બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarati film Takhubhaani Talwar will be opposed The protest will be done by Karni Sena

વિરોધ / ....કારણે રાજપૂત સમાજની લાગણી: હવે આ ગુજરાતી ફિલ્મને લઇ કરણીસેના મેદાનમાં, આવતીકાલે વિરોધ

Kishor

Last Updated: 07:22 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે ગુજરાતી ફિલ્મ તખુભાની તલવાર રિલીઝ થઇ રહી છે ત્યારે આ ગુજરાતી ફિલ્મમાં ક્ષત્રિય સમાજને નીચો દેખાડવામાં આવ્યો હોવાના દાવા સાથે કરણી સેનાએ વિરોધની ચીમકી ઉચ્ચારી છે.

  • ગુજરાતી ફિલ્મ તખુભાની તલવારનો વિરોધ કરાશે
  • કરણી સેના દ્વારા કરવામાં આવશે વિરોધ
  • ફિલ્મ રિલીઝ ન થાય તે માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અપીલ કરી

તાજેતરમાં રિલીઝ થતી અનેક ફિલ્મ લોક રોષનો ભોગ બની રહી છે. જેમાં હાલ પઠાણ ફિલ્મ ચર્ચાના ચકડોળે છે આ ફિલ્મનો ગુજરાતના ખૂણે ખૂણે વિરોધ થઈ રહ્યો છે તેવામાં હવે ગુજરાતી ફિલ્મ તખુભાની તલવારનો પણ લોકો વિરોધ કરી રહ્યા છે અને તેને રિલીઝ થવા પણ પર વાંધો ઉઠાવી રહ્યા છે. આ ફિલ્મને લઈને રાજપૂત સમાજમાં વિરોધનો મધપૂડો છંછેડાયો છે.

રાજપૂત સમાજની લાગણી દુભાઈ

ગુજરાતી ફિલ્મ તખુભાની તલવારનો આવતીકાલે  રિલીઝ થવા જઈ રહી છે આ પહેલા જ વિરોધ ઉઠ્યો છે અને કરણી સેના દ્વારા તેના વિરોધ અને ચીમકી ઉચ્ચારાઈ છે. આવતીકાલે આ ફિલ્મ રિલીઝ થશે તે પહેલા કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવશે. એટલું જ નહીં ફિલ્મ રિલીઝ ન થાય તે માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અપીલ પણ કરવામાં આવી છે. કરણી સેનાના આગેવાનોએ કહ્યું કે ફિલ્મ રિલિઝ થશે ઉગ્ર વિરોધ કરીશુ. કારણકે કે આ ગુજરાતી ફિલ્મમાં ક્ષત્રિય સમાજને નીચો દેખાડવામાં આવ્યો હોવાની કરણી સેનાએ રાવ ઉઠાવી છે.  ફિલ્મના અમુક અંશોના કારણે રાજપૂત સમાજની લાગણી દુભાઈ રહી હોવાનું કરણી સેનાના અગ્રણીઓએ કહ્યું હતું.

પઠાણ ફિલ્મનો વિરોધ

બીજી બાજુ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની પઠાણ ફિલ્મનો પણ વિરોધ ચાલી રહ્યો છે. આ ફિલ્મના 'બેશરમ રંગ' ગીતમાં દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકીની પહેરીને ચેષ્ટાઓ કરતી હોવાથી વિરોધ જાગ્યો છે. ત્યારે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકવા સહિતની માગણીઓ ઉઠી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ