બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Gujarat weather will change, Israel conducts air strike to kill Hamas, all updates of India-Pak match

2 મિનિટ 12 ખબર / ગુજરાતનું હવામાન ક્યારથી પલટાશે? હમાસનો ખાતમો બોલાવવા ઈઝરાયલે આ દેશ પર કરી એર સ્ટ્રાઈક, ભારત-પાક મેચના તમામ અપડેટ

Dinesh

Last Updated: 11:28 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : ધો-10માં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની જગ્યાએ ત્રણ વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે, જ્યારે ધો-12 સામાન્ય પ્રવાહમાં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 14 અને 15 ઓક્ટોબરે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાલયના ભાગોમાં કરા પડી શકે છે. જેથી ગુજરાતમાં ઠંડીનો અનુભવ થશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 17 ઓક્ટોબરથી 19 ઓક્ટોબરની વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈને ભારે પવન અને કરા સાથે વરસાદની શક્યતા છે. આ 17થી 19 ઓક્ટોબર દરમિયાન હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. 

ભારે પવન સાથે ગુજરાતમાં વરસાદ, બાગાયતી પાકોને નુકસાન..., જુઓ શું કહે છે  અંબાલાલની નવી આગાહી | Meteorologist Ambalal Patel rain forecast

ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતામાં અને દશેરાનાં દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા નવરાત્રીનાં પ્રથમ દિવસે જ સુરેન્દ્ર નગર, મહેસાણા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, ખેડા તેમજ આણંદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. તો નવરાત્રીનાં બીજા દિવસે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ભર શિયાળે આ પાંચ રાજ્યોમાં વરસાદની આગાહી, ધુમ્મસને લઈને પણ IMDનું એલર્ટ I  imd rainfall alert weather update today 1 december forecast

રાજ્યમાં ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારાયું છે, વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.

અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં બાળકોને ત્રાસ આપનાર શાળાની માન્યતા રદ્દ કરવા તાકીદ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે બાળકોને શારીરિક કે માનસિક ત્રાસ ન આપી શકાય. છતાં પણ અનેક શાળાઓમાં બાળકોને ત્રાસ આપવા અંગેના કિસ્સાઓ સામે આવતા હોય છે જેને લઈને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ડીપીઓને પરિપત્રને પરિપત્ર જારી કરી તાકીદ કરાઈ છે. સુરતમાં વિદ્યાર્થીનીને લાફા મારવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના સીસીટીવી પણ મળ્યા હતા. જેને લઈને શિક્ષણ વિભાગ જાગ્યો છે હવે આ મામલે રાજયની તમામ શાળામાં પરિપત્ર આગામી સમયમાં જાહેર કરાશે. જેમાં પ્રથમવાર ભુલ કરનાર શિક્ષક અથવા સંબંધિત વ્યક્તિને 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. ત્યારબાદ બીજીવાર ભુલ કરનાર શિક્ષક અથવા સંબંધિત વ્યક્તિ 25 હજાર રૂપિયાનો દંડ ફટકારાશે અને  આ પ્રકારની ભુલ વારંવાર બને અને સ્કૂલ દંડ ન ભરે તો શાળાની માન્યતા રદ્દ કરવા સુધીના પગલાં ભરવા અંગે પણ જણાવાયું છે.

World cup 2023 : ODI વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. ભારતની મેજબાનીમાં વન ડે વર્લ્ડ કપ શાનદાર રીતે રમાઈ રહ્યો છે. દર્શકો આતુરતાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચની રાહ જોઈ રહ્યા છે. 14 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમવામાં આવશે.  ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ મેચ નીહાળવાના છે. જેઓ આજે ગુજરાતની મુલાકાતે આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 13 ઓક્ટોબરથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ 14 ઓગસ્ટના રોજ ભારત-પાકિસ્તાનની મેચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં નિહાળશે. તેમજ તેઓ અમદાવાદ, ગાંધીનગરના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. અત્રે જણાવીએ કે, અમિત શાહ માણસામાં કુળદેવીના દર્શનાર્થે જશે

Home Minister Amit Shah's Gujarat tour from tomorrow: India-Pakistan match will be attended

વર્ષોથી ભારત-પાકિસ્તાન વચ્ચેનો મેચ હોય ત્યારે લોકોનો ઉત્સાહ આસમાને જ હોય છે. સ્ટેડિયમ પણ વર્ષો જુની પરંપરા મુજબ ખીચોખીચ ભરાઈ જતું હોય છે. તેમાં પણ આ વખતે તો તો મેચ અમદાવાદમાં રમાઈ રહી છે અને તે પણ વર્લ્ડ કપની મેચ. એટલે ક્રિકેટ રસીકોનો આનંદ બેવડાયો છે. જેને લઈને ટીકીટની માંગ વધી રહી છે. લોકો મોઢે માંગ્યા રૂપિયા આપવા તૈયાર થતા હોય છે. આવી સ્થિતિમાં ભેજાબાજ આરોપીઓ નકલી ટિકિટ વેચી છેતરપિંડી કરી રહ્યા છે. જેના વધતા કેસોને લઈને અસલી ટિકિટની ઓળખ માટે ચાર સુરક્ષા ફીચર્સ બનાવાયા છે. તો તમે મેળવેલી ટીકીટ અસલી છે કે નકલી તે જાણવામાં આ સુરક્ષા ફીચર્સના મદદ કરી શકશે. પોલીસે બતાવેલ લાઈવ ડેમો સુરક્ષા ફીચર્સ વિષે વિસ્તારથી.

આગામી 14 ઓક્ટોબર 2023ને શનિવારના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ભારત અને પાકિસ્તાનની મેચ દરમ્યાન મેચ નિહાળવા આવનાર ટિકિટ ધારક પ્રેક્ષકોને શું શુ વસ્તું સ્ટેડિયમની અંદર લઈ જવા દેવામાં આવશે તેની વિગતો સામે આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલી નક્કી કરાયેલી વસ્તુઓ જ સ્ટેડિયમની અંદર લઈ જવા દેવામાં આવશે. ભારત-પાકિસ્તાન મેચ જોવા જનારાઓ જાણી લો 1. સ્ટેડિયમમાં પ્રેક્ષકોને સવારે 10.00 કલાકથી પ્રવેશ આપવામાં આવશે 2. બપોરે 12.30 કલાકે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે ૩. પ્રેક્ષકો માત્ર પર્સ, મોબાઈલ ફોન, ટોપી અને જરુરી દવા મેચ દરમ્યાન સાથે રાખી શકશે 4. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સંસ્થાએ નિ:શુલ્ક પાણીની તથા મેડીકલની સુવિધા કરેલ છે.તે સિવાય ની કોઈ પણ વસ્તુ મેચ દરમ્યાન સાથે રાખી શકાશે નહીં 

The Gujarat Cricket Board has given notice to the spectators going to watch the India-Pak match, the spectators will get...

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલિસી જાહેર કરવામાં આવી છે. જે મુજબ પાર્કિંગ ચાર્જ વસુલનાર સિનેમાહોલ અને મોલના માલિકોએ હવે ટેક્સ ભરવો પડશે. એટલે કે જે કોઈ પોતાની મિલકતમાં વાહનના પાર્કિંગ કરવા બદલ ચાર્જ વસુલતા હશે, તેમની પાસેથી ટેક્સ લેવામાં આવશે. કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા મિલકતની આકારણી કરવામાં આવશે. આકારણી મુજબ મિલકતના માલિકોએ ટેક્સ ચૂકવવાનો રહેશે. જોકે, પાર્કિંગ ચાર્જ નહીં લેનાર મિલકત ધારકોએ કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. એટલે કે ફ્રી પાર્કિંગને આકારણીથી મુક્તી આપવામાં આવશે. 

AMC to collect tax from those charging parking in Ahmedabad

ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ હવે વધુને વધુ આક્રમક બની રહ્યું છે. ઈઝરાયલે હવે તેના દુશ્મન દેશોને પણ નિશાન બનાવવાનું શરું કર્યું છે. ગુરુવારે ઈઝરાયલે સીરિયાના બે મોટા એરપોર્ટ દમાસ્કસ અને અલેપ્પો ઈન્ટરનેશનલ એરપોર્ટને રોકેટથી નિશાન બનાવ્યાં હતા. ઈઝરાઈલના રોકેટમારમાં આ બે મોટા એરપોર્ટને નુકશાન પહોંચ્યું હતું. આ હુમલાઓમાં ઈરાનના હથિયારોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની આશંકા છે. ઈઝરાયેલી સૈન્યએ દમાસ્કસ અને અલેપ્પો એરપોર્ટ પર હુમલાની પુષ્ટિ કરી હતી. સીરિયાના બે મોટા એરપોર્ટ દમાસ્કસ અને અલેપ્પો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનથી હથિયારો આવ્યાં હોવાની ઈઝરાયલને આશંકા હતી. 

Israeli forces struck Syrian airports in Damascus, Aleppo: Report

27 વર્ષની મહિલાએ 26 અઠવાડિયાનાં ગર્ભપાતની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગુરુવારે CJI ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે સુનાવણી કરી અને 1 દિવસનો સમય આપ્યો. SCએ કહ્યું કે 26 અઠવાડિયાથી ગર્ભમાં વિકસી રહેલા બાળકને જન્મ આપી શકાય છે. ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની સ્થિતિમાં બાળકનાં હદયને બંધ કરવું પડે. કોર્ટે કહ્યું કે ભલે બાળક ગર્ભમાં છે પણ એ બાળકને પણ અધિકાર મળેલા છે. ચીફ જસ્ટિસે કહ્યું કે ગર્ભવતી મહિલાનું કહેવું છે કે તેને બાળક નથી જોઈતું. તો આ બાળક કોઈને દત્તક આપી શકે છે. તેવામાં બાળકને વધુ થોડા સમય સુધી ગર્ભમાં શા માટે નથી રાખી શકતી? થોડા સમય બાદ સી સેક્શનનાં માધ્યમથી પ્રસુતિ કરાવી શકે છે.

Child in womb case: CJI Chandrachud said that unborn baby has also right to get birth

કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે નવી ઉદ્યમીતા સહાસિક યોજના લાવવાનો નિર્ણય કર્યો છે. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવી આ યોજના મહત્વની સાબિત થશે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને પોતાના ઔદ્યોગિક સાહસ માટે આર્થિક સહાય અપાશેજે આર્થિક સહાય યોજનામાં 40 હજાર સુધીની સહાય આપવામાં આવશે તેમજ આગામી દિવસોમાં રાજ્ય સરકાર આ યોજના અંગે જાહેરાત પણ કરશે. નવી ઉદ્યમીતા સહાસિક યોજનાથી મહત્વદાયીક્તા સભર બની રહેશે.

Gujarat Government's 'Courageous' Plan: This scheme will be implemented to provide assistance of up to 40 thousand to...

ICC World Cup Match : RSAvAUS : ઓસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાનો 134 રને વિજય થયો છે, 312 રન ટાર્ગેટ સામે કાંગારું ટીમ 40.5 ઓવરમાં 177 રન બનાવી ઓલઆઉટ થઈ હતી.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ