બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરા રિફાઈનરી કંપનીમાં વધુ એક પ્રચંડ બ્લાસ્ટ, 1 ભડથું, 4 શહેરોની ફાયર ટીમને કોલ
Last Updated: 10:07 PM, 11 November 2024
વડોદરાની ગુજરાત રિફાઈનરી કંપનીમાં વધુ એક બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટના બેન્ઝીન ટેન્કની આગ વધુ વિકારળ બની છે. ત્યારે આગને કાબૂમાં લેનાર એક ફાયરકર્મી પણ ઈજાગ્રસ્ત થયો છે. જે ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. તો બીજી તરફ એવી પણ વિગતો સામે આવી છે કે, આગના કારણે ગંભીર રીતે દાઝી ગયેલા એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે.
ADVERTISEMENT
આગના કારણે ગંભીર રીતે દાઝી ગયેલા એક વ્યક્તિનુ મોત
ADVERTISEMENT
વિકરાળ બનેલી આગના કારણે ગંભીર રીતે દાઝી ગયેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૂળ તારાપુરના વતની ધીમંત મકવાણાનું દાઝવાના કારણે મોત થયું છે. વિગતો એવી છે કે, એક ટેન્કની આગ બુઝાવવાના પ્રયાસ દરમિયાન બીજા ટેન્કમાં પણ આગ લાગી હતી. ત્યારે બીજા ટેન્કમાં પણ આગ પ્રસરતા અન્ય જિલ્લામાંથી ફાયરની ટીમની બોલવવાની ફરજ પડી છે. અમદાવદ, આણંદ, અંકલેશ્વર, હાલોલથી ફાયરની જુદી-જુદી ટીમોને ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના થઈ છે.
આ પણ વાંચો: ગોંડલમાં વિદેશી બેડ પદ્ધતિથી લસણના પાકનું વાવેતર, ઉત્પાદનમાં બમણો વધારો, ખેડૂતો માટે ફાયદાકારક સૂચન
અફરા તફરીનો માહોલ
કોયલીમાં IOCL રિફાઈનરીમાં ભારે બ્લાસ્ટ થયો હતો ત્યારબાદ ફરી બીજો બ્લાસ્ટ પણ થયો છે. જેના કારણે રિફાઈનરીમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગ દ્વરા આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.