બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat's Aarav Rajput will represent India in America

ગુજરાતનું ગૌરવ / ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ: ભારતના 6 ખેલાડીઓ જશે અમેરિકા, અમદાવાદના એક માત્ર ખેલાડીનો સમાવેશ

Malay

Last Updated: 11:25 AM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરાટેમાં સળંગ સાત વખત નેશનલ ચેમ્પિયન રહી ચૂકેલા અમદાવાદના આરવ રાજપૂત અમેરિકામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

 

  • અમેરિકામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે આરવ રાજપૂત
  • ભારતમાંથી 6 ખેલાડીઓ જશે અમેરિકા 
  • ગુજરાતમાંથી એકમાત્ર અમદાવાદના આરવનો સમાવેશ

એક તરફ અમેરિકાના વિઝા માટે વર્ષોનું વેઇટિંગ આવે છે, ત્યારે બીજી તરફ અમદાવાદના આરવ રાજપૂત અમેરિકામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જશે. આરવ રાજપૂતના તાત્કાલિક વિઝા થવાના છે. અમેરિકાના સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા આરવને પત્ર પણ મોકલવામાં આવ્યો છે. આખા વિશ્વમાંથી અમેરિકા કરાટે ચેમ્પિયનો આવવાના છે, તેમાં ભારતનું પ્રતિનિધિત્વ માટે આરવ રાજપૂત અમેરિકા જશે અને આ સ્પર્ધામાં ભાગે લેશે.

આરવ રાજપૂત સાથે ખાસ વાતચીત
VTV ન્યૂઝ દ્વારા આરવ રાજપૂત સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. આ દરમિયાન આરવ રાજપૂતે જણાવ્યું કે, 'હું કરાટેમાં સળંગ સાત વખત નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યો છું. છેલ્લા 15 વર્ષથી હું આ ફિલ્ડમાં છું. ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ હું પહેલા પણ થાઇલેન્ડ ખાતે રમી ચૂક્યો છું અને મુંબઇમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ મને ગોલ્ડ મેડલ મળ્યો હતો.' 

હું દરરોજ સળંગ 8 કલાક કરાટેની પ્રેક્ટિસ કરું છુંઃ આરવ 
તેઓએ જણાવ્યું કે, 'સૌથી પહેલાં નેશનલ ચેમ્પિયન શિપમાં સિલેક્શન થાય છે, તેમાં જેઓને ગોલ્ડ મેડલ મળ્યો હોય તેઓ ઇન્ટનેશનલ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થાય છે. અત્યારે હું દરરોજ સળંગ 8 કલાક કરાટેની પ્રેક્ટિસ કરું છું અને મારો ગોલ છે કે હું ભારતનું નામ રોશન કરું.'  

ગુજરાતમાંથી હું એકમાત્ર સિલેક્ટ થયો છુંઃ રાજપૂત
અમેરિકા ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ અંગે જણાવતા તેઓએ જણાવ્યું કે, 'અત્યારે અમેરિકા જવા માટે 2025 સુધી વિઝા મળવા મુશ્કેલ છે, પરંતુ મને વિદેશ મંત્રી અને ગુજરાત સરકારનો ઘણો સપોર્ટ છે. ભારતભરમાંથી 6 ખેલાડીઓ જવાના છે, ગુજરાતમાંથી હું એકમાત્ર સિલેક્ટ થયો છું.' કોમ્પિટિશન વિશે જણાવતા તેઓએ કહ્યું કે, અમેરિકા દ્વારા ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 26 દેશોના ખેલાડીઓ ભાગ લેવાના છે. 

કોણ છે આરવ રાજપૂત?
- અમદાવાદના આરવ રાજપૂત એક નિપુર્ણ સ્પોર્ટ્સ પર્સન છે. 
- આરવ નાનપણથી જ અક્ષય કુમારને રોલ મોડલ માને છે.
- તેઓ જ્યારે ધોરણ 7માં હતા ત્યારથી જ માર્શલ આર્ટ શીખવાનું કર્યું હતું શરૂ
- તેઓએ જાપાનથી બ્લેક બેલ્ટની ડિગ્રી હાંસલ કરી છે.
- તેઓ છેલ્લા 15 વર્ષછી માર્શલ આર્ટમાં એક્ટિવ છે અને ઘણી ચેમ્પિયનશિપ રમી છે.
- આરવે ગુજરાતને સળંગ 4 વખત ગોલ્ડ મેડલ અપાવીને રેકોર્ડ રચ્યો છે 
- તેઓ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં પણ રમી ચૂક્યા છે.
- બીજી વખત ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે આરવ.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ