમાં શોકનું મોજું

Hiren

Last Updated: 06:46 PM, 2 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના વિદ્યાર્થીઓને કેનેડામાં અકસ્માત નડ્યો છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે જ્યારે એક વિદ્યાર્થીની હાલત ગંભીર છે. મહત્વનું છે કે, આ વિદ્યાર્થીઓ કેનેડોમાં અભ્યાસ કરવા માટે ગયા હતા.

કેનેડાના ન્યૂ બ્રુન્સવિક શહેરમાં અભ્યાસ અર્થે ગયેલા ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોત થયા હતા. કેનેડામાં અભ્યાસ કરતા મિત્રો કાર લઇને ફરવા ગયા હતા. પરંતુ તેમને પરત ફરતા સમયે અકસ્માત નડ્યો હતો. જેમાં ભરૂચ, અંકલેશ્વર અને જંબુસરના વિદ્યાર્થીનું મોત થયું હતું. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત થયો. 

આ અકસ્માતમાં એક જંબુસર, એક ભરૂચ અને એક અંકલેશ્વરના વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. આ ગમખ્વાર અકસ્માત થતા મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કેનેડા ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ન્યૂ બ્રુન્સવિકમાં કાર અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. જેમાં જંબુસરના જેનિશ રાણા કેનેડામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. જેમની એક ફેસબુક પોસ્ટ પણ સામે આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ankleshwar Bharuch accident canada jambuchar jenish rana Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ