બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat's notorious cyber mafia arrested from Mehsana

કાર્યવાહી / મહેસાણાથી ઝડપાયા ગુજરાત કુખ્યાત સાયબર માફિયા: ઈશ્યૂ કરી નાંખ્યા હતા ચાર હજાર સીમ કાર્ડ, 12 લાખની છેતરપિંડી પણ કરી

Kishor

Last Updated: 12:58 AM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ઓનલાઈન ટ્રેડિંગના નામે લોકોને બાટલીમાં ઉતારતા ભેજાબાજ ગેંગને ઉઘાડી પાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

  • વડોદરામાં ઓનલાઈન ટ્રેડિંગના બહાને ઠગાઈ કરતા 3 શખ્સો ઝડપાયા
  • મહેસાણાથી કુષ્ણ કુમાર રાજપુરોહિત. રિંકેસ ગોસ્વામી અને હર્ષ ચોધરીની ધરપકડ
  • એન્જલ વર્લ્ડ ફાઈનાન્સ કંપનીના 3 સાયબર ઠગોને પોલીસે દબોચ્યા 

આજના લોકો જલ્દી રૂપિયાવાળા બની જવા શોર્ટકટ અપનાવતા હોય છે. તે માટે સ્ટ્ટો અને શેર બજાર સૌથી પહેલી પસંદ બને છે. જેમાં અનેક લોકો ધોવાઈ જાય છે. ત્યારે વડોદરામાં ઓનલાઈન ટ્રેડિંગના નામે રૂપિયા ખંખેરી લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ દરમિયાન ઓનલાઈન ટ્રેડિંગના બહાને ઠગાઈ કરતા 3 શખ્સો ઝડપાતા ચકચાર મચી હતી. ખાસ ઓનલાઇન ટ્રેડિંગનાં બહાને સાઇબર માફીયાઓએ ત્રણ વર્ષમાં ચાર હજાર સીમકાર્ડ ઇસ્યુ કરી નાખ્યા હતા અને શેરબજારમાં રોકાણના બહાને નાગરિકો પાસેથી વધુ વળતરના બહાના હેઠળ કૌભાંડ આચરતા હતા. જેને પગલે એન્જલ વર્લ્ડ ફાઇનાન્સ કંપનીના ત્રણ ભેજાબાજો જેમાં મહેસાણાથી કૃષ્ણકુમાર રાજપુરોહિત,રિંકેસ કુમાર ગોસ્વામી,હર્ષ ચોધરીની ધરપકડ કરાઈ છે.

Ahmedabad cyber crime | VTV Gujarati

લોકોના નામે સિમકાર્ડ કઢાવ્યા હતા

ત્રણેય સાયબર ઠગોને પોલીસે ઉઠાવી લીધા બાદ તપાસ હાથ ધરતા એન્જલ વર્લ્ડ ફાઈનાન્સ નામે ઠગાઈ કરાતી હોવાનો પર્દાફાશ થયો હતો. વધુમાં તપાસ દરમિયાન ત્રિપુટીના ખાતામાંથી એક કરોડ ઉપરના આર્થિક વ્યવહારો થયાં હોવાનું પણ બહાર આવ્યું હતું. તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો કે વડોદરાના નાગરિક પાસેથી રોકાણના નામે 12 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. ખાસ એ પણ ઉઘાડું પડ્યું કે સાયબર માફિયાઓએ નાગરિકોના ડેટાનો ઉપયોગ કરીને સિમકાર્ડ ઈસ્યૂ કર્યા હતા. આરોપી રિંકેસ ગોસ્વામીએ મહેસાણા,ગાંધીનગર, બનાસકાંઠા, પાટણના લોકોના નામે સિમકાર્ડ કઢાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ