બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat's biggest Mr. Natwarlal in police custody

ધરપકડ / ગુજરાતનો સૌથી મોટો મિસ્ટર નટવરલાલ પોલીસના સકંજામાં, CID ક્રાઇમની તપાસમાં ચકિત કરી મૂકે તેવું ખૂલ્યું, GSTમાં કરતો ઘાલમેલ

Vishal Khamar

Last Updated: 10:08 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનો સૌથી મોટો મિસ્ટર નટવરલાલ પોલીસનાં સકંજામાં આવી ગયો છે. આરોપી મહાઠગ વિરૂદ્ધ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

  • ગુજરાતનાં સૌથી મોટા મિસ્ટર નટવરલાલ પોલીસ સકંજામાં
  • આરોપી મહાઠગ પંકજ ખત્રીની CID ક્રાઈમે કરી ધરપકડ
  • મહાઠગ પંકજ ખત્રી વિરુદ્ધ અનેક રાજ્યોમાં ફરિયાદો નોંધાઈ 
  • ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં ફરિયાદો નોંધાઈ

આમ તો ગુજરાતમાં અનેક ઠગબાજો રોજ કોઈના કોઈ લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે.  સીઆઈડી ક્રાઈમ દ્વરારા ધરપકડ કરાયેલ ઠર વિરૂદ્ધ  ગુજરાત નહીં પરંતુ સંખ્યાબંધ રાજ્યોમાં ઠગાઈ કરનારો મહાઠગ છે. મહા ચીટર પંકજ મહાદેવભાઇ ખત્રી અને ટોળકી છેલ્લા ઘણા વર્ષોથી વોન્ટેડ હતી. પરંતુંCID ક્રાઇમમાં થયેલી ફરિયાદને આધારે  મહાઠક પંકજ ખત્રી અને તેની આસિસ્ટન્ટ નીલમને પોલીસે પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. 

નિલમ (સેક્રેટરી)

આરોપી મહાઠગ પંકજ ખત્રીની CID ક્રાઈમે કરી ધરપકડ
ઉલ્લેખનીય છે કે વેપારીઓને પોતાની વાતોમાં ફસાવી કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર મહાઠગ પંકજ ખત્રી માત્ર ગુજરાત રાજ્ય પરંતુ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વોન્ટેડ છે. તેની સામે સંખ્યાબંધ છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ખાસ કરીને આરોપી પંકજ ખત્રી કાચા કાપડના વેપારી, કોપરના વેપારી તથા શાકભાજી અને અન્ય પ્રકારના તમામ વેપારીઓ સાથે પહેલા આ વિશ્વાસ કેળવતો હતો અને ત્યારબાદ છેતરપિંડીને અંજામ આપતો હતો. 

ઠગબાજ ટોળકી વિરુદ્ધ સંખ્યાબંધ ગુનાઓ દાખલ
પોલીસની તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે ઠગબાજ પંકજ ખત્રી દરેક વખતે નવા નામથી ધંધો કરતો અને અલગ અલગ વ્યક્તિના નામથી GST બનાવી ધંધાકીય વ્યવહારો કરતો હતો. cid ક્રાઈમની પૂછપરછ માં આ મહા ઠગની મોર્ડસ એપ્રેનડી ખુલ્લી પડી ગઈ છે. અને એક પછી એક છેતરપિંડીના કૌભાંડો બહાર આવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ